Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં આ લોટની રોટલી શરીરને રાખે છે ઠંડુ, વજન ઘટાડવામાં પણ છે અસરદાર

Webdunia
બુધવાર, 1 મે 2024 (16:08 IST)
Jowar Roti Is Best For Summer
ગરમી આવતા જ લોકો ડાયેટમાં ખૂબ ફેરફાર કરે છે. વધુ પાણીવાળી વસ્તુઓનુ સેવન કરો છો. હલકો ખોરાક અને લીલા શાકભાજીઓ વાપરો છો. જોકે અનાજમાં ખૂબ ઓછા લોકો ફેરફાર કરે છે. ગરમીના દિવસોમાં તમારે રોટલી પણ બદલી નાખવી જોઈએ. ઘઉના સ્થાન પર આ સીજનમાં તમે જુવારની રોટલી ખાવ. ગરમીમા જુવારની રોટલી શરીરને કુલ રાખવામાં મદદ કરે છે. જુવારની તાસીર ઠંડી હોય છે જે ગરમીમાં પેટને ઠંડુ રાખે છે. જુવારની રોટલીથી  શરીરનુ વજન ઝડપથી ઓછુ થાય છે. જાણો જુવારની રોટલી ખાવાના શુ ફાયદા છે ? 
 
ગરમીમાં કયા અનાજની રોટલી ખાવી જોઈએ ?
જુવાર એક એવુ અનાજ છે જેને ન્યૂટ્રિશન્સનુ પાવરહાઉસ પણ કહેવાય છે. જુવારમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ જોવા મળે છે.  જુવાર શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જુવારની રોટલી ખાવાથી શરીરમાં એનર્જી કાયમ રહે છે અને માંસપેશીઓ મજબૂત થાય છે.  
 
- જે લોકોને ગ્લૂટેનથી એલર્જી છે તેમણે ડાયેટમાં જુવારની રોટલી સામેલ કરવી જોઈએ. જુવાર ગ્લૂટેન ફ્રી ફૂડ છે. જેને સીલિએક રોગના લોકો માટે સારો માનવામાં આવે છે. ગરમીમાં જુવારની રોટલી ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વ સહેલાઈથી મળી જાય છે. 
 
- જે લોકો જુવારની રોટલી ખાય છે તેમને પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે. જુવાર ફાઈબરથી ભરપૂર ફુડ છે જેને પચાવવુ સહેલુ છે. પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે જુવારની રોટલીનુ સેવન લાભકારી માનવામાં આવે છે. જુવાર વધેલા વજનને ઘટાડવામાં મદદ કરે છે. 
 
- 1 કપ જુવારમાં 22 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. પ્રોટીન શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી મૈક્રોન્યૂટ્રિએંટ છે. તેનાથી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે. જુવાર ખાવાથી શરીરને ભરપૂર ઉર્જા મળે છે. તેનાથી પેટ ભરેલુ રહે છે અને તમે ઓવર ઈંટિંગથી બચી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર

Monsoon Special- કાંદાના ભજીયાની રેસીપી

ચોમાસામાં મસાલા લોટ અને ચોખાના ડબ્બામાં નહી આવે ભેજ, અપનાવો આ રીત

વરસાદની મજા બની શકે છે સજા, વરસાદમાં નહાવાથી પહેલા જાણી લો આ જરૂરી વાત

Chocolate Pede- ચોકલેટ પેડે'નો સ્વાદ મોંમાં ઓગળી જશે, વાંચો સરળ રેસીપી

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri: માસિક શિવરાત્રીના દિવસે આજે કરો આ સરળ ઉપાયો, લગ્નજીવન સુખી રહેશે, આર્થિક તંગી થશે દૂર

Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ માટીના વાસણમાં શા માટે બને છે

સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને દેખાય તે કઈ વાતનો સંકેત છે? કનૈયાને જુદી જુદી પરિસ્થિતિઓમાં જોવાનો અર્થ જાણો

Sanatan - ભોજનના સમયે પહેલુ ગ્રાસ કોના માટે કાઢવુ જોઈએ જાણો શું કહે છે શાસ્ત્ર

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે

આગળનો લેખ
Show comments