Biodata Maker

હેલ્થ કેર - આ રીતે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરો

Webdunia
શુક્રવાર, 22 જૂન 2018 (00:24 IST)
શરીરમાં કોશિકાઓના કાર્યકલાપ અને તેમના રિપેયરિંગ, એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન હાર્મોનના નિર્માણ માટે કોલેસ્ટ્રોલ ખૂબ જરૂરી હોય છે. તેની અધિકતાથી દિલ સંબંધી રોગોનો ખતરો વધી જાય છે. પણ ખાવા પીવાના ઢંગને બદલીને અને નિયમિત રૂપે વ્યાયામ દ્વારા તેને નિયંત્રણમાં મુકી શકાય છે. 
 
 શુ છે કોલેસ્ટ્રોલ ? 
 
કોલેસ્ટ્રોલ શરીરમાં રહેલ એક પદાર્થ છે.  જે આપણા રક્ત અને કોશિકાઓમાં રહેલુ હોય છે. આ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. પણ તેની અધિકતા ખતરનાક બની શકે છે. કોલેસ્ટ્રોલની જાણ કરવા માટે લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ સવારે ખાલી પેટ કરવામાં આવે છે. તળેલી સેકેલી વસ્તુઓ, અને જંક ફુડ વધુ ખાવુ કસરત ન કરવી અને અનુવાંશિક કારણોથી કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે. 
 
કોલેસ્ટ્રોલ લેવલ મિલિગ્રામ પર્સેંટ 
 
સામાન્ય  - 130-250 
આદર્શ - 200થી ઓછુ 
એચડીએલ - 45થી વધુ 
એલડીએલ - 130થી ઓછુ.  
 
ત્રણ છે પ્રકાર 
 
આ ત્રણ પ્રકારના હોય છે કોલેસ્ટ્રોલ - એચડીએલ, એલડીએલ અને વીએલડીએલ 
 
એચડીએલ - આ સારુ કોલેસ્ટ્રોલ હોય છે જે દિલની ધમનીઓમાં વસાને જામવા નથી દેતુ. 
એલડીએલ અને વીએલડીએલ - આ બંને દિલ માટે ખરાબ હોય છે. જેમા એલડીએલ દિલંવે વધુ નુકશાન પહોંચાડે છે. 
 
વ્યાયામથી બનો ફિટ 
 
ચાલતા રહો - જેટલા પગપાળા ચાલશો એટલા જ ફિટ રહેશો અને તેનાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહેશે. રોજ ઓછામાં ઓછી 45 મિનિટની વોક જરૂર કરો.  
 
કસરતથી કરો દિવસની શરૂઆત - તમારી લાઈફમાં રોજ અડધો કલાક એક્સરસાઈઝને જરૂર સામેલ કરો. તેનાથી વજન કંટ્રોલમાં રહેશે અને કોલેસ્ટ્રોલ લેવલ પણ સંકટના નિશાન સુધી નહી પહોંચી શકે. આ માટે તમે સાયકલ ચલાવો. સ્વીમિંગ કરો કે યોગની મદદ પણ લઈ શકો છો. 
 
ખાનપાન - તમારી ડાયેટમાં લીલી શાકભાજી જેવી કે પાલક મટર લીલી ડુંગળી વગેરેનો સમાવેશ કરો. ફાઈબર ફુડ જેવા કે કોબીજ, મશરૂમ અને સુકા મેવા સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે. મોસમી ફળ જરૂર ખાવ. સલાદને પણ આહારનો ભાગ જરૂર બનાવો.  
 
ધ્યાન રાખો - દિલની તંદુરસ્તી માટે મહિના વર્ષો સુધી ફક્ત એક જ પ્રકારના કુકિગ ઓઈલમાં ખાવાનુ બનાવવાને બદલે જુદા જુદા તેલનો પ્રયોગ કરો. આ માટે સરસિયાનુ કે અળસીનું તેલ અથવા ગાયના ઘી નો પ્રયોગ કરી શકાય છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં 19 આરએમસી પ્લાન્ટ બંધ

યુપીમાં NH-9 પર ઝડપી કાર DCM સાથે અથડાઈ, 4 MBBS વિદ્યાર્થીઓના મોત

73 વર્ષની ઉંમરે પણ રશિયાના રાષ્ટ્રપતિની ફિટનેસનો કોઈ જોડ નથી, જાણો શું છે તેમનું વર્કઆઉટ રૂટીન ?

પુતિન માટે આજે 'હાઈ ડિનર' ની મેજબાની કરશે પીએમ મોદી, બંને નેતાઓની દોસ્તી પર અમેરિકા અને યૂરોપની ખરાબ નજર

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments