Webdunia - Bharat's app for daily news and videos

Install App

Healthy Breakfast: સવારે નાસ્તામાં શુ ખાવુ, જેથી ઈમ્યુનિટી વધે અને બીમારી દૂર ભાગે

સવારે નાસ્તામાં લેશો આ 6 ફુડ્સ તો નહી પડો બીમાર

Webdunia
મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (08:24 IST)
Healthy Breakfast Tips: સવારે નાસ્તામાં શું ખાવું? જો તમારા મનમાં પણ પ્રશ્નો ઉભા થાય છે, તો પછી અમે તમારા માટે લાવ્યા છે સવારના નાસ્તામાં (Morning Breakfast) ખાવામાં આવતા કેટલાક હેલ્ધી ફુડ્સ (Healthy Foods). સવારનો હેલ્ધી નાસ્તો  (Morning Healthy Breakfast) દિવસભર તમને એનર્જી આપવા ઉપરાંત તમને અનેક રોગોથી પણ દૂર રાખે છે. બધા જાણે છે કે નાસ્તામાં હેલ્ધી ફુડ્સ ખાવા જોઈએ.  (Healthy Breakfast Food) પરંતુ, તમે સવારના નાસ્તાને કેવી રીતે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવવો તે નહી જાણતા હોય.  ખાલી પેટ નવશેકું પાણી (Empty Stomach Lukewarm Water) સાથે મધ પીવાથી દિવસની શરૂઆત કરો. નાસ્તામાં તમારે વિટામિન, પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડવાળા ખોરાક ખાવા જોઈએ. સવારના નાસ્તામાં ઓટમીલ, ઇંડા, દહીં, કેળા, પનીર, વનસ્પતિનો રસ, ચિયા બીજ, બદામ, સફરજન પપૈયા, અખરોટ જેવા ખોરાક ખાવા જોઈએ. સવારના નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. ફળમાં સફરજન, નારંગી, પપૈયા, તરબૂચ ખાવાથી વધારે ફાયદો થાય છે. યોગ્ય રીતે બનાવેલ પૌષ્ટિક નાસ્તો તમારા શરીરને શક્તિ આપે છે. તો આવો જાણીએ સવારે નાસ્તામાં શુ ખાવુ તેના વિશે માહિતી.. 
 
1. ઓટમીલ(Oatmeal) - સવારે નાસ્તામાં ઓટમીલનુ સેવન કરવુ જોઈએ. કારણ કે ઓટ્સમાં ખૂબ સારા પ્રમાણમાં ઓમેગા 3 ફૈટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ જોવા મળે છે જે દિલ માટે ખૂબ સારુ માનવામાં આવે છે. 
 
2. દહી (Curd)- બ્રેકફાસ્ટમાં દહી ખાવાના અનેક ફાયદા હોય છે. દહીંમાં પ્રોબાયોટિક્સ  જોવા મળે છે જે તમારા પેટને સાફ રાખે છે અને તમારું પાચન પણ સારું રહે છે.
 
3. કેળા (Banana) - સવારનો નાસ્તો હેલ્થી બનાવવા માટે કેળા કરતા સારો બીજો કોઈ નાસ્તો નથી, તેને દૂધમાં મૈશ કરીને ખાવ કે આમ જ ખાઈ લો તે બંને રીતે ફાયદો કરશે. કેળામાં ઘણી માત્રામાં પોટેશિયમ હોય છે જે હાયપરટેન્શન ધરાવતા લોકો માટે ખૂબ જ સારું છે.
 
4. બદામ  (Almond) - સવારે ખાલી પેટ પર બદામ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. જો પલાળેલા બદામ ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે. બદામમાં શરીર માટે જરૂરી વિટામિન, મેંગેનીઝ, પ્રોટીન, ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.
 
5. સફરજન અને સંતરા  (Apples And Oranges) - સવાર નાસ્તામાં કેટલાક ફળનો સમાવેશ જરૂર કરવો  જોઇએ. નાસ્તામાં સફરજન અને નારંગીનો સમાવેશ કરવાથી ઉર્જાની સાથે રોગપ્રતિરોધક ક્ષમતા (Immunity)પણ વધે છે. સવારના નાસ્તામાં સફરજન અથવા નારંગીનું સેવન કરવાથી પાચક શક્તિ સારી રહે છે અને શરીરનો મેટાબોલિક રેટ સારો રહે છે.
 
6. ઈંડા (Egg) - સવારના નાસ્તામાં ઇંડા સામેલ કરવાથી  પણ ફાયદો પણ થાય છે. ઇંડામાં વિટામિન ડી જેવા પ્રોટીન અને પોષક પ્રમાણમાં સારી માત્રા હોય છે. દરરોજ એક ઇંડુ ખાવાથી, તમે આખો દિવસની  વિટામિન ડી કમી પૂર્ણ કરી શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

આગળનો લેખ
Show comments