Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ : યોગા મેડિટેશન કરો સ્વસ્થ જીવન જીવો

Webdunia
જો સ્વસ્થ જીવન ઇચ્છતા હોવ તો યોગા અને મેડિટેશન રેગ્યુલર ફોલો કરો. જીવનને સ્વસ્થ રાખવાનો આ માર્ગ એવરગ્રીન છે અને વધુ ને વધુ લોકો આની તરફ વળી રહ્યાં છે. નિષ્ણાતોનું માનવું છે કે મહિના સુધી દરરોજ 20 મિનિટ મેડિટેશન કરવાથી તમારા સ્વસ્થ્યમાં મોટો સુધારો જોઇ શકશો. 

આજે ચોતરફ તણાવ વધી રહ્યો છે. આવામાં શાંતિ મેળવવા માટે લોકો મેડિટેશન એટલે કે ધ્યાન તરફ વળી રહ્યાં છે. વાસ્તવમાં હવે લોકો શારીરિક અને માનસિક સમસ્યાનું નિરાકરણ યોગમાં શોધવા લાગ્યા છે. જો તમે પણ આમાંના જ એક હોવ તો રિફ્રેશ યોગાનો ઓપ્શન તમને મદદ કરશે. 

રિફ્રેશ યોગા  :  કેટલાંક લોકોનું કહેવું છે કે રોજના ભાગમભાગવાળા જીવનમાં શ્વાસ લેવાનો પણ સમય નથી તો યોગ કે મેડિટેશનનો સમય ક્યાંથી કાઢવો. આવી ફરિયાદ કરનારા લોકો માટે રિફ્રેશ યોગા ફાયદાકારક સાબિત થશે. જણાવી દઇએ કે રિફ્રેશ યોગા પ્રાણાયમનો ભાગ છે, પણ જો તમે તે કરશો તો ધીમે ધીમે તમે રાહત મેળવી શકશો. જો તમે થાકેલા રહો છો તો થોડા જ દિવસોમાં હેલ્ધી ફીલ કરવા લાગશો. ફ્રેશ થવાનો આ સૌથી સરળ પ્રકાર છે અને ખાસ વાત એ છે કે આ યોગા બસ, ટ્રેન, પ્લેન ગમે ત્યાં કરી શકાય છે.

આ માટે...


-  આંખ, જીભ, કમર, ગળું અને હાથ-પગના કાંડાને દાબે-જમણે અને ઉપર-નીચે કરતા ગોળ-ગોળ ફેળવો. 
-  હાથની મુઠ્ઠી ખોલો અને બંધ કરો. આ રીતે પગની આંગળીઓ પણ ખોલો અને બંધ કરો. 
-  આખું મોઢું ખોલીને બંધ કરો. કાન મરોડો. 
-  ખુલ્લા મને શરીરને સ્ટ્રેચ કરો. 
-  જો તણાવમાં છો તો પેટની અંદરની હવા પૂરી રીતે બહાર કાઢી દો અને નવેસરથી તેમાં હવા પ્રવેશવા દો. આવું પાંચ-છ વખત કરો.
-  હસવાનો મોકો મળે ત્યારે ખુલ્લા મને હસો. 

યોગ ટોનિ ક :  આઠ કલાક ઉંઘ્યા બાદ જો તમે ટેન્શન ફ્રી નથી રહી શકતા કે પછી એકદમ રિલેક્સ્ડ ફીલ નથી કરતા તો યોગ ટોનિક અપનાવો. યોગ ટોનિકમાં તમે સૌથી પહેલા યોગા સંગીતને તમારા જીવનનો હિસ્સો બનાવો. યોગા સંગીત એટલે એનું સંગીત જે મનને શાંતિ પૂરી પાડે છે. આ સંગીતમાં સંપૂર્ણપણે સમાઇ જાવ. લગભગ 10 મિનિટ સુધી આ સંગીતની છત્રછાયામાં રહેવાથી તમે રિફ્રેશ થઇ જશો. ધ્યાન રાખો આ સંગીત ધીમા અવાજે વગાડવું. 

હાસ્ય યોગા :  નિષ્ણાતોનું માનવું છે કે ખુશ અને પ્રસન્ન રહેવું એ લાંબી ઉંમરનો રાઝ છે. માટે સવારે, બપોરે અને સાંજે ત્રણ વખત જોરજોરથી હસો. જેટલું બની શકે તેટલા જોરથી હસો. ધ્યાન રહે કે તમારું આ હાસ્ય અંદરથી ઉત્પન્ન થવું જોઇએ. એવું નહીં કે માત્ર તમારા હોઠ જ ખુલેલા દેખાય. એક સમયે 1થી 2 મિનિટ સુધી હસો. આ ક્રિયાને બેથી ત્રણવાર રીપીટ કરો. ખુલીને હસશો તો તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને તમે સ્વસ્થ રહેશો. 

ઓમનું ઉચ્ચાર ણ :  તમે ધીમા અવાજે ઓમનું ઉચ્ચારણ પણ કરી શકો છો. શ્વાસ રોકીને જેટલા સમય સુધી આવું કરી શકો ત્યાંસુધી કરો. આ રીતે તમારું મન અંદરથી શાંતિ અનુભવશે. તો વળી તમારા મગજના કોશોને પણ આરામ મળશે. જ્યારે આનું ઉચ્ચારણ કરો ત્યારે પેટને બને તેટલી વાર સુધી અંદર ખેંચેલું રાખો. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

Holi Special recipe- ઘુઘરા

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

Holika Dahan 2025: હોળીકા દહન માટે આટલો જ સમય મળશે, ભદ્રાના કારણે હોળી દહનમાં થશે વિલંબ

Show comments