Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ કોરિયા: રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની ધરપકડ

Webdunia
બુધવાર, 15 જાન્યુઆરી 2025 (18:31 IST)
દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની પોલીસે ધરપકડ કરી છે.
 
આ પહેલાં તેમની ધરપકડ કરવા પોલીસ જ્યારે તેમના ઘરે પહોંચી તેની ખબર ફેલાતા જ યૂન સુક-યોલના ઘરની બહાર તેમના સમર્થકોનો જમાવડો થઈ ગયો હતો તો સામે પક્ષે વિરોધીઓ પણ જમા થયા હતા. સમર્થકો યૂન સુક-યોલની ધરપકડ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે કે વિરોધીઓ તેમની સામે નારેબાજી કરી રહ્યા છે.
 
ધરપકડ કરાયેલા યૂન સુક-યોલે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે આ તપાસ ગેરકાયદે છે છતાં હું કાયદાને માન આપીને તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે સંમત થયો છું.
 
યૂન સુક-યોલની ધરપકડ કરવાનો પોલીસે અગાઉ પણ પ્રયાસ કર્યો હતો.
 
યૂન સુક-યોલે ગત વર્ષે 3 ડિસેમ્બરના રોજ દેશમાં માર્શલ લૉ લગાવવાનું ઍલાન કર્યું હતું પરંતુ વિરોધને જોતા તેમણે આ ઍલાન પરત લેવું પડ્યું હતું.
 
14મી ડિસેમ્બરના રોજ તેમની સામે સંસદમાં લાવવામાં આવેલો મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં પાસ થયો હતો પરંતુ તેમને રાષ્ટ્રપતિપદથી દેશની સંવૈધાનિક કોર્ટ દ્વારા જ હઠાવી શકાય છે. 31મી ડિસેમ્બરના રોજ દક્ષિણ કોરિયાની એક કોર્ટે તેમની સામે ધરપકડનું વૉરંટ કાઢ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -શાળાની છોકરી

Places to visit in Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

યુવરાજના પિતાને પસંદ ન આવી બજેટથી 10 ગણી કમાણી કરનારી સુપરહિટ ફિલ્મ, સૌના દિલ સુધી પહોચનારી મુવીને કહી 'વાહિયાત'

Travel from Jamnagar- આ 3 સારી જગ્યાઓ જામનગરથી માત્ર 600 કિમીની અંદર છે, 2 દિવસની ટ્રીપનું આયોજન કરનારા લોકો ત્યાં જઈ શકે છે.

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

જો તમે દરરોજ 5 મિનિટ માટે તમારા પગની પિંડીને તમારી હથેળીઓથી થપાવી દો તો શું થાય?

Schezwan Chutney - સેઝવાન ચટણી બનાવવાની રીત

Pre Bridal Beauty Treatment: લગ્નમાં સુંદર દેખાવા માટે શરૂ કરો આ પ્રી-બ્રાઇડલ ટ્રીટમેન્ટ, જાણો ફાયદા.

Child Story દયાળુ રાજાની વાર્તા

આગળનો લેખ
Show comments