Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાન દ્વારા કરેલા ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ

Webdunia
રવિવાર, 6 નવેમ્બર 2016 (23:44 IST)
અંકુશરેખા ઉપર વિસ્‍ફોટક સ્‍થિતિ અકબંધ રહી છે. કારણ કે, ધુસણખોરોને અને ત્રાસવાદીઓને ધુસાડવાના હેતુસર પાકિસ્‍તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્‍યો છે. રવિવારે પાકિસ્તાન દ્વારા કરેલા ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ થયા હતા, જ્યારે એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હતો.

બીજી બાજુ ધુસણખોરીના બે મોટા પ્રયાસોને નિષ્‍ફળ બનાવી દેવામાં આવ્‍યા હતા. ભારતીય સેનાએ કહ્યું છે કે, ધુસણખોરીના બે પ્રયાસોને નિષ્‍ફળ કરવા ઉપરાંત પૂંછ સેક્‍ટરમાં અંકુશરેખા પેલે પાર પાકિસ્‍તાનની અનેક ચોંકીઓને ફૂંકી મારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે અઠવાડિયામાં પાકિસ્તાનની ફાયરિંગમાં 9 જવાન શહીદ થયા છે. પાકિસ્‍તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ત્રાસવાદીઓને ધુસાડવાના પ્રયાસો જારી રાખ્‍યા છે. જો કે,સેનાએ આને નિષ્‍ફળ બનાવ્‍યા હતા. કૃષ્ણાધાટી સેક્‍ટરમાં જે જવાન શહીદ થયા છે તેમની ઓળખ 22 શીખ રેજિમેન્‍ટના ગુરુસેવકસિંહ તરીકે થઇ છે. ગુરુસેવક સિંહ પંજાબના તારણતરણ વિસ્‍તારના નિવાસી હતા જ્‍યારે ઇજાગ્રસ્‍ત મહિલા પૂંછની નિવાસી સલીમા અખ્‍તર તરીકે ઓળખાઈ છે.  ર્સજિકલ હુમલા કરવામાં આવ્‍યા બાદથી પાકિસ્‍તાન દ્વારા 50થી પણ વધુ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી ચુક્‍યો છે
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Rann Utsav 2024-25 ધોરડોમાં કચ્છ રણ ઉત્સવ 2024 નો પ્રારંભ, પ્રવાસીઓને મળશે આ સુવિધાઓ

Parliament Session LIVE : લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજુ કરવાના સમર્થનમાં 269 અને વિરોધમાં પડ્યા 198 વોટ

Begging- ભીખ માંગવી પડશે ભારે, 1 જાન્યુઆરીથી દાખલ થશે FIR

One Nation One Election - કેવી રીતે થશે લાગૂ, કેટલો લાગશે સમય, શુ થશે ફાયદો ? જાણો બધુ

Accident in Bhavnagar - ભાવનગર અકસ્માતમાં 6 ના મોત, દુર્ઘટનામાં 10 ગંભીર ઘાયલ, ડંપરમાં પાછળથી ઘુસી પ્રાઈવેટ ટ્રેવલ્સની બસ

આગળનો લેખ
Show comments