Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઈડ એક્ટની કરાર પર અસર નહીં : પ્રણવ

વાર્તા
સોમવાર, 3 માર્ચ 2008 (17:06 IST)
નવી દિલ્હી (વાર્તા) સરકારે કહ્યું છે કે ભારત-અમેરિકા બિન લશ્કરી પરમાણું કરારને અંતિમ રૂપ આપવા માટે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજંસી (આઈએઈએ) સાથે વાતચીત ચાલી રહી છે તથા આ કરારને લઈને દેશની અંદર વ્યાપક રાજકીય સામાન્ય સહેમતિ બનાવવાનો પ્રયત્ન પણ યથાવત રહેશે.

વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ સોમવારે લોકસભા માટે બયાનમાં ફરીવાર કહ્યું હતું ક ે, અમેરિકાનાં હાઈડ એક્ટની ભારત અસૈન્ય પરમાણુ સંધિ પર કોઈ અસર નહીં પડે. હાઈડ એક્ટ વિશે તાજેતરમાં આવેલા કેટલાક અમેરિકન અધિકારીઓનાં બયાનને ધ્યાનમાં રાખતા તેમણે આ સ્પષ્ટીકરણ આપ્યું છે.

તેમણે કહ્યું હતું કે, હાઈડ એક્ટ અમેરિકન સરકાર અને ત્યાંની સંસદ (કોંગ્રેસ) વચ્ચેનો મુદ્દો છે, જ્યાં સુધી ભારતનો સંબંધ છે, તે માત્ર 123 કરાર સાથે બંધાયેલું છે જેનાં પર અમેરિકા સાથે આપણી સહેમતિ થઈ ચૂકી છે.

પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, સરકારને આશા છે કે પરમાણુ મુદ્દે થઈ રહેલી પ્રગતિથી ભારત વિરૂદ્ધ ત્રણ દસકાથી લાગેલા અયોગ્ય પ્રતિબંધ સમાપ્ત થશે તથા રશિયા, અમેરિક, ફ્રાંસ, બ્રિટન વગેરે દેશો સાથે અસૈન્ય પરમાણુ સહયોગનાં દરવાજા ખુલી જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આપણા રાષ્ટ્રીય હિતોને અનુરૂપ સરકાર સ્વતંત્ર વિદેશ નીતિ પર અમલ કરતી રહેશે.

મુખર્જીએ કહ્યું હતું કે, હજું અમે આઈએઈએ સાથે વાતચીત કરી રહ્યાં છીએ જેથી ભારત માટે દેખરેખ ઉપાય સંબંધી કરાર પર પહોંચી શકાય. આવો કરાર સંપન્ન કરવાથી પરમાણુ આપૂર્તિકર્તા જૂથ ભારતનાં પક્ષમાં બિનલશ્કરી પરમાણુ વ્યાપાર માટે પોતાનાં દિશા-નિર્દેશોને સંશોધિત કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, આઈએઈએ તથા ભારતીય અધિકારીઓ વચ્ચે દેખરેખ ઉપાયોગ વિશે વાતચીત અંતિમ તબક્કામાં છે. આ સમજૂતિને યુપીએ-ડાબેરીઓની સમિતિ સમક્ષ રાખવાની છે. ડાબેરી પક્ષોએ સ્પષ્ટ કરી દીધું છે કે સમિતિનાં નિર્ણય બાદ જ સરકાર કરાર વિશે કોઈ આગામી પગલું ભરશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments