Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખૂબ ખતરનાક ઈરાદા હતા ગદ્દાફીના.. !!

ભીકા શર્મા
શનિવાર, 22 ઑક્ટોબર 2011 (12:31 IST)
N.D
લીબિયા પર 42 વર્ષો સુધી શાસન કરનારા કર્નલ મુઅમ્મર અલ ગદ્દાફી તાનાશાહ અને ઐયાશ તો હતા જ પરંતુ તેના ઈરાદા પણ ખૂબ જ ખતરનાક હતા. કદાચ આ વાત તમને અશ્ચર્યચકિત કરી દે કે ગદ્દાફીની ઈચ્છા ખતરનાક પરમાણુ બોમ્બ મેળવવાની પણ હતી. ગદ્દાફીએ આ માટે તેનો ભરપૂર પ્રયાસ પણ કર્યો હતો.


1972 માં તેણે ચીન પાસે પરમાણુ બોમ્બ ખરીદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જ્યારે ચીન તરફ વાત ન બની તો તેણે પાકિસ્તાન પાસેથી બોમ્બ લેવાનો પ્રયાસ કર્યો પરંત તે પરમાણું બોમ્બ મેળવે એ પહેલા જ પાક અને લીબિયાના સંબંધોમાં કડવાશ આવી ગઈ.


1978 માં ગદ્દાફીએ પોતાની મહત્વાકાક્ષા પૂરી કરવા માટે પાકના પરંપરાગત દુશ્મન ભારત તરફ હાથ લંબાવ્યો. તેણે ભારત પાસે પરમાણું બોમ્બ બનાવવા માટે મદદ માંગી અને તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરાજીને લીબિયામાં એક ઉન્નત પરમાણું સયંત્ર લગાવવા માટે પણ આગ્રહ કર્યો.

ભારતએ શાંતિપૂર્ણ પરમાણું ઉર્જાના ઉપયોગ પર મંજૂરી આપતા 'એટમ ફોર પીસ પોલીસી' ના હેઠળ પરમાણું ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના ક્ષેત્રમાં અનુપ્રયોગોના માટે મદદ માટે લીબિયાની સાથે એક સમજૂતી પણ કરી હતી. પરંતુ તેનાથી પણ ગદ્દાફીની પરમાણું બોમ્બ મેળવવાની ઈચ્છા પૂરી ન થઈ શકી.

1991 માં જ્યારે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાબ શરીફ મુક્ત વેપાર સમજૂતી પર ચર્ચા માટે લીબિયા ગયા તો ગદ્દાફી સતત પાક પ્રધાનમંત્રીને પરમાણું બોમ્બ વેચવાનો અનુરોધ કરતા રહ્યા. નવાજ શરીફની સાથે ગયેલ પ્રતિનિધિ મંડળના સભ્ય અને પત્રકાર ગદ્દાફીની આ માંગથી આશ્ચર્ય ચક્તિ થઈ ગયા.

જ્યારે નવાજ શરીફએ ગદ્દાફીની આ માંગને કોઈ મહત્વ ન આપ્યુ તો તે એકદમ ચિડાય ગયા અને ગુસ્સામાં નવાજ શરીફનુ અપમાન કરતા તેને એક 'ભ્રષ્ટ રાજનેતા' તરીકે ઓળખાવ્યા. ગુસ્સામાં ભરેલ નવાજ શરીફ વાર્તાને તરત જ સમાપ્ત કરીને સ્વદેશ પહોંચ્યા અને ત્યાં જઈને તેમને લીબિયાના રાજદૂતને હાજર કરીને પાકિસ્તાનમાંથી બહાર કરી દીધા.

પરમાણુ બોમ્બ ઉપરાંત ગદ્દાફીએ રાસાયણિક હથિયારોને બનાવવા માટે પણ ઘણા પ્રયાસ કર્યા હતા. જે માટે ગદ્દાફીએ દક્ષિણ એશિયાના કેટલાક નાના દેશોની મદદ લીધી. પૈસાના બળ પર બ્લેક માર્કેટમાંથી ડર્ટી બોમ્બની તકનીક માટે ગદ્દાફી કોઈપણ કિમંત ચુકવવા તૈયાર હતા.

થાઈલેંડએ પણ માન્યુ હતુ કે તેના કેટલાક નાગરિકોએ 'નર્વ ગેસ'ના ભંડારણની સુવિદ્યા વિકસિત કરવામાં લીબિયાની મદદ કરી હતી. જર્મનીએ પણ પોતાના એક નાગરિકને લીબિયાને રાસાયણિક હથિયાર નિર્માણમાં મદદ કરવા બદલ 5 વર્ષના કેદની સજા સંભળાવી.

2004 માં કેમિકલ વૈપન કંવેશન (સીડબલ્યૂસી)એ આ વાતની ખાતરી કરી હતી કે લીબિયાની પાસે 23 મેટ્રિક ટન તૈયાર મસ્ટર્ડ ગેસ અને લગભગ 1300 મેટ્રિક ટન મસ્ટર્ડ ગેસ બનાવનારુ કેમિકલ છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments