Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની વધતી ચરબીને ઘટાડવા અપાનાવો આ ટિપ્સ

Webdunia
શનિવાર, 23 જાન્યુઆરી 2016 (17:31 IST)
આજકાલ દરેક મહિલા ઈચ્છે છે કે તે સ્વસ્થ અને આકર્ષક દેખાય. પણ મોટાભાગની મહિલાઓ કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તે સારી રીતે પોતાના શરીર પર ધ્યાન નથી આપી શકતી. જેવુ કે વજન વધવુ, કાર્યક્ષમતામાં કમી, બિનજરૂરી થાકનો અનુભવ, ત્વચા બેજાન વગેરે થવાથી જાડાપણુ આવી જાય છે. જેને કારણે તેમના પેટ પર ચરબી આવી જાય છે.  આવામાં મહિલાઓ પોતાનુ વજન ઓછુ કરવા માટે ઘણુ બધુ અપનાવે છે. પણ તેમાથી તેમને કોઈ લાભ થતો નથી. 
 
મોટાભાગની મહિલાઓનુ પેટ ગર્ભધારણ કર્યા પછી બહાર નીકળી આવે છે. જેનાથી તેમની શારીરિક સુંદરતા ઘટી જાય છે. આવામાં પેટનો આકાર વધી જવાથી આખા શરીરનો આકાર બગડી જાય છે. જ્યારે તમારા પર કોઈ પણ ડ્રેસ ફિટ નથી થતી તો તમને કેટલુ ખરાબ લાગે છે. તો આવો આ પેટને અંદર કરવાની ટિપ્સ
 
1. તેલ - મહિલાઓએ ગર્ભાવસ્થાના સમયે પેટ પર તેલથી ધીરે ધીરે માલિશ કરતા રહેવુ જોઈએ. પ્રસવ પછી  હળવા દબાણ સાથે પેટને બાંધીને મુકો. આવુ કરવાથી પેટ વધુ બહાર નહી આવે. 
 
2. ગ્રીન કે બ્લેટ ટી - બપોરે અને રાત્રે વચ્ચે ભૂખ લાગે તો સ્નેક્સ ખાવાને બદલે ગ્રીન કે બ્લેક ટી પીવો. તેમા થાયનાઈન નામનુ અમીનો એસિડ હોય છે જે તમારી ભૂખને કંટ્રોલ કરે છે. 
 
3. પ્રોટીનની માત્રા - ખાવામાં પ્રોટીનની માત્રા વધારો. આ પચવામાં વધુ સમય લે છે અને પેટ મોડા સુધી ભરેલુ રાખે છે. જેવા કે ઈંડાનો સફેદ ભાગ, ફેટ ફ્રી દૂધ અને દહી ગ્રિલ્ડ ફિશ અને શાકભાજી તમને સ્લિમ ફિટ બનાવશે. 
 
4. ઈંડા - સવારના સમયે પ્રોટીનનુ સેવન ખૂબ જ લાભકારી છે. કાર્બોહાઈડ્રેટ યુક્ત અન્ય ખાદ્ય પદાર્થની તુલનામાં ઈંડા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. એક ઈંડામાં ફક્ત 75 કૈલોરી હોય છે અને તેમા અન્ય મહત્વપૂર્ણ પોષણ તત્વો ઉપરાંત લગભગ 7 ગ્રામ સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન રહેલુ છે. 
 
5. તજ - તજ તમારા ભોજનને મીઠાસ આપે છે. આ સાથે જ તજ વગરના આહારની તુલનામાં આ શુગરને 20 ગણુ વધુ મેટાબોલાઈઝ કરે છે. બ્લડમાં શુગરની વધુ માત્રા રહેવાથી ફૈટ સ્ટોરેજ વધે છે. 
 
 
6. ગરમ પાણી - અઠવાડિયામાં એક વાર ગરમ પાણીથી પેટને સેંકાઈ કરો. આવુ કરવાથી પરસેવો વધુ આવશે અને ચરબી ઓછી થશે અને પેટની સ્કિન ટાઈટ થશે. 
 
7. વ્યાયામ - ફરવા જાવ અને ફરતી વખતે શ્વાસને અંદર તરફ ખેંચો અને પેટને પણ અંદર લો. આવુ અનેકવાર કરતા રહો તેનાથી ઉભરાયેલુ પેટ અંદર જશે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments