Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ ગુરૂ : વ્યસ્ત જીવનમાં પતિ-પત્ની વચ્ચે 5 વાતો છે જરૂરી

Webdunia
P.R
આજની જીવનશૈલીમાં પતિ-પત્ની વચ્ચે તણાવ સર્જાવો એ બહુ સામાન્ય બાબત બની ગઇ છે. પણ વાત જ્યારે છૂટાછેડા સુધી પહોંચી જાય ત્યારે મામલો ગંભીર બની જાય છે. જો તમે પણ તમારા વચ્ચેની નાની-નાની બબાલોને મોટું સ્વરૂપ આપતા હોવ તો પરિસ્થિતિ વણસે તે પહેલા સચેત થઇ જાવ. નાના-નાના ઝઘડા તો દરેક સંબંધોમાં સર્જાતા રહે છે, જરૂર છે તેનો યોગ્ય રીતે ઉકેલ લાવવાની. અહીં એવી પાંચ ટિપ્સ આપવામાં આવી છે જે તમારા તમારા પાર્ટનર સાથેના સંબંધને બચાવી રાખશે અને તેને વધુ મજબૂત પણ બનાવશે.

વિશ્વાસ કર ો - કોઇપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તમારા બંને વચ્ચે વિશ્વાસ છે તો કોઇ ત્રીજી વ્યક્તિ તમારી વચ્ચે તિરાડ નહીં સર્જી શકે. એકબીજા પર વિશ્વાસ જાળવી રાખવા માટે તમારે એકબીજાની વાતો પર શંકા ન કરવાની જરૂર છે આમ કરવાને બદલે સમસ્યાના મૂળમાં જવાનો પ્રયાસ કરો.

એકબીજાને સમય આપ ો - ઘણીવાર વધતું જતું અંતર પણ સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા સંબંધો લાંબા સમય સુધી ટકે તો વચ્ચે વચ્ચે પિકનિક પર જાઓ, ફરવા જાઓ. તમે લોન્ગ ડ્રાઇવ પર પણ જઇ શકો છો અને ત્રણ-ચાર દિવસની ટ્રિપ પર પણ. એટલું જ નહીં, તમે એકાદ દિવસ રજા લઇને તમારા પાર્ટનરને સરપ્રાઇઝ પણ આપી શકો છો. આમ કરશો તો એકબીજાની નજીક આવવાના તમને વધુ મોકા મળશે.

એકબીજાને સમજો - તમારે તમારા પાર્ટનરને સમય આપવાની સાથે તેની ભાવનાઓને સમજવાની પણ જરૂરી છે. માટે તમારે તમારા પાર્ટનરને એ હદ સુધી સમજવો/સમજવી જરૂરી છે કે તેના કંઇ કીધા પહેલા જ તમે તેની વાત સમજી જાઓ. ઘણીવાર તમારો પાર્ટનર પરેશાન હોય છે જેનાથી તે પોતાની વાત શેર નથી કરી શકતો. આવામાં તમારે તેની ન કહેલી વાતો સમજવી જોઇએ.

એકબીજાનું સન્માન કરો - જો એકબીજાને આદર-સન્માન આપશો, એકબીજાના કામને મહત્તા આપશો તો અચૂકપણે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. ઘણીવાર સંબંધોમાં ખટાશનું કારણ એકબીજાની કાર્યશૈલીને ન સમજવી કે તેને મહત્વ ન આપવું પણ હોય છે.

સંવાદ જરૂરી છે - કોઇપણ સંબંધને બચાવવા માટે જરૂરી છે પરસ્પરનો સંવાદ. જો તમારા બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ વધુ હશે તો ગેરસમજણો જન્મ લઇ શકે છે. પણ તમે જો સતત વાતો કરતા રહેશો અને એકબીજાના સુખ-દુખમાં સંપૂર્ણ ભાગીદાર બનશો તો તમારા વચ્ચેની કડવાશ દૂર થઇ જશે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments