Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમે પણ પ્રાઈવેટ પાર્ટની ખંજવાળથી પરેશાન છો ?

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (00:57 IST)
પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ સ્ત્રીઓમાં એક સામાન્ય સમસ્યા છે અને એવી કોઈપણ સ્ત્રી નહીં હોય જેને તેના જીવનકાળમાં જનનાંગોમાં ખુજલીની સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોય. જનનાંગ કે પ્રાઈવેટ પાર્ટમાં આવતી ખુજલી તમને શરમજનક પરિસ્થિતિમાં મૂકે છે ખાસ કરીને ત્યારે જ્યારે તમે કામને કારણે ઘરની બહાર હોવ, કારણ કે ખુજલી આવે એટલે ઘણીવાર તેની પર નિયંત્રણ રહેતો નથી.
 
 પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવાના ઘણા કારણ હોઈ શકે છે. જેથી જોયા વગર તેનું નિદાન કરી દેવું ખોટું રહેશે. તેમ છતા પણ કેટલાક એવા ઉપાય છે જેનાથી ગમે તેવી ખંજવાળ દૂર થાય છે. આ ઉપાય દ્વારા તમારી મુશ્કેલી ઓછી થઈ શકે છે. આ માટે તમે એન્ટિ એલર્જિક અને એન્ટિ ફંગલ દવા લઈ શકે છો. જેનાથી તમારી ખંજવાળની સમસ્યા હળવી થશે. જોકે આ દરમિયાન એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ સેક્સ કરો ત્યારે કોન્ડોમ ખાસ યુઝ કરો જેથી તમારો ચેપ સાથીને ન લાગે.
 
પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ આવવાના કારણો 
 
- સંક્રમણ અથવા માસિક ધર્મના સમયે ઉપયોગમાં લેવાતા પેડ્સ
- વધારે ટાઈટ કપડા
- જાતીય સંબંધ બાદ સ્વચ્છતાના અભાવ
-નિયમિત સફાઈની કમી 
 
 
ઉપાય
 
1. સફરજનો સિરકા - એપ્પલ સાઈડર વિનેગર આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે અને આ કોઈ પણ રીતના ઈંફેક્શનને રોકવામાં પણ મદદગાર છે. દરરોજ 
 
2 ચમચી સિરકાને હૂંફાળા પાણીમાં નાખી પ્રાઈવેટ પાર્ટને સાફ કરવું. દિવસમાં 2-3 વાર તેના ઉપયોગથી બહુ આરામ મળે છે.    2. બરફથી શેક - ખંજવાળથી પરેશાની માટે તમે આઈસિંગ પણ કરી શકો છો. તેના માટે સીધા બરફનો ઉપયોગ ન કરવો. કપડામાં બાંધીને તેને ઉપયોગ કરવો.  દિવસમાં 2 વાર આઈસિંગ કરવાથી રાહત મળશે.   
 
 3. ચુસ્ત કપડા ન પહેરવા  - ગરમીમાં ઈંફેકશનથી બચવા માટે કૉટનના અંડરગાર્મેંટ પહેરવા. આ સરળતાથી પરસેવો શોષી લે છે. ગંદા અને ચુસ્ત કપડા પણ ખંજવાળ કારણ બને છે. હમેશા સાફ અને ઢીલા કપડા જ પહેરવા.
4. દહીં - સવારે નાસ્તામાં દરરોજ ખાંડ વગરનું દહીં ખાવું. વધારે ખંજવાળ થતા પ્રાઈવેટ પાર્ટ પર દહીં પણ લગાવી શકો છો. તેનાથી ફાયદો થશે.    5. મીઠુવાળુ પાણી - ખંજવાળથી રાહત માટે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી નહાવાથી બૉડીના બેક્ટીરિયા દૂર થઈ જાય છે. તેનાથી પ્રાઈવેટ પાર્ટને ધોવાથી પણ આરામ મળે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ