Festival Posters

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

Webdunia
શુક્રવાર, 4 એપ્રિલ 2025 (00:30 IST)
Never Sprinkle Salt On These Food - મીઠા વગર ભોજન બેસ્વાદ છે એ વાત સાચી પણ  દરેક વસ્તુમાં મીઠું ઉપરથી નાખવાની આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. ઘણી વસ્તુઓ એવી હોય છે જે મીઠા સાથે ખાવાથી શરીર માટે ઝેરી બની જાય છે. તેનાથી ફાયદો તો છોડો  પણ નુકસાન જરૂર પહોંચાડે છે. ભારતમાં લોકો જરૂર કરતાં વધુ મીઠું અને ખાંડ વાપરે છે. ભારતીયોની થાળીમાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ખાસ કરીને કાચું મીઠું સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક સાબિત થાય છે. કાચું મીઠું એટલે ઉપરથી મીઠું નાખીને ખાવું. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે ક્યારેય મીઠું નાખીને ન ખાવી જોઈએ.
 
મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ વસ્તુઓમાં 
દહીં- ઘણીવાર લોકો દહીંમાં મીઠું નાખીને ખાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દહીંમાં મીઠું ઘણું નુકસાન પહોંચાડે છે. આયુર્વેદમાં દૂધ અને દૂધના ઉત્પાદનોમાં મીઠું ન ઉમેરવાની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, જે લોકો મીઠા સાથે દહીં ખાય છે તેઓએ જાણવું જોઈએ કે આનાથી વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. ઉંમર પહેલાં વાળ સફેદ થઈ શકે છે. ચહેરા પર ફોલ્લા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે
 
ફળો- જો તમને ફળો પર મીઠું નાખીને ખાવાની આદત હોય, તો આજે જ તેને છોડી દો. ફળો પર મીઠું નાખીને ખાવાથી ખૂબ નુકસાન થઈ શકે છે. આના કારણે ફળોમાં જોવા મળતા પોષક તત્વો ઓછા થઈ જાય છે. વધુ પડતું મીઠું ખાવાથી પાણી જમા થઈ શકે છે. હૃદય, બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યાઓ વધી શકે છે.
 
સલાડ- મોટાભાગના લોકો ફળોની જેમ સલાડ પર કાચું મીઠું નાખીને ખાય છે. જ્યારે આ ન કરવું જોઈએ. આના કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવા લાગે છે. રાયતા પર સફેદ મીઠું નાખીને ન ખાવું જોઈએ. વધુ પડતું મીઠું કિડનીના રોગો સહિત અન્ય ઘણા રોગોનું જોખમ પણ વધારે છે.
 
જ્યુસ: લોકો જ્યુસનો સ્વાદ વધારવા માટે તેમાં મીઠું નાખીને પણ પીવે છે. જ્યારે ડોકટરો આમ કરવાની નાં પાડે છે. આ સ્વાદ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આપણે પહેલાથી જ આપણા ખોરાકમાં ખૂબ વધારે મીઠું વાપરીએ છીએ. ફળો અને રસમાં મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો જોઈએ. આનાથી ફળોના પોષક તત્વો પણ ઓછા થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indian Navy Day - જાણો ભારતીય નૌસેનાનો ઈતિહાસ

જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડવા બદલ એક સુબેદાર સહિત બેની ધરપકડ

સાયકો કિલર પૂનમ: દીકરા કરતાં સુંદર છોકરીઓને મારી નાખતી હતી, અને દીકરાની હત્યા કર્યા પછી...

Putin India Visit- પીએમ મોદી સાથે ડિનર, રાજઘાટની મુલાકાત અને કરારો પર હસ્તાક્ષર

તત્કાલ ટિકિટ બુકિંગ માટે હવે OTP જરૂરી છે, 6 ડિસેમ્બરથી આ 13 ટ્રેનોમાં નવો નિયમ લાગુ થશે.

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments