Biodata Maker

Love tips- છોકરા-છોકરી એકબીજામાં શું જોઇને પ્રેમ કે લગ્ન કરે છે?

Webdunia
મંગળવાર, 30 મે 2017 (18:46 IST)
આપણને સહેજે એમ  થાય કે આ કેમેસ્ટ્રી વળી શું છે? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે કોઈ બે જણ વચ્ચે સરસ તાલમેલ  હોય, એકપણ શબ્દ બોલ્યા વિના તેઓ એકબીજાના મનની વાત સમજી જતા હોય, એકના દિલોદિમાગમાં ચાલતી વાત બીજી વ્યક્તિ પળભરમાં પારખી લેતી હોય તેને કેમેસ્ટ્રી કહેવામાં આવે છે

જો કોઈ  પ્રેમી યુગલ, પતિ-પત્ની, ડાન્સ પાર્ટનર, વર્ક-પાર્ટનરને એકમેક સાથે સારું બનતું હોય તો એમ કહેવામાં આવે છે કે  તેમની કેમેસ્ટ્રી સરસ મળે છે.  આપણને સહેજે એમ  થાય કે આ કેમેસ્ટ્રી વળી શું છે? આના જવાબમાં નિષ્ણાતોે કહે છે કે કોઈ બે જણ વચ્ચે સરસ તાલમેલ  હોય,  એકપણ શબ્દ બોલ્યા વિના તેઓ એકબીજાના મનની વાત સમજી જતા હોય, એકના દિલોદિમાગમાં  ચાલતી વાત બીજી વ્યક્તિ પળભરમાં  પારખી લેતી હોય તેને કેમેસ્ટ્રી કહેવામાં આવે છે. અને જો જીવનસાથીઓની કેમેસ્ટ્રી મેચ કરતી હોય  તો તેમનું જીવન ધન્ય થઈ જાય છે. હા, પ્રત્યેક યુગલ વચ્ચે તકરાર પણ અચૂક થાય છે. આમ છતાં તેમનો પ્રેમ અકબંધ રહે છે. તેમના સંબંધોમાં  ખટાશ નથી આવતી પણ તે ખટમધુરા બની રહે છે. નિષ્ણાતો વધુમાં કહે છે કે સંસારની ગાડી પાટા  પરથી  ઉતરી ન જાય એટલા માટે પતિ-પત્નીની કેમેસ્ટ્રી મેચ થાય તે જરૃરી છે.  ખાસ કરીને વિવાહના થોડાં વર્ષ પછી.

આનું કારણ જણાવતાં તેઓ કહે છે કે નવપરિણીત યુગલો એકમેક પ્રત્યે સતત ખેંચાણ અનુભવે તે સ્વાભાવિક છે.  પણ થોડાં વર્ષ પછી પ્રેમનું સૃથાન  જવાબદારીઓ લઈ લે છે. પતિ-પત્ની એકબીજાને પૂરતો સમય નથી ફાળવી શકતા. આમ છતાં તેઓ એકમેકની વાત સમજી શકે એટલા માટે પણ તેમની  વચ્ચે કેમેસ્ટ્રી હોવી જરૃરી છે.

યુગલ ચાહે તો થોડાં સજાગ પ્રયાસો કરીને બંને વચ્ચે કેમેસ્ટ્રી બનાવી શકે છે. આ એક એવું અનુસંધાન  છે જે તેમને જોડી રાખે છે. યુગલો એ  આ સેતૂ બનાવવા કેવા પ્રયત્નો કરવા જોઈએ તેની માહિતી આપતાં નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલાં તો તમારે માત્ર પોતાના વિશે વિચારવાનું  છોડીને  બંને વિશે વિચારવાની ટેવ પાડવી પડશે. બલ્કે એમ કહી શકાય કે સામી વ્યક્તિ માટે હૃદયપૂર્વક વિચારવાની આદત પાડવી પડશે. કાંઈ પણ કરવાથી પહેલાં જો એવો વિચાર આવે કે 'મારા જીવનસાથીને તેનાથી કાંઈ તકલીફ તો નહીં થાય ને?' તેમાં તેને કેટલો આનંદ આવશે.' તો સમજી જાઓ કે તમારી કેમેસ્ટ્રી મેચ થઈ રહી છે. પણ જો તમે માત્ર તમને ગમે એવું જ કરતાં રહેશો તો તમારી વચ્ચે ક્યારેય તાલમેલ નહીં બેસે.

જો કોઈ પત્ની સતત તેના પતિ પર શંકા કરતી રહે, તેના ઉપર વિશ્વાસ ન રાખે, તેના વર્તન પર ચાંપતી નજર રાખે તો માની લો કે તેમની કેમેસ્ટ્રી મેળ નથી ખાતી. અલબત્ત, આ વાત પતિને પણ એકસમાન રીતે લાગુ પાડે છે.

દંપતીના સંબંધોની  સૌથી મોટી પરીક્ષા છે એકમેકના મનની વાત સમજી જવી અને પરસ્પર કોઈ  અપેક્ષા ન રાખવી. જો તમે તમારા જીવનસાથી પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતાં, આમ છતાં તમે ખુશ છો તો સમજી જાઓ કે તમારી બધી આશાઓ વગર જણાવ્યે પૂરી થઈ રહી છે. સામી વ્યક્તિ તમારી આશાઓ-આકાંક્ષાઓ આપોઆપ સમજી ગઈ છે અને તે તેને હૃદયપૂર્વક પૂરી કરી રહી છે.

છેલ્લાં થોડા સમયથી છોકરીઓ પણ કારકિર્દીલક્ષી બની હોવાથી પતિ-પત્ની એકમેકને પૂરતો સમય નથી ફાળવી શકતા. તેમાં વળી ડિસ્ટન્ટ મેરેજનું  ચલણ શરૃ થયું છે તેથી  પતિ એક શહેરમાં નોકરી કરતો હોય તો પત્ની બીજા શહેરમાં નોકરી કરતી  હોય છે. આમ છતાં  તેઓ એકબીજાની નિકટ હોવાનો અનુભવ કરે તે બાબત પુરવાર કરે છે કે તેમની કેમેસ્ટ્રી ખરેખર બહુ સરસ છે.

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments