Webdunia - Bharat's app for daily news and videos

Install App

'સોનમ *** બેવફા હૈ', કહેવુ છે મોટો અપરાધ, થઈ શકે છે બે વર્ષની જેલ

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2016 (11:20 IST)
આજકાલ કેટલાક સોશિયલ મીડિયા પર 10ની નોટ અને 2000ની નોટ પર લખેલ એક અભદ્ર કમેંટ 'સોનમ  *** બેવફા હૈ', શેયર કરી રહ્યા છે. પણ આવા લોકોને કદાચ ખબર નથી કે તેઓ અજાણતા એક મોટો અપરાધ કરી રહ્યા છે અને આ માટે તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. 
 
સોનમ નામની યુવતીને લઈને મીડિયા અને સોશિયલ મીડિયામાં જેટલી મજાક બનાવાય રહી છે તે માટે આવુ કરનારાઓને બે વર્ષ સુધીની જેલ,  દંડ કે બંને થઈ શકે છે. 
 
મનોરંજનના નામ પર કોઈ યુવતી કે મહિલાની મજાક બનાવનરા લોકોને કદાચ દેશના કાયદાનો જરાપણ અંદાજો નથી. ખાસ કરીને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)માં મહિલાઓના સંરક્ષણ માટે આપવામાં આવેલ ધારાઓમાં આવા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહીની જોગવાઈ છે. 
 
'સોનમ  *** બેવફા હૈ', આવી આવી ટિપ્પણી કરવી ત્યારે વધુ સંગીન અપરાધ બની જાય છે જ્યારે આ ટિપ્પણીથી કોઈ સોનમ નામની યુવતીના લગ્ન તૂટી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ ટિપ્પણીથી ઈલાહાબાદની એક સોનમ નામની યુવતીના લગ્ન  લગ્નના ત્રણ દિવસ પહેલા જ તૂટી ગયા.  સાસરીપક્ષનુ કહેવુ હતુ કે સોનમના નામ પર લોકોમાં અનેક પ્રકારની ચર્ચા છે. એવામાં બની શકે કે તે વિવાદિત ટિપ્પણીવાળી યુવતી હોય. 
 
દિલ દુખાવનારી આ ઘટનાની ખાસ વાત એ છે કે જે સોનમના લગ્ન સંબંધ તૂટી ગયા તે બિલકુલ નિર્દોષ છે. નોટ પર લખેલ આ વિવાદિત ટિપ્પણી સાથે તેની કોઈ લેવા દેવા નથી. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments