Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના સંયમને નબળાઈ ન સમજો - નિરુપમા રાવ

Webdunia
N.D
ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે સંયમને નબળાઈ ન સમજો. વર્તમાન પરિસ્થિતિમાં પાકની સાથે સમય વાર્તા શરૂ કરવી મુશ્કેલ છે, કારણ કે ભારતમાં હવે આ એક સામાન્ય ધારણા છે કે અમે લાંબા સમય સુધી સહન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આ ચિંતાઓને એક તરફ મુકીને આગળ નથી વધી શકાતુ. ભારતે જમાત-ઉદ-દાવા ચીફ હાફિજ સઈદ સહિત મુંબઈ હુમલાના અન્ય દોષીઓ વિરુધ્ધ પાકની કાર્યવાહી ન કરવા પર પણ ચિંતા બતાવી છે

વોશિંગટનમાં આવેલ 'થિંક ટ્રેક વિડ્રો વિલ્સન' સેંટરમાં એક પાકિસ્તાની નાગરિકના પ્રશ્નના જવાબમાં વિદેશ સચિવ નિરુપમા રાવે આ વાતો કરી. તેમણે કહ્યુ 'મહેરબાની કરીને આ વાતને સમજવાનો પ્રયત્ન કરો કે પાકમાં કેટલાક એવા સંગઠન છે જે હિંસાના એજંડા પર સતત આગળ વધી રહ્યા છે. તેમણે પૂછવામાં આવ્યુ હતુ કે છેવટે ભારત સમય વાર્તાને ફરી શરૂ કરવા માટે સતત ના કેમ પાડી રહ્યુ છે. જ્યારે કે પાક પોતે પણ એક આતંકવાદ પીડિત દેશ છે. રાવે કહ્યુ - હુ હાફિઝ સઈદ, જમાત-ઉદ-દાવા કે લશ્કરનું નામ નથી લેવા માંગતી. પરંતુ અમે અનુભવ કરી રહ્યા છે કે તે પાકમાં ખુલ્લા ફરી રહ્યા છે. મીડિયા અને ચેનલો દ્વારા પોતાના એજંડાનો પ્રચાર કરી રહ્યા છે. તેનાથી અમારા પર અસર પડે છે. અમારા લોકો આને લઈને ચિંતિત છે. વિદેશી સચિવે જો કે સ્પષ્ટ કર્યુ છે કે ભારતની પાક વિરુધ્ધ કોઈ આક્રમક યોજના નથી, પરંતુ તેણે પોતાની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવુ પડશે.

તેમણે કહ્યુ કે પાકની સાથે વાર્તાના દરવાજા ક્યારેય બંધ કરવામા નથી આવ્યા. ભારતે પાક પર થયેલ આતંકી હુમલાની હંમેશા નિંદા કરી છે. રાવે પોતાના સંબોધનમાં કહ્યુ કે - 'આજે પાક આતંકવાદ પર નિયંત્રણનો દાવો કરવાની સ્થિતિમાં નથી. આવામા કેટલાય આતંકવાદી હુમલાથી પ્રભાવિત ભારતીયો પાસે આ આશા કેવી રીતે કરી શકાય કે તે પાક સાથે સમય વાર્તા ફરી શરૂ કરવાનુ સમર્થન કરે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

Show comments