Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (00:48 IST)
jaggery and dried chickpeas
ગોળ ચણા ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે જ છે. સાથે જ આ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. ગોળ અને ચણાનુ સેવન કરવાથી દાંત અને હાડકા ને પણ મજબૂત બનાવી શકાય છે.  ગોળ એંટીઓક્સીડેંટ   અને સેલેનિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે.  આ ઉપરાંત ગોળ અને ચણા બંને હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે. ગોળ શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢીને લીવરને સાફ કરવામાં મદદ કરી શકે છે. જ્યારે ચણાને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન બી સહિત અન્ય ઘણા પોષક તત્વોનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. દરરોજ ગોળ અને ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. આજે અમે તમને ગોળ અને ચણાના ફાયદા વિશે જણાવીશું.
 
ગોળ-ચણાનુ સેવન કરવાથી મળનારા બીજા ફાયદા 
 
ઈમ્યુનિટી બનાવે મજબૂત - ઈમ્યુનિટીને મજબૂત બનાવવા માટે ગોળ અને ચણા ખૂબ લાભકારી માનવામાં આવે છે. ગોળ અને ચણા  બંને  પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.  
 
હાડકા બનાવે મજબૂત - હાડકાને મજબૂત બનાવવા માટે રોજ ગોળ અને ચણાનુ સેવન કરો. ગોળ અને ચણામા કેલ્શિયમના ગુણ સારી માત્રામાં જોવા મળે છે જે હાડકાને કમજોર થવાથી બચાવવામાં મદદ કરી શકે છે. 
 
મગજ બનાવે સ્ટ્રોંગ - ગોળ અને ચણામાં વિટામિનની વધુ માત્રા જોવા મળે છે. જે મગજને તેજ કરવામાં મદદ કરી શકે છે.  બાળકોને ગોળ અને ચણાનુ સેવન કરવાથી તેમનુ મગજ સારુ ચાલે છે.  ચણા મેમોરી માટે સારા માનવામાં આવે છે.  
 
વધતા વજન પર લગાવે  બ્રેક - જો તમે જાડાપણાથી ત્રસ્ત છો તો તમે સેકેલા ચણા ખાવા જોઈએ. સેકેલા ચણા વધતા વજનને કંટ્રોલ કરવા માટે લાભકારી માનવામાં આવે છે.  ચણામાં ફાઈબરના ગુણ જોવા મળે છે.  જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ રાખવાનો એહસાસ કરાવે છે. જેથી તમે વધુ ખાવાથી બચી શકો છો.  
 
કબજિયાત કરે કંટ્રોલ - કબજિયાતની સમસ્યા વધી જવાથી આ ખૂબ પરેશાની ઉભી કરી શકે છે. ગોળ અને ચણાનુ સેવન કરવાથી  પેટ સંબંધી અનેક સમસ્યાઓથી બચી શકાય છે. ગોળ અને ચણામાં રહેલા ફાઈબરના ગુણ પાચન તંત્રને યોગ્ય બનાવવામાં મદદ કરી શકે છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પિતૃ પક્ષની માતૃ નવમી 25 કે 26 સપ્ટેમ્બરે ક્યારે ઉજવવામાં આવશે? જાણો તેનું મહત્વ

Garba Look with Cowrie Jewellery: નવરાત્રી ગરબા લુકને વધુ સારુ બનાવો આ સ્ટાઈલિશ જ્વેલરીની સાથે

બ્રહ્મચારિણી મંદિર- નવરાત્રિ દરમિયાન બ્રહ્મચારિણી દુર્ગા મંદિરમાં કરવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે, તમે પણ પહોંચો.

51 Shaktipeeth : કાલીપીઠ કોલકત્તા પશ્ચિમ બંગાળ શક્તિપીઠ - 17

51 Shaktipeeth : હિંગળાજ માતાનું મંદિર બલૂચિસ્તાન પાકિસ્તાન શક્તિપીઠ-16

આગળનો લેખ
Show comments