રવિવારની રાત્રે સાડા દસ વાગ્યે અમેરીકાના બાલ્ટિમોરના રહેતી એરિકા પોરેમ્સ્કી નામની સ્ત્રી થોડી વાર માટે ઘરની બહાર નીકળેલી. તે પાછી ફરી ત્યારે તેની આંખો પહોળી થઇ ગઇ. તેનું ઘર આગની જવાળાઓમાં લપેટાયેલું હતું. ઘરની અંદર બેડરૂમમાં તેમની આઠ મહિનાની નાનકડી દીકરી વિવિયાના પણ હતી. તેણે ઘરની અંદર જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભયાનક આગને કારણે શકય ન બન્યું. આખરે ફાયરબિગ્રેેડે આવીને આગને ઓલવી. ફાયર- ફાઇટરો જ્યારે નાનકડી વિવિયાનાને લઇને બહાર આવ્યા ત્યારે તેમણે કહ્યું કે ઘરનો પાલતુ ડોગી પોલો વિવિયાનાને બચાવવા માટે એનું આખુ શરીર કવર કરીને બેસી ગયેલો પોતાના શરીરે ઝાળ લાગી હોવા છતાં પોલો ત્યાંથી સહેજ પણ હલ્યો નથી. આખરે ફાયર- ફાઇટરો ત્યાં પહોંચ્યા ત્યારે વિવિયાના તો બચી ગયેલી, પરંતુ પોલોનું પ્રાણપંખેરુ ઊડી ગયેલું