Webdunia - Bharat's app for daily news and videos

Install App

અબ કી બાર અમેરિકા મે ટ્રપ સરકાર, 276 ઈલેક્ટોરલ વોટ સાથે જીત..હિલેરીને હરાવી

Webdunia
બુધવાર, 9 નવેમ્બર 2016 (14:00 IST)
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ આઠ વર્ષના ગાળા પછી ડેમોક્રેટ્સના હાથે વ્હાઈટ હાઉસને પરત મેળવવામાં સફળ થઈ ગયા છે અને આ અમેરિકી ઈતિહાસમાં એક મુખ્ય વળાંક સાબિત થયો છે.  હવે ટ્રંપ આગામી ચાર વર્ષ માટે દુનિયાના સૌથી મોટી મહાશક્તિની કમાન સાચવશે. 
 
અમેરિકી સમયમુજબ અડધી રાત પછી, 70 વર્ષના ટ્રંપ ઈલેક્ટોરલ કૉલેજના વોટોના જાદુઈ આંકડા 270 સુધી પહોંચવાથી માત્ર 16 જ વોટ પાછળ હતા. પછી તેમણે આ જાદુઈ આંકડો પાર કરી લીધો. ફોક્સ ન્યુઝના આકલનો મુજબ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરીના ભાગે 215 કોલેજ વોટ આવ્યા. 
 
આ પરિણામ હિલેરીના પ્રચાર અભિયાન માટે એક ઝટકો સાબિત થયા છે. જેણે પ્રચાર અભિયાનમાં ટ્રંપથી વધુ પૈસા ખર્ચવા ઉપરાંત મુખ્ય રાજ્યોમાં સારુ પ્રદર્શન પણ કર્યુ.  હવે ટ્રંપ 20 જાન્યુઆરી 2017થી અમેરિકાના આગામી રાષ્ટ્રપતિના રૂપમાં વ્હાઈટ હાઉસમાં કાર્યભાર સંભાળશે. 
 
ટ્રમ્પ કેમ આગળ નીકળી ગયા ?  

- ટ્રમ્પે વચન આપ્યુ હતુ કે તે દેશને જૂના અમેરિકામાં બદલવા માંગે છે. જેનાથી દુનિયા ગભરાતુ હતુ. આ નવુ સપનુ યૂથ વોટરને તેમના ફેવરમાં લઈ ગયુ 
- મુસ્લિમોને છોડીને ભારતીય અને બિન અમેરિકી ટ્રમ્પના ફેવરમાં હતા 
- ગન કલ્ચરના ફેવરમાં હતા. આવામાં હથિયાર બનાવનારી ઈંડસ્ટ્રીઝ લૉબી ટ્રમ્પના ફેવરમાં હતી 
- ટ્રમ્પમાં ફૈનેટિક નેશનલિજ્મ છે. તેણે અમેરિકામાં એક નવુ સેંસેશન ઉભુ કર્યુ. દુનિયામાં એવા હાર્ડલાઈનર નેતાઓને પસંદ કરવામાં આવી રહ્યા છે 
- યહૂદી લૉબી ટ્રમ્પના ફેવરમાં હતી 
- ફૈનેટિક નેશનલિજ્મ કામ કરી ગયુ 
- 70 વર્ષના ટ્રમ્પની હાર્ડલાઈનર ઈમેજ વોટરોને ગમી ગઈ. 
- અમેરિકાને ફરી દબંગ બનાવવાના વચન પર લોકોએ કર્યો વિશ્વાસ 
- લોકોને આ નવુ સપનુ ગમી ગયુ 

હિલેરી કેમ રહી ગઈ પાછળ 
 
1. એવુ કહેવાય છે કે હિલેરીને અનેક બીમારીઓ હતી. તેમના આરોગ્ય વિશે અનેક વસ્તુ છુપાવવામાં આવી હતી. ટ્રમ્પે આ મુદ્દો ઉઠાવ્યો. તેનાથી મેસેજ ગયો કે તેઓ જવાબદારી સારી રીતે નિભાવી શકે નહી 
2. ઓબામા પ્રેસિડેંટ બન્યા તો અમેરિકામાં મંદી હતી. આશા હતી કે તેઓ ઈકોનોમીને ટ્રેક પર લાવશે પણ આવુ ન થયુ. વોટર્સને લાગ્યુ કે હિલેરીના રૂપમાં જો ફરી એક ડેમોક્રેટને પસંદ કરવામાં આવ્યો તો ઈકોનોમીમાં કોઈ સુધાર નહી થાય. 
3. યહૂદી લૉબી અમેરિકામાં કૈમ્પેનિંગમાં મોટી ભૂમિકા ભજવે છે. આ હિલેરીના ફેવરમાં નહોતુ. 
4. હિલેરી ગન કલ્ચર વિરોધી અને લિબરલ છે. આવામાં હથિયાર બનાવનારી ઈંડસ્ટ્રીઝ લૉબી તેમના વિરોધમાં હતી. પડદાં પાછળ તેમના વિરુદ્ધ કા કરી રહી હતી. 
5. એક ફોરેન મિનિસ્ટરના રૂપમા પર્સનલ સર્વરથી લાખો સરકારી મેલ મોકલ્યા. ટ્રમ્પે તેને મુદ્દો બનાવ્યો. વોટિંગના થોડા દિવસ પહેલા એફબીઆઈએ તેમને ક્લીન ચિટ આપી પણ કહ્યુ કે તે ખૂબ કેયરલેસ છે.  તેનાથી તેમના વિરુદ્ધ હવા બની. 

 

 

 








યૂએસ પ્રેસિડેંશિયલ ઈલેક્શનમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ બઢત પર છે. તેમણે ઓહિયો, ફ્લોરિડા અને નોર્થ કૈરોલિનામાં જીત મળી છે. આ રાજ્યોમાં કાંટાનો મુકાબલો હતો. હિલેરીને કૈલિફોર્નિયા, હવાઈ અને વર્જીનિયામાં જીત મળી. ઈલેક્ટોરલ કૉલેજની વાત કરો તો ટ્રમ્પ, હિલેરીથી 254-209 આગળ ચાલી રહ્યા હ્ચે. જીતથી તે 16 વોટ દૂર છે. પ્રેસિડેંટ બનવા માટે કુલ 538 ઈલેક્ટ્રોરોલ કૉલેજમાંથી 270નો જાદુઈ આંકડો જરૂરી છે. ઈલેક્શન અપડેટ... 
 
- હિલેરીને હવાઈ-કૈલિફોર્નિયામાં મળી જીત, ટ્રમ્પ ઈડાહોમાં જીત્યા 
- ઓહિયો-ફ્લોરિડામાં જીત્યા ટ્રમ્પ. આ રાજ્યોમાં નિકટનો મુકાબલો હતો. 
- હિલેરીએ વર્જીનિયામાં જીત મેળવી 
- હિલેરી ન્યૂમૈક્સિકો અને ટ્રમ્પ મિસૌરીમાં જીત્યા 
- ઓહિયો, ફ્લોરિડા, નોર્થ કૈરોલિનામાં આગળ ચાલી રહ્યા છે ટ્રમ્પ
- લુઈસિયાના, મોંટાનામાં ટ્રમ્પ અને કનેક્ટીકટમાં હિલેરી જીતી 
- અનેક સ્ટેટ્સમાં વોટિંગ હાલ ચાલુ છે. યૂએસ મીડિયાના મુજબ ઈલેક્ટોરોલ કોલેજ વોટ્સમાં ટ્રમ્પે હિલેરી પર 137-104 ઈલેક્ટોરલ કોલેજની લીડ લઈ લીધી છે. 
-એપીની રિપોર્ટ મુજબ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી લીધી છે. 
- સાઉથ કૈરોલિના, જોર્જિયા અને વર્જિનિયામાં કડક ટક્કર. આ સ્ટેટ્સમાં વોટિંગ ખતમ 
- સીએનએનના એક્ઝિટ પોલ ડાટાના મુજબ ટ્રમ્પ ઈંડિયાના અને કેંટકીમાં જીત્યા 
- અજુસા(કૈલિફોર્નિયા) માં એક પોલિંગ સ્ટેશનની પાસે ફાયરિંગ થયા પછી વોટિંગ રોકી દેવામાં આવી છે. ઘટનામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ જ્યારે કે 3 અન્ય ઘાયલ થયા છે. પોલીસે હથિયારોથી યુક્ત એક સસ્પેક્ટને પકડ્યો છે. 
- ઈંડિયાના અને કેંટકીમાં વોટિંગ પુર્ણ થઈ ગઈ છે. લાસ્ટ મિનિટમાં આવેલ ઓપિનિયન પોલ્સના મુજબ હિલેરીએ પ્રેસિડેંટ પોસ્ટની રેસમાં અહી અંતિમ કલાકમાં બઢત બનાવી લીધી હતી. 
- એરિજોનામાં ટ્રમ્પ અને હિલેરી વચ્ચે નિકટનો મુકાબલો છે. અહી 1952ના ઈલેક્શનને છોડીને બાકીમાં રિપબ્લિકને બાજી મારી છે. 
- ટ્રમ્પે ટ્વીટ કરી વોટર્સથી લાસ્ટ મિનિટ અપીલ કરી. આશા ન છોડો.. બહાર નીકળીને વોટ કરો. અમે સારુ કરી રહ્યા છે પણ હજુ સમય બચ્યો છે. ગો ફ્લોરિડા... !! 
- રૉયટર્સ અને Ipsos  ના ઈલેક્શન ડે પોલ મુજબ અમેરિકી લોકો એક સ્ટ્રોંગ લીડર ઈચ્છે છે જે દેશને પહેલાની જેમ રિચ અને પાવરફુલ બનાવી શકે. 
- ટ્રમ્પના શક બતાવવા છતા કેટલાક સ્ટેટ્સમાં વોટિંગ મશીનો ખરાબ થવાના સમાચાર છે. પોલિંગ સ્ટેશન બહાર લાંબી લાઈન લાગી છે. 
- અમેરિકી એસ્ટ્રોનોટ શેન કિમ્બ્રોએ ઈંટરનેશનલ સ્પેશ સ્ટેશનથી પોતાનો વોટ નાખ્યો. 
- ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં પોતાના ઘર પાસે વાઈફ મેલાનિયા પુત્રી ઈવાંકા અને તેના પતિ સાથે જઈને વોટ નાખ્યો. સીક્રેટ સર્વિસે ટ્રમ્પના વોટ નાકહ્તા પહેલા ટ્રમ્પ ટાવર પાસેના રોડને શટ ડાઉન કરી દીધો કારણ કે અહીના પોલિંગ સ્ટેશન પર બે મહિલાઓએ ટોપલેસ થઈને ટ્રમ્પ વિરુદ્ધ પ્રોટેસ્ટ કર્યુ હતુ. 
- ડોનાલ્ટ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યુ - આજ આપણે ગ્રેટ અમેરિકા બનાવીશુ. 
 
શુ કહે છે લોકો 
- 75 ટકા લોકો આ વાતથી સહમત છે કે અમેરિકાને એક સ્ટ્રોંગ લીડરની જરૂર છે. 
- 72 ટકા લોકો ઈચ્છે છે કે નવો લીડર ઈકોનોમીને રિચ અને પાવરફુલ બનાવે. 
- 68 ટકા અમેરિકી લોકોનુ માનવુ છે કે ટ્રેડિશનલ પાર્ટીઝ અને પોલિટીશિયંસ આમ સિટીજંસની પરવા કરતા નથી. 
- 76 ટકા અમેરિકી માને છે કે દેશના મેનસ્ટ્રીમ મીડિયા સત્ય કહેવાને બદલે પૈસા બનાવવામાં વધુ ઈંટ્રેસ્ટેડ છે. 
 
- સૌ પહેલા ન્યૂહૈપશાયરની 3 નાની વસ્તીઓ ડિક્સવિલે નૉચ, હૉટ્સ લોકેશન અને મિલ્સફીલ્ડસમાં થયેલ મિડનાઈટ વોટિંગની પ્રોસેસ થઈ. 
- આ વસ્તીઓની વ્સતી 100 કે તેનાથી ઓછી છે. ડિક્સવિલેમાં 1960મથી રાત્રે જ વોટિંગ થઈ રહી છે. 
જીત માટે શુ જરૂરી છે ? 
- ટોટલ 538 ઈલેક્ટ્રોરલ વોટમાંથી 270 વોટ જીત માટે જરૂરી હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

LPG Price Hike: ફરીથી વધારી દીધા ગેસ સિલેન્ડરના ભાવ, મહિનાના પહેલા દિવસે મોઘવારીનો ફટકો

Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

આગળનો લેખ
Show comments