Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસ.ટી.નિગમનાં કર્મચારીઓની સમસ્યાઓ સરકાર સાંભળતી નથી

Webdunia
શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (16:17 IST)
એસ.ટી.નિગમ દ્વારા મુસફારોને અપાતી ટીકીટ માટે ૩૦ હજાર જેટલા ટીવીએમ (ટીકીટ વેન્‍ડીંગ મશીન) કાઢવા  ખરીદ કરવામાં આવ્‍યા હતાં જેમાં મોટાભાગના મશીનો બંધ હાતલમાં છે. અને આ મશીનોનો ગેરેન્‍ટી પીરીયડ પુરો થઇ ગયો હોય આ મશીનો ચાલતા ન હોય કંડકટરોને ના છુટકે દંડ ભોગવવો પડી રહયો છે. સાથો સાથ ફીકસ પગારવાળા હજારો કર્મચારીઓને નિગમ દ્વારા હજુ સુધી કોઇપણ જાતના એલાઉન્‍સ આપવામાં આવતા નથી તેવી ફરીયાદ કર્મચારીઓમાં ઉઠવા પામી છે.

   એસ.ટી.નિગમ દ્વારા આજથી ચાર વર્ષ પહેલા મુસાફરોને મેન્‍યુઅલી ટીકીટ આપવામાં આવતી હતી તેની જગ્‍યાએ ૩૦ હજાર જેટલા ટીવીએમ મશીન ખરીદ કરી અને તેના દ્વારા  ટીકીટ આપવામાં આવી રહી છે. મોટાભાગના મશીનો બગડી ગયા હોય કંડકટરને ટીકીટ કાઢવા માટે ખુબજ મુશ્‍કેલી પડી રહી છે. જેના કારણે અનેક કંડકટરોને મશીનની કીંમત કરતા દંડ વધારે ભરવો પડયો હોવાના દાખલા બન્‍યા છે.

   આ ઉપરાંત કંડકટર, ડ્રાઇવર, ચેકીંગ સ્‍ટાફ, વર્કશોપ, વોચમેન સહીતના આશરે ૩૫ હજારથી વધુ કર્મચારીઓને છેલ્લા સાત વર્ષ થયા કોઇપણ પ્રકારનો ડ્રેસ આપવામાં આવ્‍યા નથી અને અવાર નવાર કર્મચારીઓ ડ્રેસ પહેરતા ન હોય અધીકારીઓ દ્વારા કેસો કરવામાં આવી રહયા છે. જયારે ફીકસ પગાર વાળા આશરે ૭ થી ૮ હજાર જેટલા કર્મચારીઓને કીલોમીટર દીઠ ચુકવાતા નાણા, નાઇટ એલાઉન્‍સ, મેડીકલ બીલ ચુકવવામાં આવતુ નથી આમ એસ.ટી.નિગમ દ્વારા ફીકસ પગાર વાળા સાતથી આઠ હજાર જેટલા કર્મચારીઓને હળાહળ અન્‍યાય કરવામાં આવી રહયો છે.

   ફીકસ પગાર વાળા કર્ર્મચારીઓને ૫૩૦૦ રૂપિયા પગાર આપવામાં આવે છે. તે વધારવા માટે તા.૧-૧૦-૧૪ થી ૭૮૦૦ રૂ.જેવો વધારો કરવા માટે રાજય સરકારની મંજુરી માટે મોકલવામાં આવેલ દરખાસ્‍તને સરકારે મંજુરી આપી દીધેલ હોવા છતા પણ આજ દિન સુધી નિગમ દ્વારા કોઇપણ જાતનો અમલ કરવામાં આવ્‍યો નથી. જયારે એસ.ટી.નિગમમાં ફરજ બજાવતા પાર્ટ ટાઇમ કર્મચારીઓને મળવા પાત્ર એકસ ગ્રેસીયા બોનસની રકમ વર્ષ ૨૦૦૪-૫ થી બંધ કરી દીધેલ છે તે લેબર સેટલમેન્‍ટની જોગવાઇ અનુસાર એરીયર્સ સાથે એકસ ગ્રેસીયાની બોનસની રકમ ચુકવી આપવી જોઇએ. તેમજ પી.એફ.ના પેન્‍શનના કેસોનો નિકાલ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી પી.એફ.ટ્રસ્‍ટી બોર્ડની મીટીંગ બોલાવવામાં આવેલ નથી. તેમજ છેલ્લા ૪ વર્ષથી પી.એફ.ની સ્‍લીપો સંબધીત કર્મચારીઓને આપવામાં આવેલ નથી. તેમજ નિવૃત થયેલ કર્મચારીઓના પેન્‍શનના કલેઇમો મધ્‍યસ્‍થ કચેરી નરોડા અને પ્રાદેશીક પ્રોવીડન્‍ડ ફંડની કચેરી ખાતે પડતર છે. જેના કારણે નિવૃત થનાર કર્મચારીઓને સમય મર્યાદામાં પેન્‍શન મળવુ જોઇએ તે મળતુ નથી.

   આ ઉપરાંત નિગમ દ્વારા પેન્‍શન પેટે ચુકવવા પાત્ર નિયમ સમયમાં સરકારમાં રકમ જમા ન કરાવવાના કારણે નિવૃત કર્મચારીઓના પેન્‍શન કેસોમાં વિક્ષેપ ઉભો થાય છે. અને સમયસર પેન્‍શનનો ફાળો જમા ન કરાવવાના કારણે ૨.૮૦ લાખ પેન્‍લટીની નોટીસ એસ.ટી.નિગમને મળેલ છે. અને આ પેન્‍લટી ઉપર એસ.ટી.નિગમને વ્‍યાજ પણ ચુકવવુ પડી રહયું છે. તેમજ ગુજરાત સરકારના ધોરણે દર વર્ષે એસ.ટી.નિગમના કર્મચારીઓને બોનસ મળવા પાત્ર હોવા છતા છેલ્લા ૯ -૧૦ વર્ષથી નિગમ દ્વારા મળવાપાત્ર બોનસ ચુકવવામાં આવતુ નથી. તથા નિગમમાં ફરજ બજાવતા પાર્ટ ટાઇમ કામદારોને નિમણુંકની તારીખથી જેટલા કલાક માટે ભરતી થાય છે તેટલા જ કલાક માટે પોતાની ફરજો બજાવી રહયા છે. તેમના કામના કલાકોમાં વધારો કરવા માટે વર્ષો જુની માંગણીઓ સ્‍વીકારવામાં આવતી નથી. આમ એસ.ટી.નિગમ અધીકારીઓ દ્વારા કર્મચારીઓને હળાહળ અન્‍યાય કરવામાં આવી રહયો છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments