Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્સાહી મહીલા નેતા ઈન્દિરાને શ્રદ્ધાંજલિ..

વેબ દુનિયા
બુધવાર, 19 નવેમ્બર 2008 (10:59 IST)
ભારતની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી દિવંગત ઈન્દિરા ગાંધી પોતાના સચોટ અને દમદાર નિર્ણયથી ઓળખાય છે. બાંગ્લાદેશના નિર્માણમાં અને ભારતને પરમાણું સમ્પન્ન દેશ કરવામાં ઈન્દિરાજીની મહત્વની ભૂમિકા રહેલી હતી.

19 નવેમ્બર 1917માં જન્મેલી ઈન્દિરાજીએ તેમના પિતા પંડિત જવાહરલાલ નેહરૂ સાથે મળીને ભારતની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે તેમની ઉમરના મિત્રોની એક વાનર સેના રચી હતી.

આ વાનર સેના ઠેર ઠેર અંગ્રેજો વિરૂદ્ધ પોસ્ટરો લઈને નારેબાજી કરતા હતાં. તથા જંડા અને બેનરો લઈને આઝાદીના લડવૈયાઓમાં જોમ ભરવાનું કાર્ય કરતા હતાં.તેમણે 1941 માં ઓક્સફોર્ડ માંથી ભણતર પૂરુ કરી સ્વદેશ પાછા ફરી આઝાદીની લડતમાં જોડાઈ ગયા હતાં.

સપ્ટેમ્બર 1943માં અંગ્રેજ પોલીસે તેમને કોઈપણ ગુના વગર ગિરફ્તાર કર્યા હતાં. 243 દિવસ જેલમાં રાખ્યા બાદ 13 મે 1943ના રોજ તેમણે છોડવામાં આવ્યા હતાં. ઈન્દિરાજીને 1959 અને 1960 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. 1964માં તેમને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા.

તે સમયના પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં તેમને સૂચના અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા હતાં. મોરારજી દેસાઈને 1966માં હરાવીને ઈન્દિરા ગાંધી દેશની પાંચમી અને પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા.

પાકિસ્તા ન સાથેના 1971માં થયેલા સંગ્રામમાં તેમણે બાંગ્લાદે શ નામનો અલગ દેશ ગઠીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી ઈન્દિરા ગાંધી દૃઢ ઈરાદાવાળી મહીલા નેતાના રૂપે ઓળખાવા લાગ્યા, અટલબિહારી વાજપેઈએ તેમને દૂર્ગ ાનું ઉપનામ આપ્યુ.

અમેરિકા જેવા દેશની ચિંતા કર્યા વગર ગાંધીએ 1974માં પોખરણ પરમાણુ વિસ્ફો ટ કરી ચીનની સેનાને લલકારી હતી.

1977 માં કટોક્ટી લાદવા બદલ ચંટણીમાં હાર મળી હતી, ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી તેમને વિપક્ષમાં રહેવું પડ્યુ હતું.

વરિષ્ઠ પત્રકાર કુલદિપ નાયરનું કહેવું છે કે ઈન્દિરા ગાંધી ભારતમાં મોટા પાયે આતંકવાદ ભડકવાનો અંદાજ ન લગાવી શકી. તેમણે કહ્યુ કે અજાણતા તેમણે એક એવા સમય પ્રક્રિયાની શરૂઆત કરી દીધી જ્યારે તેમની પાર્ટીએ ભિંડરાવાલા જેવા માણસને અકાલિયો સામે ઉભો કર્યો હતો.

ઈન્દિરા ગાંધી જેવી સક્ષમ મહિલા નેતા ભારતીય ઇતિહાસમાં હજી સુધી કોઈ આવ્યુ નથી, અને કદાચ આવા ભ્રષ્ઠ રાજકારણમાં આવી મહીલાનું આગમન થવું આવકાર્ય છે પણ તે મૂશ્કેલ છે. આવી હસ્તીને હ્રદયથી શ્રદ્ધાંજલિ.........

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments