rashifal-2026

આંતરડામાં જામેલી ગંદકી બહાર કરશે આ 5 નુસ્ખા, પેટ સંબંધિત સમસ્યાઓ થશે દૂર

Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2023 (06:00 IST)
Natural Remedies = શરીરને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્ર મજબૂત હોવું જરૂરી છે. પરંતુ જો તમને વારંવાર પેટ ફૂલવું, ગેસ અથવા એસિડિટીની ફરિયાદ રહે છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. જેનું એક કારણ આંતરડામાં ફસાયેલી ગંદકી હોઈ શકે છે. જો પેટ અને આંતરડા સાફ હશે તો તમારું પાચનતંત્ર પણ સારી રીતે કામ કરશે. અહીં અમે તમને આંતરડાઓમાં ફસાયેલી જૂની ગંદકીને સાફ કરવાના ઘરેલું ઉપાય બતાવી રહ્યા છીએ, જેને અપનાવવાથી તમારું પેટ સાફ રહેશે અને આંતરડાઓમાં જમા થયેલી ગંદકી પણ નીકળી જશે 
 
આંતરડામાં જામેલી ગંદકી કેવી રીતે સાફ કરવી?
 
પ્રોબાયોટીક્સનું સેવન કરો 
આંતરડામાં સારા બેક્ટેરિયા વધારવા માટે, તમારા આહારમાં પ્રોબાયોટીક્સ વધારો. આ માટે તમારે દહીં અને છાશનું સેવન કરવું જોઈએ. આમાં રહેલા બેક્ટેરિયા તમારી પાચનક્રિયાને પણ સુધારશે.
 
સફરજનનું જ્યુસ 
સફરજન ખાવા સિવાય તમે તેનુ  જ્યુસ પણ પી શકો છો. સફરજનનુ જ્યુસ પીવાથી આંતરડામાં ફસાયેલો મળ સરળતાથી સાફ થઈ જાય છે. જો તમે રોજ સફરજનનુ   જ્યુસ પીશો તો શરીરમાં ટોક્સિન્સ જમા થશે નહીં.
 
પાણી પીવો
કામમાં વ્યસ્ત હોવાને કારણે લોકો પાણી ઓછું પીવે છે અથવા ખોટા સમયે પાણી પીવે છે. પાચનક્રિયા સારી રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
 
ફાઇબર યુક્ત ખોરાક 
પાચનક્રિયા સુધારવા માટે ફાઈબરયુક્ત ખોરાક લો. નારંગી, જામફળ, નાસપતી, કેરી અને સફરજન એવા ફળો છે જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેને ખાવાથી આંતરડાની હેલ્થ સારી રહે છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.
 
અનેકવાર ભોજન લો
એક સાથે ક્યારેય વધારે ખોરાક ન ખાવો, પરંતુ દિવસમાં વારેઘડીએ થોડો થોડો ખોરાક લો. આમ કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે અને પેટ પણ સારી રીતે સાફ થાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રામ મંદિરનો ધાર્મિક ધ્વજ લગાવ્યા પછી પાકિસ્તાન ગભરાઈ ગયું છે! તેણે ભારત વિરુદ્ધ યુએનમાં અપીલ કરી.

રોહતકમાં નેશનલ બાસ્કેટબોલ પ્લેયરનુ મોત, પ્રેકટિસ દરમિયાન છાતી પર પડ્યો પોલ - Video

IND vs SA: સાઉથ આફ્રિકાએ 25 વર્ષ જૂના ઈતિહાસનુ પુનરાવર્તન કર્યુ, બીજી ટેસ્ટમાં ભારતને 408 રનથી હરાવ્યુ

26/11 Mumbai Attack Anniversary - જો કસાબ જીવતો ન પકડાયો હોત તો દુનિયા સામે પાકિસ્તાનનો આતંકવાદી ચેહરો ઉઘાડો ન પડતો, જાણો સંપૂર્ણ સ્ટોરી

Video- એક થાંભલો તેની છાતી પર પડ્યો અને... હરિયાણાના રોહતકમાં બાસ્કેટબોલ કોર્ટ પર 16 વર્ષના બાસ્કેટબોલ ખેલાડીનું મોત થયું. અકસ્માતનો ભયાનક વીડિયો સીસીટીવીમાં કેદ થયો

વધુ જુઓ..

ધર્મ

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

રાત્રે કપડાં કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક અને જ્યોતિષીય કારણો જાણો.

આગળનો લેખ
Show comments