Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ અયોધ્યા વિવાદનો અંત આવશે ખરો ?

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2010 (15:09 IST)
દશકાઓથી અયોધ્યા વિવાદનો મુદ્દો ભારતીય રાજનીતિને પ્રભાવિત કરતો રહ્યો છે. અહી હિન્દુ-મુસ્લિમ સમૂહોની વચ્ચે તનાવનુ એક મુખ્ય કારણ રહ્યુ છે. આવો એક નજર નાખીએ અયોધ્યા વિવાદ પર.

સરયૂ નદીના કિનારે વસેલ અયોધ્યામાં 1528માં બાબરી મસ્જિદના નિર્માણથી આ સ્થાન બંને સમૂહ વચ્ચે વિવાદનુ કારણ બની ચૂક્યુ હતુ.

પ્રથમવાર 1853માં અંગ્રેજોના શાસનકાળમાં આ મુદ્દા પર સાંપ્રદાયિક હિંસા થઈ. જ્યાર પછી 1859માં બ્રિટિશ સરકારના વિવાદિત સ્થાન પર બ્રાંડ લગાવી દેવામાં આવ્યુ અને પ્રાંગણના અંદરના ભાગમાં મુસલમાનોને અને બહારના ભાગમાં હિંદુઓને પૂજા-પાઠ કરવાની મંજૂરી આપી દીધી.

સન 1949માં હિન્દુ-મુસ્લિમ સ્મૂહોએ આ સ્થાન પર પોતાનો હક બતાવતા કોર્ટમાં કેસ દાખલ કરી દીધો ફૈજાબાદ જિલ્લાધીશે આ સ્થાનને વિવાદિત જાહેર કરી દીધુ. સાથે જ તાળુ લગાવવાનો આદેશ આપ્યો.

16 જાન્યુઆરી 1950ના રોજ ગોપાલસિંહ વિશારદે ફૈજાબાદની જિલ્લા કોર્ટમાં હિંદુઓને તેમના ભગવાનના દર્શન અને પૂજાનો અધિકાર આપવા માટે અરજી દાખલ કરી.

ત્યારબાદ બાબરી મસ્જિદ પક્ષના લોકોએ 21 ફેબ્રુઆરી 1950ના રોજ કોર્ટમાં અપીલ કરી અને માંગ કરવામાં આવી કે સન 1528માં બાબરન સેનાપતિ મીર બાકીએ આ મસ્જિદને બનાવી હતી, તેથી તેને મુસ્લિમ સમૂહને સોંપવામાં આવે. જેના વિરોધમાં હિન્દુ સંગઠનોએ કોર્ટ બહાર જોરદાર પ્રદર્શન કર્યુ. 1959માં નિર્મોહી અખાડાએ દાવો દાખલ કરી 'રિસીવર'દ્વારા પ્રભાર અપાવવાનો આગ્રહ કર્યો.

1984 માં વિશ્વ હિન્દૂ પરિષદે વિવાદિત જગ્યા પર રામ મંદિરનુ નિર્માણ કરવા માટે એક સમિતિની રચના કરી. ઉમેશ ચંદ્ર પાંડેને એક અરજી પર ફૈજાબાદના જિલ્લા જજ એએમ પાંડેએ 1 ફેબ્રુઆરી 1986ના વિવાદિત સ્થળનુ તાળું ખોલીને પૂજા પાઠ કરવાની મંજૂરી આપી, તો તેના વિરોધમાં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી.

હિન્દૂ-મુસ્લિમ બંને પક્ષો વચ્ચે ચર્ચા ગરમ થઈ ગઈ છે. બંને સમાજમાં તર્ક-વિતર્કની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. વિવાદને જોતા સરકાર ચેતી ગઈ છે. ઘાર્મિક નેતાઓએ પોતાનો સ્વાર્થ સાધવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

24 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટ શુ નિર્ણય આપશે. જો નિર્ણય બાબરી મંદિરના પક્ષમા થયો તો શુ હિંદૂ નારાજ નહી થાય. જો નિર્ણય મંદિરના પક્ષમાં હશે તો ત્યારે મુસ્લિમ પક્ષની અંદર ભેદભાવની આગ નહી સળગે ?

નિર્ણય જે પણ હોય, તેના પરિણામ લોકોને જ ભોગવવા પડશે. જો જનતા સાચા દિલથી ભારતીય બને, સાચા નાગરિક બને અને કોઈના ભડકાવાથી ભડકે નહી તો બધુ જ શાંતિથી થશે. મંદિર બને કે મસ્જિદ, દેશનો દરેક નાગરિક રોજ ત્યાં જઈને પૂજા નથી કરવાનો કે નથી નમાજ પઢવાનો. મંદિર કે મસ્જિદ બની જવાથી કોઈનુ ઘર નથી ચાલવાનુ. તો પછી શુ કામ ઘર્મ જેને આપણે પવિત્ર કહીએ છીએ તેને આપણે હિંસા જેવા કૃત્યોથી અપવિત્ર કરીએ છીએ ? શુ પ્રજા આ વાતને ક્યારેય સમજી શકશે ખરી ?

શું તમે માતા બનવાનું વિચારી રહ્યા છો? દરરોજ આ 1 યોગ આસન કરો

વજન ઓછું કરવા માંગતા હોય તો જાણી લો, કયા લોટની રોટલીમાં કેટલી કેલરી હોય છે?

Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો

World Hunger Day: વિશ્વ ભૂખ દિવસ ઈતિહાસ, થીમ, મહત્વ અને તથ્યો

Gravy Recipe- એક જ ગ્રેવીથી તૈયાર કરી શકાય છે 20 થી 25 ડિશ જાણો કેવી રીતે બનાવીએ

અદભૂત નજારા સાથે થઈ અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગની શરૂઆત, ઓરીએ બતાવી સુંદર ઝલક

Pahle Bharat Ghumo- ભારતની માત્ર આ જગ્યાઓ ફરી લો, વિદેશ જવાની જરૂર નહી પડે

'બીવી નંબર 1'ના 25 વર્ષ પૂરા થતા જેકી ભગનાનીએ પત્ની રકુલ પર વરસાવ્યો પ્રેમ, વીડિયો શેર કરીને કહી આ વાત

ગુજરાતમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં દેવી-દેવતાઓની એક પણ મૂર્તિ નથી.. જાણો અહીં કોની પૂજા થાય છે?

કરણ જૌહરે ઘડક 2 નુ કર્યુ એલાન, સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો

Show comments