Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય મુસલમાનો પર રાહુલે 'Made in ISI' નો થપ્પો લગાવ્યો - બીજેપી

Webdunia
શુક્રવાર, 25 ઑક્ટોબર 2013 (13:00 IST)
P.R

મુજફ્ફરનગર રમખાણોને લઈને ઈન્દોરમાં રાહુલ ગાંધીના નિવેદંપર બીજેપીએ જોરદાર હુમલો કર્યો છે. બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ તેમના પર ધર્મનિરપેક્ષતાના નામ પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ ભારતીય મુસલમાનો પર Made in ISI નો થપ્પો લગાવ્યો છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કર્યુ, 'છેલ્લા 9 વર્ષોથી કોંગ્રેસે ભારતીય મુસલમાનોની દાઢી અને ટોપી પર ' made in al-Qaeda' નો થપ્પો લગાવ્યો હતો, આ પરંપરાને ચાલુ રાખતા રાહુલ બાબાએ ' made in ISI' નો થપ્પો લગાવી દીધો. શુ સેકુલર ભાવના છે.'

શુ હતુ રાહુલ ગાંધીનુ વિવાદિત નિવેદન

રાહુલે ગુરૂવારે ઈન્દોરમાં હતા પણ તેમને યાદ આવ્યુ મુજફ્ફરનગર. રાહુલે કહ્યુ કે ગુપ્ત વિભાગના ઓફિસરે તેમને જણાવ્યુ કે આઈએસઆઈ મુજફ્ફરનગરના કોમી રમખાણો પીડિતોને ભડકાવવાના પ્રયત્નમાં છે.

રાહુલે કહ્યુ કે પાકિસ્તાની એજંસી મુજફ્ફરનગરના તોફાન પીડિત યુવકો સાથે સંપર્કમાં હતી, રાહુલે કહ્યુ કે આઈએસઆઈના ઓફિસર પીડિતો સાથે વાત કરી તેમને ભડકાવવાનો પ્રયત્ન કરે છે. તેમણે કહ્યુ, 'મે પોતે 15-20 યુવકો સાથે વાત કરી છે.'

રાહુલે મુજફ્ફરનગર તોફાનો પાછળ બીજેપીનો હાથ બતાવતા કહ્ય, 'મુજફ્ફરનગરમાં લડાઈ કરાવવામાં આવી, બીજેપીએ મુજફ્ફરનગરમાં ઝગડો કરાવ્યો હતો.'

યૂપી બીજેપીએ સીબીઆઈ તપાસની માંગ કરી

બીજી બાજુ યુપી બીજેપીના અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીએ આ નિવેદન પર સીબીઆઈ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં ગુપ્ત વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મળવાની વાત કરી. હુ જાણવા માંગુ છુ કે કયા અધિકારથી આઈબી અધિકારીએ રાહુલ ગાંધીને આ ગુપ્ત માહિતી આપી છે. માહિતી મળી તો રાહુલે તેને સાર્વજનિક કેમ કરી ? ફક્ત વોટ મેળવવા માટે ? હુ સીબીઆઈ તપાસની માંગ કરુ છુ.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments