Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન કરતા પણ વધુ વિશ્વસનીય બ્રાંડ છે અન્ના

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2012 (18:11 IST)
P.R
સમાજસેવક અન્ના હજારે ક્રિકેટર સચિન તેડુંલકર કરતાં વધુ વિશ્વસનીય છે. સૌથી વધુ વિશ્વસનીય વ્યક્તિઓની યાદીમાં અન્નાએ સચિન ઉપરાંત અમિતાભ બચ્ચન, આમીર ખાન અને સલમાનને પણ પાછળ મૂકી દીધા છે.

ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી (ટીઆરએ) નામની સંસ્થાએ બ્રાન્ડ ટ્રસ્ટ રિસર્ચ નામનો આ સર્વે કર્યો છે. સર્વે અનુસાર વિશ્વસનીયતા મામલે સચિનને લિસ્ટમાં ર૩૪મું સ્થાન મળ્યું છે જ્યારે અન્ના હજારે સચિન કરતાં આગળ ૧૦૬મા સ્થાન પર છે. સલમાન ખાનને આ યાદીમાં ૩પપમું સ્થાન મળ્યું છે.

દેશનાં ૧પ શહેરોમાં ર૦૧૧માં આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ ર૭૧૮ લોકોએ પોતાના ફીડબેક આપ્યા હતા. જેમાં લગભગ ૧૭૦૦૦ બ્રાન્ડ વિશે લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. નોકિયાને દેશની સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ ગણવામાં આવી છે અને ટાટા આ મામલે બીજા નંબરે છે.

દેશની જાણીતી હસ્તીઓ અને અગ્રણી કંપનીઓ વિશે આ સર્વે અંતર્ગત લોકોના પ્રતિભાવ જાણવામાં આવ્યા હતા. અન્ય દિગ્ગજોમાં ટાટા જૂથના ચેરમેન રતન ટાટાને પ૮૩મું સ્થાન મળ્યું છે. વિજય માલ્યાને ૬૦૩મું અને કાર સ્ટાઇલિસ્ટ દિલીપ છાબડિયાને ૮૬૩મા સ્થાને જગ્યા મળી છે. રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી આ બધાંમાં સૌથી નીચે ૮૯૪મા સ્થાને રહ્યા.

ટીઆરએના ચીફ કાર્યકારી અધિકારી એન.ચંદ્રમૌલીએ કહ્યું કે, આ તમામ પરિણામ એ પ્રશ્ન પર આધારિત છે કે કોઇ વ્યક્તિ દેશની જાણીતી બ્રાન્ડ કે વ્યક્તિઓમાં કોને વિશ્વસનીય માને છે?
વધુ જુઓ..

જરૂર વાંચો

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

વધુ જુઓ..

નવીનતમ

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

Beauty Tips for Party- પાર્ટીમાં જતા પહેલા અજમાવો આ સરળ ટિપ્સ મેળવો ગ્લોઈંગ સ્કિન

Show comments