Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં સત્તાનો પેચ ફસાયો, શુ ફરીથી ચૂંટણી થશે ?

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2013 (12:19 IST)
P.R

ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ચુક્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપીની સરકાર બનવા જઈ રહી છે. પણ દિલ્હીમાં પેચ ફસાય ગયો છે. અહી બીજેપીને 32 સીટો પર જીત મળી છે તો આમ આદમી પાર્ટીને 28 સીટો પર સફળતા મળી છે.

આપે કોઈનુ સમર્થન લેવા અને આપવાનો સ્પષ્ટ ઈંકાર કરી રહી છે. બીજી બાજુ બીજેપીના સીએમ ઉમેદવાર ડો. હર્ષવર્ઘને પણ કહી દીધુ છે કે તેઓ વિપક્ષમાં બેસવુ પસંદ કરશે, પણ સરકાર બનાવવા માટે જોડ તોડ નહી કરે. આવામાં હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શુ દિલ્હીમાં ફરીથી ચૂંટણી થશે. કેવી રીતે દિલ્હીના રાજકારણીય ગણિતમાં ગડબડ થઈ ગઈ. હવે આગળ શુ થશે, શુ રાષ્ટ્રપતિ શાસન લાગશે, શુ બીજી વાર ચૂંટણી થશે. ટૂંકમાં આ મુદ્દો ખૂબ જ પેચીદો છે.

દિલ્હીનુ રાજકારણીય ગણિત હાલ તો ચરમ પર છે. રાજધાનીની દરેક વ્યક્તિ એક જ પ્રશ્ન કરી રહી છે. દિલ્હીમાં કેવી રીતે બનશે સરકાર, દિલ્હીમાં કોણી સરકાર બનશે. શુ દિલ્હીમાં ફરીથી ચૂંટણી થશે કે પછી દિલ્હીમાં ગઠબંધન સરકાર બનશે.

ચૂંટણી પરિણામો પર નજર

દિલ્હી વિધાનસભાની 70 સીટોમાંથી બીજેપીને 32 સીટો પર જીત મળી છે. આમ આદમી પાર્ટીએ 28 સીટો પર જીત નોંધાવી છે. કોંગ્રેસ બે આંકડાની ફિગર સુધી પણ પહોંચી ન શકી. અને 8 સીટો પર જ સમેટાઈ ગઈ. અન્યના ખાતામાં 2 સીટો ગઈ છે. મતલબ કોઈપણ પાર્ટીની પાસે બહુમત નથી.

શુ છે આંકડા

દિલ્હીમાં 70 વિઘાનસભા સીટો છે અને બહુમતનો આંકડો 36 છે. બીજેપીની પાસે 32 સીટો છે, મતલબ સરકાર બનાવવા માટે 4 સીટોની જરૂર છે. જો અન્યના ભાગે આવેલ બે સીટોને મેળવી લેવામાં આવે તો બીજેપીની પાસે 34 સીટો જ હશે. ઉલ્લેખનીય છે કે 2 અન્યને મળીને પણ બીજેપી સરકાર નહી બનાવી શકે.

2 અન્યમાં પણ એક સીટ જેડીયૂની છે અને એક સીટ નિર્દળીયની. હાલ જેડીયૂ જે રીતે બીજેપીથી અંતર બનાવીને ચાલી રહી છે, તેમા આવુ થતુ નથી દેખાય રહ્યુ. એક વિપક્ષ ઉમેદવારે એવો સંકેત જરૂર આપ્યો છે કે બીજેપી તે બીજેપી સાથે હાથ મેળવી શકે છે મુંડકાથી વિપક્ષ સાંસદ રામવીર શૌકીનનુ કહેવુ છે કે જો નરેન્દ્ર મોદી મને કહે તો હુ બીજેપી સાથે વાત કરવા તૈયાર છુ. હુ મોદીનો મોટો સમર્થક છુ. જો મોદી મને દિલ્હીના ઉપ પ્રધાનમંત્રી પદની રજૂઆત કરે તો હુ બીજેપીમાં જોડાય જઈશ.

જો બીજેપીને રામવીરનુ સમર્થન મળી જાય તો પણ તે આંકડો બહુમત સુધી નથી પહોંચતો. આપને સરકાર બનાવવા માટે 8 સીટોની જરૂર પડશે. જે ક્યાયથી પણ શક્ય નથી. રાજનીતિક પંડિત એક એવુ ગણિત લગાવી રહ્યા છે કે જો બીજેપી અને આમ આદમી પાર્ટી હાથ મેળવી લે તો દિલ્હીમાં સરકાર બની શકે છે. પણ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ ન તો કોઈનુ સમર્થન લેશે કે ન તો કોઈને સમર્થન આપશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments