Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vitamin-D Overdose Signs: વધુ પડતું વિટામિન ડી ખાઓ તો શું થાય છે? તેના લક્ષણો કેવા છે?

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (09:24 IST)
Vitamin-D Overdose Signs: વિટામિન ડીની ઉણપ એ ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ છે, જેને ઘણીવાર ઈગ્નોર પણ કરાય છે. માનવ શરીર યોગ્ય રીતે કામ કરવા માટે વિટામિન-ડીની અમુક માત્રા જરૂરી છે. પરંતુ આપણી લાઈફ્સ્ટાઈલ અને ખરાબ આદતોને કારણે ઘણીવાર આ વિટામિનની ઉણપ જોવા મળે છે.  ઘણા લોકો 
એવા છે કે જેઓ ડૉક્ટરની સલાહ લીધા વિના વધુ વિટામિન-ડી સપ્લિમેન્ટ્સ લે છે. શરીરમાં વિટામીન-ડી વધારે પડતું નુકસાન કરી શકે છે.
 
વિટામિન ડીની કમી થવાનો ખતરો કયાં લોકોને વધારે છે. 
બાળકોમાં વિટામિન ડીની કમી થવાનો ખતરો વધારે હોય છે, આવુ તેથી કારણ કે મા નુ દૂધ પોષક તત્વનો સારું સ્ત્રોત નથી. વૃદ્ધ લોકોમાં પણ આ પોષક તેઓ તત્વની ઉણપ માટે વધુ સંવેદનશીલ હોય છે, કારણ કે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે તેમની ત્વચા વિટામિન-ડી બનાવવા માટે સક્ષમ નથી. તેથી જ જૂના
લોકોને વધુ વિટામિન-ડી લેવાની 
 
સલાહ આપવામાં આવે છે.
તે સિવાય, જે લોકો સીલિએક રોગ કે ક્રોહન રોગથી પીડિત છે, તેમાં પણ વિટામિન ડીની કમી હોય છે કારણ કે વસાને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે. વિટામિન ડી, જે વસામાં ઘુલનશીલ એક વિટામિન છે, ચરબીને શોષવાની જરૂર છે. એક રિપોર્ટ અનુસાર જે લોકો સ્થૂળતાથી પીડાય છે, તેણીને વિટામિન ડીનું સ્તર ખૂબ જ ઓછું છે.
 
શરીરમાં વધુ પડતા વિટામિન ડીના લક્ષણો શું છે?
સામાન્ય લક્ષણો જે તમારા શરીરમાં વિટામિન ડીના ઓવરડોઝને સૂચવે છે તે છે:
 
 મેડિકલ એક્સપર્ટસ સલાહ આપે છે કે ડૉક્ટરની સલાહ લીધા વિના સપ્લિમેન્ટ્સ ક્યારેય ન લેવા જોઈએ. આ એટલા માટે છે કારણ કે લોકો જાણતા નથી કે તેઓ કેટલા સપ્લિમેન્ટ્સ લે છે અને તેમને કેટલી જરૂર છે. 
વિટામિન-ડીનું વધુ પડતું સેવન કરવાથી કિડનીને નુકસાન થઈ શકે છે. શરીરમાં વિટામિન-ડીનો વધુ પડતો ડોઝ શરીરમાં ઝેરનું કારણ બને છે, જે શરીરમાં કેલ્શિયમની રચનાને વેગ આપે છે અને ઉબકા, ઉલટી, વારંવાર પેશાબ અને નબળાઇ જેવા લક્ષણોનો અનુભવ થાય છે.
- ભૂખ ન લાગવી
- કબજિયાત
- પાણીની અપૂરતીતા
- ચક્કર
- નબળાઇ
- હાઈ બ્લડ પ્રેશર
- ચીડિયાપણું
- ઉબકા
- ઉલટી
- વારંવાર પેશાબ થવો
- સ્નાયુઓની નબળાઇ
(Edited By- Monica Sahu)

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments