Dharma Sangrah

Spirulina Is Super Food For Health - સ્પિરુલિના આરોગ્ય માટે છે સૂપરફુડ, પ્રોટીન, વિટામિન અને અમિનો એસિડથી ભરપૂર

Webdunia
મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (00:11 IST)
Spirulina For Health:  છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં સ્પિરુલિના ખૂબ જ લોકપ્રિય બની છે. સ્પિરુલિના પોષક તત્વોનો ભંડાર છે તેથી જ તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ફાયદો કરે છે. ખાસ કરીને સ્થૂળતા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, તેને દવા તરીકે વાપરવામાં આવી રહી છે. તે કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.
 
સ્પિરુલિના પ્રોટીન, ફાઈબર, આયર્ન, વિટામિન એ, વિટામિન બી 12, ફોલિક એસિડ, કોપર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. લગભગ 100 ગ્રામ સ્પિર્યુલિનામાં 50-60 ગ્રામ પ્રોટીન હોય છે. તેને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. જો કે, જો વધુ પડતું સેવન કરવામાં આવે, તો તેના કેટલાક નુકશાન પણ થઈ શકે છે. સ્પિરુલિનામાં કયા પોષક તત્વો જોવા મળે છે તે જાણો.
 
સ્પિરુલિનામાં પોષક તત્વોની માત્રા 
 
લગભગ 1 ચમચી એટલે કે 7 ગ્રામ સ્પિરુલિના પાવડરમાં 4 ગ્રામ પ્રોટીન, 11 ટકા વિટામિન-બી 1, 15 ટકા વિટામિન-બી 2, 4 ટકા વિટામિન-બી 3, 21 ટકા કોપર અને 11 ટકા આયર્ન હોય છે. તેમાં 20 કેલરી અને 1.7 ગ્રામ હેલ્ધી કાર્બોહાઈડ્રેટ છે.
 
1 - વિટામિન બી 12 અને ફોલિક એસિડ- સ્પિરુલિના ફોલિક એસિડ અને વિટામિન બી 12 થી સમૃદ્ધ છે. તે આપણા  મગજ અને નર્વસ સિસ્ટમને તંદુરસ્ત અને સુચારુ રૂપે કાર્ય કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આપણુ મન તણાવમુક્ત રહે છે. તે મગજને તેજ કરવામાં અને અન્ય સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. મગજના સ્વાસ્થ્ય માટે સ્પિરુલિના ફાયદાકારક છે.
 
2- એમિનો એસિડ- સ્પિરુલિના સૌથી વધુ પ્રોટીન અને એમિનો એસિડ છે. તે ગેસ્ટ્રિક અને ડ્યુઓડીનલ અલ્સરની સારવારમાં પણ મદદ કરે છે. હરિતદ્રવ્યની સારી માત્રાને કારણે તે પાચનમાં મદદ કરે છે. સ્પિરુલિના સ્નાયુઓને મજબૂત અને સુધારવામાં ઘણી મદદ કરે છે.
 
3 - પ્રોટીન - પ્રોટીનથી સમૃદ્ધ સ્પિરુલિનાની ગણતરી શ્રેષ્ઠ પોષક તત્વોમાં થાય છે. તે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી તમામ પોષક તત્વોથી ભરપૂર છે. જે લોકો ફિટનેસ ટ્રેનિંગ લઈ રહ્યા છે જેમ કે જેઓ જિમિંગ કરનારા લોકો માટે પ્રોટીનનો સારો સ્રોત છે. આનાથી માંસપેશીઓના વજનમાં વૃદ્ધિ થાય છે. આ એક હેલ્ધી ફુડ ઓપ્શન છે. 
 
4 - એંટી-ઈંફ્લેમેટરિ -  સ્પિરુલિના એંટી-ઈંફ્લેમેટરિ ગુણોથી ભરપૂર છે. તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે સ્પિરુલિનાના એંટી-ઈંફ્લેમેટરિ ગુણ એલર્જી રાયનાઈટિસ સામે લડવામાં મદદ કરે છે. સ્પિરુલિના હિસ્ટામાઇન્સના રિલિઝને રોકવામાં મદદ કરે છે, જેનાથી શરીરને વિવિધ પ્રકારની એલર્જીથી રક્ષણ મળે છે. હિસ્ટામાઇન્સ એક પદાર્થ છે જે એલર્જી માટે જવાબદાર છે.
 
5 - એન્ટીઓકિસડન્ટ- સ્પિરુલિના એક શક્તિશાળી એન્ટીઓકિસડન્ટની જેમ કામ કરે છે. તેનાથી સોજાની સમસ્યા ઓછી થાય છે. તે ઘણા પ્રકારના વાયરલ સંક્રમણ  સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે. સ્પિરુલિનામાં જોવા મળનારા ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે.
 
 
સ્પિરુલિનાના નુકશાન (Side Effects of Spirulina) 
 
સ્પિરુલિનાના ફાયદા ઘણા છે, પરંતુ તેને વધુ પડતા ખાવાથી તે તમારા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. સામાન્ય રીતે જેમના સ્વાસ્થ્ય પર આની પ્રતિકૂળ અસર થાય છે તેમની અંદર આ આડઅસરો જોવા મળી શકે છે.
 
- ઝાડા
- એડીમા (સોજા આવવા)
- માથાનો દુખાવો
- પેટ ખરાબ થવુ
- પેટનું ફૂલવું
- ત્વચા લાલ થવી 
- પરસેવો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મેં આ પ્રકારની રમત 2-3 વર્ષથી રમી નથી.'- પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments