Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્‍હી - પચીસ વર્ષની મોડેલે આત્‍મહત્‍યા કરી

Webdunia
સોમવાર, 28 માર્ચ 2016 (11:37 IST)
દિલ્‍હી સ્‍થિત પબના માલિકને પરણેલી પચીસ વર્ષની મોડેલે દક્ષિણ દિલ્‍હીની ડિફેન્‍સ કોલોની સ્‍થિત તેનાં નિવાસસ્‍થાનમાં આત્‍મહત્‍યા કરી લીધી હોવાનું પોલીસે રવિવારે કહ્યું હતું.   ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ કંપનીની માલિક પ્રિયંકાનો મૃતદેહ શનિવારે તેનાં નિવાસસ્‍થાનેથી મળી આવ્‍યો હતો. સીલિંગ ફેન પર લટકીને તેણે આત્‍મહત્‍યા કરી લીધી હતી.  આત્‍મહત્‍યા કરતાં અગાઉ તેણે બે પાનાનો પત્ર લખ્‍યો હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. 

પ્રિયંકાનો પતિ તેને હેરાન કરતો હતો અને એમ કરીને તેણે દહેજ તરીકે મોટી રકમ પડાવી લીધી હોવાનો પ્રિયંકાનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.    દિલ્‍હીની અમુક જાણીતી નાઇટક્‍લબ અને પબમાં ભાગીદારી ધરાવતા ૩૮ વર્ષના નીતિન ચાવલા સાથે પ્રિયંકાએ આ વર્ષની ત્રણ જાન્‍યુઆરીએ લગ્ન કર્યા હતા. ચાવલાના આ બીજા લગ્ન હોવાનું પોલીસે કહ્યું હતું.  હોળી અગાઉના દિવસોથી જ પ્રિયંકાએ તેની માતાનાં ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું હોવાને કારણે તેની માતા તેને મળવાં તેનાં ઘરે આવી હતી, એમ તેમણે કહ્યું હતું.  નિવાસસ્‍થાનમાંથી મળી આવેલા પ્રિંયકાનાં હાથે લખેલા બે પાનાનાં પત્રમાંની વિગતો પણ આક્ષેપોને સમર્થન આપે છે, એમ તેમણે કહ્યું હતું.

   પ્રિયંકાનાં સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલુહિંસા તેમ જ દહેજને કારણે મૃત્‍યુનો આક્ષેપ કરતો કેસ નોંધવામાં આવ્‍યો હતો જેને પગલે ચાવલાની ધરપકડ કરવામાં આવી હતી, એમ ડીસીપી પ્રેમનાથે કહ્યું હતું.

  ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પ્રિયંકાએ મોત માટે તેના પતિ અને સાસુને જવાબઠાર ઠેરવ્યા છે. સુસાઇડ નોટ પ્રમાણે, મૃતક પ્રિયંકાનો પતિ  નિતિન ચાવલા તેની સાથે મારપીટ કરતો હતો. નિતિન ચાવલા અને પ્રિયંકાએ 25 એપ્રિલ 2015ના રોજ લગ્ન કર્યા હતા. નિતિનથી પ્રિયંકા સાથે બીજા લગ્ન હતા. પ્રથમ પત્ની સાથે નિતિનના ડિવોર્સ થઇ ગયા હતા. નિતિન સ્ટીલનો બિઝનેસ કરે છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments