Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુકી ખાંસીથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય, 2-3 દિવસમાં જોવા મળશે અસર

Webdunia
શુક્રવાર, 21 મે 2021 (16:40 IST)
શરદી ખાંસી થવી અમા તો સામાન્ય વાત છે, પણ આ બદલતી ઋતુમાં સુકી ખાંસી તમારે માટે પરેશાનીનુ કારણ બની શકે છે. ખાસ કરીને જયારે કોરોના મહામારીનો ખતરો દરેક બાજુ  હોય. આવામાં ખાંસી-શરદીથી પણ ડર લાગે છે કે ક્યાક આ કોરોનાની શરૂઆત તો નથી. અનેક આયુર્વેદિક ઉપચાર અને નુસ્ખા તમને સુકી ખાંસીમાંથી જલ્દી રાહત અપાવી શકે છે. આવો જાણી સુકી ખાંસીને ઠીક કરવાના આવા જ અનેક કારગર ઘરેલુ ઉપાય 
 
- સૂકી ખાંસીને ઠીક કરવાના ઘરેલુ ઉપાયમાં તમને જોઈએ બસ માત્ર મધ, આદુ અને મુલેઠીની જરૂર છે. આ બધી વસ્તુઓ દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે. આ બધી વસ્તુઓમાં હીલિંગ પ્રોપર્ટી રહી હોવાથી આ તમારી ખાંસી સાથે ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. 
 
- આદુમાં રહેલ ફ્લેગમ એન્ટિમાઇક્રોબાયલ ગુણથી ભરપુર છે, મધમાં ડેમ્યુલસેંટ ગુણ હોવાને કારણે આ ગળાને રાહત આપે છે. આ ઉપરાંત મુલૈઠી ખાંસીને ઠીક કરવામાં પણ મદદ કરે છે. 
 
- સુકી ખાંસી મટાડવા માટે સૌ પહેલા તમારે એક ચમચી મધ સાથે  થોડો  આદુનો રસ પીવો.  ત્યારબાદ તમારા મોઢામાં મુલેઠીની નાનકડી દંડી મુકી દો. . આ કરવાથી તમારું ગળું સુકાશે નહીં. મુલેઠી સુકા ગળા અને ખરાશથી રાહત આપવાનુ કામ કરે છે. 
 
- આ ઉપરાંત 2 ચમચી મઘને અડધો ગ્લાસ કુણા પાનીમાં મિક્સ કરીને પીવો. રોજ આ નુસ્ખાને અપનાવવાથી ખાંસીમાં આરામ મળે છે. 
 
-પીપળાની ગાંઠને વાટીને તેમા એક ચમચી મઘ મિક્સ કરીને ખાઈ લો. રોજ આવુ કરો. તેનાથી થોડાક જ દિવસમાં સુકી ખાંસી ઠીક થશે 
 
-આદુનો એક ટુકડો વાટીને તેમા એક ચમચી મીઠુ મિક્સ કરી લો અને તેને દાઢ નીચે દબાવી લો. તેનો રસ ધીરે ધીરે મોઢાની અંદર જવા દો. 5 મિનિટ સુધી તેને મોઢામાં મુકો પછી કોગળા કરી લો. 
 
- મુલેઠીની ચા પીવાથી પણ સુકી ખાંસીમાં આરામ મળે છે. તેને બનાવવા માટે બે મોટી ચમચી મુલેઠીની સુકી જડને એક મગમાં મુકો અને આ મગમાં ઉકળતુ પાણી નાખો. 10-15 મિનિટ સુધી વરાળ લો. દિવસમાં બે વાર તેને લો. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

આગળનો લેખ
Show comments