Webdunia - Bharat's app for daily news and videos

Install App

HIV પીડિત અભિનેતાએ મંત્રીની પુત્રીને પણ નહી છોડી, શારીરિક સંબંધો બનાવ્યા...

Webdunia
ગુરુવાર, 23 જૂન 2016 (12:34 IST)
એક ચોંકાવનારો ખુલાસામાં એક જાણીતા અભિનેતાએ જણાવ્યુ કે તેમને ખબર હતી કે તેઓ એચઆઈવી પીડિત છે પણ તેમ છતા પણ તેમણે અનેક મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવ્યા. અહી સુધી કે તેમને એક મંત્રીની પુત્રી સાથે પણ સેક્સ કર્યુ. 
 
હોલીવુડના  એચઆઈવી પીડિત અભિનેતા ચાર્લી શીને એક ટીવી શો માં પોતાના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ડેલી મેલના મુજબ ટીવી શો માં ચાર્લી શીને જણાવ્યુ કે તે એચઆઈવી પીડિત હોવા છતા પણ કેબિનેટ મિનિસ્ટરની પુત્રી સાથે સૂઈ ચુક્યા છે. તેમણે એ પણ કહ્યુ કે તેમને એચઆઈવી હતો અને આ વિશે તેઓ પોતાની સાથે સૂનાર પાર્ટનરને બતાવતા નહોતા. 
 
50 વર્ષીય શીને શો માં કહ્યુ, 'લગભગ 20 વર્ષ પહેલા હુ એક યુવતીને મળ્યો હતો.  હુ એ તો નથી કહી શકતો કે તે ફેમસ હતી, પણ તેના પિતા જરૂર ફેમસ હતા. ચાર્લીએ જણાવ્યુ કે આ મુલાકાત એયરપોર્ટથી પાર્લિયામેંટ જવા દરમિયાન થઈ હતી. 
 
ત્યારબાદ શો ના એંકરે પૂછ્યુ કે શુ એ નેતા બ્રિટેનના હતા તો ચાર્લીએ થોડુ રોકાતા જવાબ આપ્યો, 'જ્યાન રહેનારા તમારા પિતા છે ત્યાના જ તે નેતા પણ છે.  અનેકવાર દબાણ કરતા ચાર્લીએ જણાવ્યુ કે એ યુવતીના પિતા કેબિનેટ મિનિસ્ટર હતા. 
 
ઉલ્લેખનીય છે કે જે ટીવી શો માં ચાર્લી શીન સાથે સનસનીખેજ ખુલાસા કર્યા છે એ શો એક કંડોમ કંપનીના પ્રચાર માટે આયોજીત કરવામાં આવ્યો હતો. 
 
ચાર્લીએ કંડોમનો પ્રચાર કરતા એ પણ કહ્યુ કે તેને એચઆઈવી હતો પણ તેણે પોતાના કોઈ પાર્ટનરને આ બીમારી નથી ફેલાવી. કારણ કે તે સુરક્ષા ઉપાયોને અપનાવીને જ શારીરિક સંબંધ બનાવતા હતા. 
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચાર્લીએ ખુદને એચઆઈવી પોઝિટીવ હોવાનો ખુલાસો કર્યો હતો જેને લઈને ખૂબ બવાલ પણ થયો હતો. અહી સુધી કે તેમની પૂર્વ પ્રેમિકાઓએ દગાબાજીનો કેસ કરવાની ધમકી પણ આપી હતી. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ