Webdunia - Bharat's app for daily news and videos

Install App

૨૯-સપ્ટેમ્બર: વિશ્વ હૃદય દિવસ”: દિલથી લઈએ દિલની સંભાળ..!'

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (07:28 IST)
પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ વખત આંતરરાજ્ય હૃદયદાન કરાવાનું શ્રેય ગુજરાત, સુરતને ફાળે
 
હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરને ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ ધરતી પર આપણાં પ્રથમ શ્વાસથી શરૂ થયેલી જિંદગીની સફરમાં આપણું હૃદય પણ એટલા જ સાતત્ય સાથે આપણો સાથ નિભાવી રહ્યું છે. જીવનના અંતિમ શ્વાસ સુધી ધબકતું રહેતું આપણું હૃદય, કુદરતે આપણાં શરીરમાં ગોઠવેલી એવી સંરચના છે, જે જીવન પર્યન્ત આપણા શરીરમાં રક્તભ્રમણની લાખો જોજનની  સફર અવિરત કરતુ રહે છે. 
           
‘આજના સમયમાં દોડધામભરી જીવનશૈલી અને ભોજનની અણઘડ આદતોને કારણે નાની ઉંમરથી લઇને વૃદ્ધો સુધીના લોકો હૃદયરોગથી પીડાતા જોવા મળે છે. હૃદયની બિમારી ધરાવતા લોકોને  બ્રેઈનડેડ વ્યક્તિના હૃદયના દાનથી નવજીવન પ્રાપ્ત થાય છે, ત્યારે પશ્ચિમ ભારતમાં ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી સૌપ્રથમ વખત આંતરરાજ્ય હૃદયદાન કરાવાનું શ્રેય ગુજરાત, સુરતને ફાળે જાય છે. ગુજરાતમાં સૌથી વધુ ૩૬ હૃદયના દાન એકલા સુરત શહેરમાંથી થયા છે. 
            
 વિગતવાર જોઈએ તો, ગુજરાતમાંથી ૨૦૧૫ થી આજ સુધીમાં થયેલાં કુલ ૪૭ હ્રદયદાનમાં અમદાવાદમાંથી ૬, ભાવનગરમાંથી ૧, જામનગરમાંથી ૧, રાજકોટમાંથી ૧, વડોદરામાંથી ૨ જ્યારે માત્ર સુરતમાંથી જ ૩૬ હ્રદયદાન થયાં છે. જેમાં સુરતમાં વર્ષ ૨૦૧૭માં સૌથી વધુ ૯ તેમજ વર્ષ ૨૦૨૧માં આજ સુધી ૬ હ્રદયદાન થઈ ચૂક્યા છે.
  
કોઈ વ્યક્તિને હૃદયની બિમારીને કારણે તેના હૃદયનું પમ્પીંગ ૧૦ કે ૧૫ ટકા જેટલું થઇ જતા, પાંચ ડગલા ચાલતા તેનો શ્વાસ ફૂલવા માંડે છે, ખાવા-પીવામાં મર્યાદા આવે છે, પોતાનું જીવન પથારી ઉપર જ વ્યતિત કરવું પડે છે. આવા હૃદય નિષ્ફળતાના દર્દીઓ માટે હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ જ એકમાત્ર ઈલાજ છે.
    
‘સુરતમાંથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરાયેલા ૩૬ હૃદયદાન પૈકી મુંબઈમાં ૨૨, અમદાવાદમાં ૭, ચેન્નાઈમાં ૫, ઇન્દોરમાં ૧ અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.  કોરોનાના કપરા સમય દરમિયાન પણ સમગ્ર દેશમાં અંગદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. આવા સંજોગોમાં પણ ડોનેટ લાઈફ દ્વારા ૧૦ હૃદયદાન કરાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત દેશમાં સૌથી નાની ઉમરના ૧૪ મહિનાના બાળકનું હૃદયદાન કરાવવાનું શ્રેય પણ સુરતની ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે.
     
સુરતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાન અને વિશેષત: હૃદયદાનમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. શહેરના દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા-જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત હૃદયદાનમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.  ‘વિશ્વ હૃદય દિવસે’ સ્વસ્થ રહેવા એક જ સંદેશ ફેલાવીએ કે 'દિલથી લઈએ દિલની સંભાળ..!'

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

આગળનો લેખ
Show comments