Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો સ્વસ્થ રહેવા માંગો છો તો ચોમાસામાં બિલકુલ ન ખાશો આ વસ્તુઓ

Webdunia
શનિવાર, 21 ઑગસ્ટ 2021 (13:07 IST)
વરસાદની ઋતુમાં ખાનપાનમાં થોડી બેદરકારી પણ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. આવામાં જો થોડી સાવધાની દાખવવામાં આવે તો તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો અને ચોમાસાની મજા પણ માણી શકો છો. આ ઋતુમાં ફૂડ પ્લાન કે ડાયટ ચાર્ટ બનાવવો બહુ જરૂરી છે.
 
ખરેખર ચોમાસા ની ઋતુ માં ફૂડ poisoning  અને પેટ ખરાબ થવાની સમસ્યા વધી જાય છે. તેનું કારણ એ છે કે પાણી  તેમ જ ખાદ્ય પદાર્થ માં રહેલ બેક્ટેરિયા ના લીધે થવા વાળું સંક્રમણ, જે ના તો ખાલી તમારા પેટ ને ખરાબ કરે છે, પણ જાડા- ઊલટી જેવી સમસ્યાઓ ને જન્મ આપી ને  તમારા સ્વાસ્થ્ય ને બગાડે છે.
 
- આ સમય માં અંકુરિત અનાજ ન ખાવાની સલાહ છે. તેનું એ કારણ છે કે તેને વધારે સમય સુધી પાણી માં પલાળવા માં આવે છે. આવા માં તેમાં ખતરનાક બેક્ટેરિયા થઈ જાય છે.
- વરસાદમાં ગરમાગરમ ભજીયા અને સમોસા ખાવાની ઇચ્છા થતી હશે. પણ વાત જ્યારે સ્વાસ્થ્યની આવે તો તેનાથી દૂર રહેજો.
- પચવામાં મુશ્કેલ ભોજન અને અડદ, ચોળા જેવી દાળો ઓછી ખાઓ.
- દહીંમાંથી બનેલી વસ્તુઓનું સેવન પણ આ ઋતુમાં ઓછું કરો તો સારું.
- આ ઋતુમાં ફળોના રસનું સેવન સમજી-વિચારીને કરો. વરસાદમાં ફળ પાણીમાં પલળતા રહે છે આનાથી ફળોમાં રસની સરખામણીએ પાણી વધુ હોય છે.
- વરસાદમાં ચારે તરફ હરિયાળી હોવાથી શાકભાજીમાં કીડા-ઇયળો હોવાની આશંકા વધુ રહે છે. આવામાં પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો તો ખાસ ધ્યાન રાખો.
- ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજી ન ખાવાની સલાહ છે. આ ઋતુમાં લીલા શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં ટેક્સિવ લેવલ વધી શકે છે. એવામાં બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે.  હકીકતમાં આ ઋતુમાં વાતાવરણમાં હ્યૂયૂમિડિટી વધારે રહે છે. જે બેક્ટેરિયા અને કિટાણુઓના પ્રજનનનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. તે પાંદડાઓ પર પ્રજનન કરે છે. જેના કારણે તેને ન ખાવું વધુ હિતાવહ રહેશે
- ચોમાસાની ઋતુમાં ઓછુ ખાવુ તમારા આરોગ્ય માટે લાભકારી છે, તેથી વૈજ્ઞાનિક રૂપે જોવા જઈએ તો શ્રાવણ મહિનો ઉપરાંત મોટાભાગના વ્રત તહેવાર આ ઋતુમાં આવે છે, જેના કારણે લોકો ઈશ્વરના નામે ઉપવાસ કરે છે, પરંતુ હકીકતમાં તેની પાછળનુ વૈજ્ઞાનિક કારણ તમારુ આરોગ્ય જ છે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments