rashifal-2026

હેલ્થ કેર : સતત અનિદ્રા ડાયાબિટિસનું લક્ષણ હોઈ શકે

Webdunia
જે લોકો રાતમાં સતત પડખાં બદલતા રહી ઊંઘ આવવાની રાહ જોયા કરે છે તેમનામાં ડાયાબીટિઝ અને હૃદય સંબંધી રોગોનું જોખમ છગણું વધુ હોય છે. નવા સંશોધન અનુસાર ત્રણ દિવસ સતત અનિંદ્રા બાદ ડાયાબીટિઝના લક્ષણો ઉત્પન્ન થવાનું શરૂ થઇ જાય છે. 'નેચર જિનેટિક્સ'માં પ્રકાશિત આ અંગેનું નવું સંશોધન એ સંશોધનોની પુષ્ટિ કરે છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોમાં ડાયાબીટિઝ અને હૃદય સંબંધી રોગોની સંભાવના વધુ હોય છે.

તાજેતરના સંશોધનમાં 20 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકો અનુસાર એમટી-2 નામથી ઓળખાતું ફૉલ્ટી પ્રોટીન અનિયમિત દિનચર્યા દરમિયાન ઇન્સ્યુલિન હોર્મોન રિલિઝ કરે છે. આનાથી બ્લડ શુગરનું સ્તર બગડી જાય છે અને ડાયાબીટિઝનું જોખમ સર્જાય છે. લંડનની ઇમ્પીરિયલ કોલેજના પ્રોફેસર ફીલિપ ફ્રોગુયલ જણાવે છે કે બ્લડ શુગરનું સ્તર એ પ્રક્રિયાઓમાં સામેલ છે જે આપણા શરીરની બાયોલોજીકલ ક્લોકથી નિયંત્રિત થાય છે.

યુકેમાં ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડાયાબીટિઝ ડૉ. લેન ફ્રેમ કહે છે આ પ્રકારના જિનેટિક અભ્યાસ એ જાણકારી મેળવવામાં બહુ ફાયદાકારક છે કે કોઇ વ્યક્તિના જિનેટિક્સ કઇ રીતે તેનામાં ડાયાબીટિઝ ટાઇપ-2નું જોખમ પેદા કરે છે. એ જાણવું પણ જરૂરી છે કે જિનેટિક્સ ફેરફારો સિવાય જીવનશૈલી પણ જોખમી સ્થિતિ સર્જી શકે છે. બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરનાર ઇન્સ્યુલિન મેલાટોનીન દ્વારા નિયમિત કરાય છે. સાથે શરીરની ઊંઘવા અને જાગવાની પ્રક્રિયામાં પણ મેલાટોનીનનું યોગદાન મહત્વનું હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત સરકારની વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક યોજના

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ: 22 માર્ચથી નવી સિસ્ટમ સક્રિય થશે

પ્રીમિયમ પેટ્રોલની કિમંતોમાં વધારો - કેમ વધી રહી છે કિમંત અને શુ થશે અસર ?

જો તું મારી સાથે સૂઈશ તો જ તને મદદ મળશે," કોન્સ્ટેબલે બળાત્કાર પીડિતાને કહ્યું, અને ઓડિયો વાયરલ થયા પછી SSPએ તેને સસ્પેન્ડ કરી દીધો.

દક્ષિણ કોરિયામાં ભયાનક અકસ્માત: ઓટો પાર્ટ્સ ફેક્ટરીમાં આગ, 50 થી વધુ લોકો ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 21 માર્ચ

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

Aaj nu panchang - આજનુ પંચાંગ -20 માર્ચ

બ્રહ્મચારિણી માતાની આરતી

આગળનો લેખ
Show comments