Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોમાસાની ઋતુમાં ભૂલથી પણ ન ખાશો આ ફુડ્સ, વધી જશે ઈંકેશનનો ખતરો, તરત થઈ જાવ એલર્ટ

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2024 (15:57 IST)
foods not to eat in monsoon
Foods To Avoid in Monsoon: આખા દેશમાં હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે. અનેક રાજ્યોમાં ખૂબ વધુ વરસાદ આવી રહ્યો છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ખતરો વધી ગયો છે.  હેલ્થ એક્સપર્ટ્સનુ માનીએ તો વરસાદમાં હેલ્ધી રહેવા માટે લોકોએ પોતાના ખાન પાનનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. ખાવા પીવાની આપણા આરોગ્ય પર સીધી અસર પડે છે. આ ઋતુમાં તાપમાન સતત બદલાતુ રહે છે. જેનાથી વાયરસ બેક્ટેરિયા અને ફંગસનો કહેર વધી જાય છે.  આજે ડાયેટિશિયન પાસેથી જાણીશુ કે વરસાદમાં કયા ફુફ્સ એવોઈડ કરવા જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ જેથી આરોગ્ય સારુ રહે.  
 
વરસાદની ઋતુમાં ખાવા પીવાની વસ્તુઓ થોડાક જ કલાકમાં ખરાબ થવા માંડે છે અને આ જ કારણ છે કે લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. આ ઋતુમાં સ્ટ્રીટ ફુડ્સ અને જંક ફુડ્સનુ સેવન કરવાથી બચવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે  વરસાદને કારણે અનેક જગ્યાએ કીચડ થઈ જાય છે અને ફુડ કંટામિનેશન થવા માંડે છે. આવામાં જે લોકો  
હકિકતમાં  . આવી સ્થિતિમાં, જે લોકો નજીકની દુકાનોમાંથી ખાદ્યપદાર્થો ખાય છે, તેમને પેટમાં ચેપનું જોખમ વધી શકે છે. આ સિઝનમાં લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય લોકોએ ચોખ્ખું પાણી પીવું જોઈએ અને જો તમને પાણીમાં ગંદકી દેખાય તો આવું પાણી બિલકુલ ન પીવું જોઈએ.

વરસાદની ઋતુમાં આ ફુડ્સને કરો એવોઈડ 
 
-  ચોમાસાની ઋતુમાં કાચા સલાડ અને શાકભાજી ખાવા યોગ્ય નથી. આ એટલા માટે છે કારણ કે કાચા શાકભાજી સરળતાથી બેક્ટેરિયા અને વાયરસ માટે સંવર્ધન સ્થળ બની શકે છે, જે તમારા માટે પેટની સમસ્યાઓ ઊભી કરી શકે છે.
 
-   પીઝા અને પાસ્તા ખાવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે આથોવાળો ખોરાક છે અને તે જંક ફૂડની શ્રેણીમાં પણ આવે છે. જો તમે તેને ખાવા માંગતા હોવ તો તે ઘરે આવા ખોરાક બનાવવાની ભલામણ છે. “તમે ભજીયા અને પકોડા ખાઈ શકો, પરંતુ તેને ઘરે બનાવો.
 
- ડાયેટિશિયનનુ માનીએ તો ચોમાસામાં સ્ટ્રીટ ફુડ્સને એકદમ એવોઈડ કરવા જોઈ. તેનાથી આરોગ્ય બગડવાનો ખતરો રહે છે.  જો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યા છે તો ભૂલથી પણ આ ફુડ્સ ન ખાશો. વધુ ઓઈલી અને ફ્રાઈડ ફુડ્સ ખાવાથી બચો. 
 
- વરસાદની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકનુ સેવન ખૂબ સાવધાની સાથે કરો. પહેલા તેને સારી રીતે ધોઈને સ્વચ્છ કરી લો અને પછી તેનો ઉપયોગ કરો. જો શક્ય હોય તો આ શાકને વરસાદની ઋતુમાં એવોઈડ કરવુ જોઈએ. 
 
- વરસાદમાં 3-4 કલાકથી વધુ મોડે સુધી મુકેલુ ખાવાનુ ન ખાવુ જોઈએ. તેમા કંટામિનેશનનો ખતરો રહે છે. આવામાં લોકોએ  ઘરનુ બનેલુ ફ્રેશ ફુડ જ ખાવુ જોઈએ.  આ ઋતુમાં ફ્રિજમાં મુકેલુ ફુડ બીજા દિવસે ખાતા બચવુ જોઈએ.  
 
- એક્સપર્ટનુ કહેવુ છે કે આ ઋતુમાં લોકોને નોનવેજ, કાપેલા ફળ અને બહાર ખુલ્લામાં મુકેલા ફુડ્સનુ સેવન ન કરવુ જોઈએ. તેનાથી આરોગ્યને બેક્ટેરિયલ ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. ફળ હંમેશા ફ્રેશ ખરીદવા જોઈએ. 
 
- વરસાદની ઋતુમાં લોકોએ પાણી ઉકાળીને ઠંડુ કરી લેવુ જોઈએ અને ત્યારબાદ જ પીવુ જોઈએ. સ્ટ્રીટ ફુડ્સ ખાધા પછી લારી પર મુકેલુ પાણી ન પીવુ જોઈએ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Masik shivratri vrat katha- માસિક શિવરાત્રીના દિવસે આ વ્રત કથા વાંચો, સુખ અને સૌભાગ્ય વધશે.

Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી

Ajmer Sharif Dargah- અજમેર શરીફ દરગાહનો ઈતિહાસ

Margashirsha Guruvar Na Niyam - માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ

Geeta Jayanti: શ્રીમદ્દભાગવત ગીતા ઘરમાં છે તો ભૂલથી પણ ન કરશો આ કામ, ઘરમાં નહી રહે બરકત

આગળનો લેખ
Show comments