Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેલેન્ટાઈન ડે અને તમારા સંસ્મરણો

જનકસિંહ ઝાલા
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2010 (10:34 IST)
પ્રેમ... નાનકડુ એવું નામ જેને લેતા જ તન-મન રોમાંચિત થઈ ઉઠે છે.
ND
N.D
ભૂતકાળના સંસ્મરણો આંખોની સમક્ષ આવીને ઉભા રહી જાય છે. કહેવાય છે કે, જે લોકોને પ્રેમના બદલામાં પ્રેમ મળે તેઓનું જીવન ઈન્દ્રધનુષના સાત રંગોની જેમ ચળકી ઉઠે છે પરંતુ બધા લોકોના એવા નસીબ ક્યાંથી હોય.. પ્રેમનો એક રંગ કાળો પણ હોય છે. આ રંગ ત્યારે જ નજરે સામે આવે છે જ્યારે વ્યક્તિ પ્રેમમાં દગો અને વિશ્વાસઘાત પામે છે.


શું તમે પણ પ્રેમના નામ પર વિશ્વાસઘાત વેઠ્યો છે ? અથવા જાણતા-અજાણતા કોઈની લાગણીને ઠેસ પહોંચાડીને તેના શરીર સાથે રમત રમી છે ? શું આપને આપના ભૂતપૂર્વ પ્રેમ અથવા તો પ્રેમિકા સાથે કરેલા વિશ્વાસઘાતનો પસ્તાવો છે ? શું તમે તમારા ભૂતપૂર્વ પ્રેમી અને પ્રેમિકાને લઈને નારાજ છો અને તેને ઘણું બધુ સંભળાવવા ઈચ્છો જે તમે કદી પણ ન સંભળાવી શક્યાં.

' વેલેન્ટાઈન્ડ ડે સ્પેશ્યલ' માં વેબદુનિયા ગુજરાતીના માધ્યમ થકી અમે પ્રેમનું એક નવું રૂપ લઈને સામે આવી રહ્યાં છીએ. જેમાં લવ, સેક્સ અને વિશ્વાસઘાત છે. અહીં તમારા વિચારોને સ્થાન આપવામાં આવશે એટલા માટે આપ આપના અનુભવોને ખુલ્લા મોઢે મોકલો અને તેમને અમારી વેબસાઈટ પર પ્રકાશિત કરીશું.

અમે તેના માટે મુખ્યત્વે ત્રણ વિભાગો રાખ્યાં છે

1. પ્રીતના કરીએ કોઈ..દી...

આ વિભાગમાં એવા પ્રેમીઓના વિચારોને રજૂ કરવામાં આવશે જેમની સાથે તેમના ભૂતપૂર્વ સાથીએ દગો અને વિશ્વાસઘાત કર્યો છે. જેણે જીવનભર સાથે રહેવાનો વાયદો તો કર્યો પરંતુ અંતે સુખ-સુવિધાઓને જોઈને રસ્તો ફેરવી નાખ્યો જેણે આપની લાગણીઓને ઠેસ પહોંચાડી.

2. મારી એ અજાણી ભૂલ....

બની શકે કે, તમે જાણતા-અજાણતા કોઈનું દિલ દુખવ્યું હોય જેનો તમને હજુ સુધી વસવસો હોય.. ખેર હવે એ સમય તો ચાલ્યો ગયો છે છતાં પણ તમે તે વ્યક્તિ પાસેથી તમારી ભૂતકાળની એ ભૂલ બદલ માફી માંગવા ઈચ્છો છો. 'મારી એ અજાણ ભૂલ' નામની કોલમમાં તમે તમારા ભૂતપૂર્વ પ્રેમી અથવા પ્રેમિકાની માફી માંગી શકો છો ? તો ઉઠાવો કલમ અને થઈ જાવ એ અજાણ ભૂલની માફી માંગવા માટે તૈયાર

મિત્રો અમે આપના માટે એક અન્ય વિભાગ પણ લઈને આવી રહ્યાં છીએ જેનું નામ છે ' તારા પ્રેમના એ મધુર સ્મરણો'' અહીં એવી પ્રેમકથાઓને સ્થાન આપવામાં આવશે જે સફળ તો ન થઈ શકી પરંતુ એ પ્રેમે આપને જીવન જીવવાની એક નવી દિશા આપી. જેણે તમને કંઈક શિખવાડ્યું. મજબૂરીના કારણે જીવનભર સાથ ન આપી શકનારા તમારા એ ભૂતપૂર્વ પ્રેમી અને પ્રેમિકાને અને તેની સાથે જોડાયેલી યાદોને તમે આ કોલમ મારફત યાદ કરી શકો છો.

અહીં એવી પ્રેમકથાઓને પણ સ્થાન આપવામાં આવશે જે સફળ થઈ છે અર્થાત જેઓને તમે પ્રેમ કર્યો એ જ વ્યક્તિ તમને પતિ અથવા પત્નીના રૂપમાં મળી. જેના માટે આપ પરમ પિતા પરમાત્મા અને નસીબને જવાબદાર ઠેરવો છો. આપ અહી આપના જીવનસાથી જોડાયેલા મધુર અને હાસ્યાસ્પદ પ્રસંગોનો પણ અહીં ઉલ્લેખ કરી શકો છો.

મિત્રો તો વિચારો છો શા માટે, ઉઠાવો કલમ અને લખો આપના મનની વાત અને થઈ જાવો ભૂતકાળના એ સારા અને નરસા અનુભવોથી તદ્દન હળવાફૂલ.

નોંધ : આપ આપના અનુભવો શુદ્ધ ગુજરાતી ભાષામાં તારીખ 13 ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપશો. આપ આપનો ફોટોગ્રાફ પણ મોકલી શકો છો. 13 તારીખ બાદ આવનારી કોઈ પણ પોસ્ટનો સ્વીકાર કરવામાં આવશે નહીં. જો આપ ઈચ્છતા હોય કે, આપનું નામ પ્રકાશિત ન થાય તો અમે આપનું નામ ખાનગી રાખીશું.

ઈમેલ મોકલવાનું સરનામું : editors.webdunia@webdunia.net

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે