Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગંગાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ જમુનાના પુત્રનો બાપ છે નારાયણ સાંઈ

Webdunia
મંગળવાર, 12 નવેમ્બર 2013 (12:24 IST)
P.R
સૂરતની કે યુવતીના યૌન શોષણના આરોપી નારાયણ સાંઈની ખાસ સેવિકા ગંગાએ એક ચોંકાવનારી ચોખવટ ક્રી છે. પોલીસ પૂછપરછમાં ગંગાએ જણાવ્યુ છે કે આશ્રમની બીજી સેવિકા જમુનાના પુત્રના પિતા નારાયણ સાંઈ જ છે. જમુનાને ગંગા પોતાની બહેન તરીકે ઓળખાવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કથાવાચક આસારામના પુત્ર નારાયણ સાંઈ અત્યાર સુધી ગુજરાત પોલીસની પકડથી બહાર છે, પણ તેમની ખાસ સેવિકા ગંગા અને તેના પતિને પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. ગંગા આ સમયે સૂરત પોલીસની કસ્ટડીમાં 7 દિવસંની રિમાંડ પર છે.

સૂરતના પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાનુ કહેવુ છે કે ગંગાના દાવાની તપાસ કરવામાં આવશે. અસ્થાનાએ જણાવ્યા મુજબ ગંગાની હજુ પણ પોલીસ પૂછપરછ ચાલી રહી છે. હાલ પોલીસ ગંગા પાસેથી નારાયણ સાંઈ વિશે વધુમાં વધુ જાણવાની કોશિશ કરી રહી છે.

ગંગા વિશે એવુ પણ જાણ થઈ છે કે નારાયણ સાંઈ સાથે જોડાતા પહેલા તે પોતાના પતિ સાથે મળીને કોલગર્લનુ નેટવર્ક પણ ચલાવતી હતી. નારાયણ સાંઈના સંપર્કમાં આવ્યા બાદ ગંગા આશ્રમમાં નારાયણ સાંઈને પણ યુવતીઓ સપ્લાય કરતી હતી. જો કે નારાયણ સાંઈને માટે તે મોટેભાગે આશ્રમની યુવતીઓને જ પોતાની વાતોમાં ફસાવતી હતી.


ગંગા છેલ્લા કેટલાક વર્ષથી નારાયણ સાંઈ સાથે નિકટતાથી જોડાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગંગાનુ અસલી નામ શર્મિષ્ઠા છે. અને તે વડોદરાની રહેનારી છે. જમુનાના પુત્રના પિતા નારાયણ સાંઈને બતાવનારી ગંગા સાંઈની મુખ્ય સેવિકામાંથી એક છે. ગંગાએ પોલીસ સમક્ષ એવુ પણ નિવેદન આપ્યુ કે સાંઈ તેને પણ પોતાની હવસનો શિકાર બનાવી ચુક્યો છે.

જો કે ગંગાએ એ સમયે પોલીસને આ વાત નહોતી બતાવી કે નારાયણ સાંઈ બીજી કંઈ કંઈ સેવિકાઓ સાથે સંબંધ બનાવી ચુક્યો છે. પણ સોમવારે ગંગાએ પોલીસ પૂછપરછમાં બતાવ્યુ કે તેની સાથે ઉપરાંત નારાયણ સાંઈ જમુના સાથે પણ અનેકવાર શારીરિક સંબંધ બનાવી ચુક્યો હતો. તેનુ જ પરિણામ એ આવ્યુ કે જમુના પ્રેગ્નેંટ થઈ ગઈ અને તેના પુત્રનો જન્મ થયો.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ