Webdunia - Bharat's app for daily news and videos

Install App

જખૌ ક્ષેત્રમાંથી 18 ભારતીય માછીમારો પકડાયા

ભાષા
મંગળવાર, 15 ડિસેમ્બર 2009 (11:31 IST)
પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજેંસી (પીએમએસએ) એ કચ્છ જિલ્લાના પશ્ચિમી કિનારે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમાથી 18 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. એજેંસીએ ચાર નૌકાઓ પણ જપ્ત કરી છે. આ માહિતી આજે નેશનલ ફિશવર્કર્સ ફોરમ (એનએફએફ)એ આપી છે.

એનએફએફના ગુજરાત સચિવ મનીષ લોધારીએ જણાવ્યું કે, પીએમએસએએ કાલે આઈએમબી પાસે જખૌ ક્ષેત્રથી 18 ભારતીય માછીમારોની ધરપકડ કરી અને તેની ચાર નૌકાઓ પણ જપ્ત કરી લીધી. આ ક્ષેત્રમાં આ માછીમારો માછલી પકડવા માટ ે ગયાં હતાં.

તેમણે કહ્યું કે, અમન ે કરાચીમાં અમારા સમકક્ષો તરફથી આ માહિતી મળી. કરાચીમાં ધરપક ડ કરવામાં આવેલા આવેલા માછીમારો પર કેસ ચલાવવામાં આવશે.

એનએફએફ અધ્યક્ષ હીરાલાલ શિયાલ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષોથી 610 માછીમારો અગાઉથી જ પાકિસ્તાનની અટકાયતમાં છે અને 18 અન્ય માછીમારોની ધરપકડથી તેમની સંખ્યા 628 થઈ ગઈ છે. શિયાલે જણાવ્યું કે, પીએમએસએએ અત્યાર સુધી 433 નૌકા ઓ પણ જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ માસની શરૂઆતમાં પણ પીએમએસએ આ વિસ્તારમાંથ ી 16 ભારતી ય માછીમારોન ી ધરપક ડ કરીન ે તેમન ી ત્ર ણ નૌકા ઓ જપ્ ત કર ી હત ી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહીને ગુજરાત સરકારે પીએમએસએ તરફથી જપ્ત કરવામાં આવેલી તમામ ભારતીય નૌકાઓના માલિકો માટે એક અધિસૂચના જારી કરી હતી. આ અધિસૂચના દ્વારા સુરક્ષા કારણોનો હવાલો આપતા પાકિસ્તાની કબ્જાવાળી નૌકાઓની નોંધણી રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments