Festival Posters

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

Webdunia
બુધવાર, 10 નવેમ્બર 2021 (07:43 IST)
ડેન્ગ્યુ ગંભીર ફ્લૂ જેવી બીમારી છે. જે શિશુઓ, નાના બાળકો અને પુખ્ત વયના લોકોને અસર કરે છે. પરંતુ ભાગ્યે જ મૃત્યુનું કારણ બને છે. ચેપગ્રસ્ત મચ્છરના ડંખ પછી 4-10 દિવસના ઇન્ક્યુબેશન સમયગાળા પછી લક્ષણો સામાન્ય રીતે 2થી 7 દિવસ સુધી જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડેન્ગ્યુને સામાન્ય ડેન્ગ્યુ અને ગંભીર ડેન્ગ્યુ એમ બે ભાગમાં વહેંચ્યો છે.
 
કોઈને ડેંગ્યુ થયાનું અનુમાન ક્યારે થાય?
 
-  ખૂબ તાવ આવે, 103 થી 105 સુધીનો
-  સ્નાયુ,સાંધામાં દુખાવો થાય, માથાના આગળના ભાગે અને કમરમાં દુખાવો
-  કોઈને ઓરી જેવા દાણાં શરીર પર નીકળે
-  કોઈને ઉલ્ટી-ઉબકાં થાય
-  આંખના ડોળા પાછળ દુખાવો થાય જે આંખ હલાવતા દુખે
- મોટાભાગનાને નબળાઈ, કળતરના લક્ષણો હોય આવા દર્દીના લોહીનો સાદો સીબીસી રિપોર્ટ કરાવતા પ્લેટલેટ્સ,વ્હાઈટ બ્લડ સેલ ઘટે તેના પરથી નિદાન થાય છે.
 
જો દર્દીઓ નિર્ણાયક તબક્કા દરમિયાન આ લક્ષણો જોવા મળે તો 24-48 કલાક માટે નિરીક્ષણ આવશ્યક છે. જેનાથી મૃત્યુનું જોખમ ટાળી શકાય છે.
 
ગંભીર ડેન્ગ્યુ
 
સામાન્ય રીતે દર્દી બીમારી શરૂ થયાના લગભગ 3-7 દિવસ પછી ગંભીર તબક્કામાં પ્રવેશ કરે છે. આ સમયે દર્દીમાં તાવ ઘટવા લાગે છે અને ગંભીર ડેન્ગ્યુ સાથે સંકળાયેલા ચેતવણીરૂપ ચિહ્નો પ્રગટ થઈ શકે છે. આવો ડેન્ગ્યુ જીવલેણ હોય શકે છે. તેમાં પ્લાઝમા લીકેજ, પ્રવાહી ભેગું થવું, શ્વાસની તકલીફ, ગંભીર રક્તસ્ત્રાવ અથવા અંગની ખામી થઈ શકે છે.
 
સારવાર
 
ડેન્ગ્યુ તાવની કોઈ ચોક્કસ સારવાર નથી. સ્નાયુઓમાં દુ:ખાવો અને સામાન્ય દુ:ખાવો તેમજ તાવના લક્ષણોને નિયંત્રિત કરવા પેઈન કિલર લઈ શકાય છે. આ લક્ષણોની સારવાર માટેના શ્રેષ્ઠ વિકલ્પો એસિટામિનોફેન અથવા પેરાસિટામોલ છે.
 
ગંભીર ડેન્ગ્યુમાં અનુભવી ચિકિત્સકો અને નર્સો દ્વારા તબીબી કેર લઈ શકાય છે. મૃત્યુદર 20 ટકાથી ઘટાડીને 1 ટકાથી પણ ઓછો કરી શકે છે. દર્દીના શરીરના પ્રવાહીના વોલ્યુમની જાળવણી મહત્વપૂર્ણ છે.
 
બચવાના ઉપાય 
 
કોરોનાની જેમ જ ડેન્ગ્યુની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી. દર્દીને એસ્પિરિન સિવાયની દર્દશામક દવા અપાય છે અને મુખ્ય બે સલાહ તબીબો અચૂક આપતા હોય છે, (1) દર્દીએ મહત્તમ પ્રવાહી લેવું, પાણી પીવું અને (2) પૂરતો આરામ કરવો. આ સિવાય દુખાવો થાય તો તેની અને તાવ આવે તો પેરાસિટામોલ જેવી દવા જ અપાતી હોય છે. ગંભીર સ્થિતિમાં પણ લક્ષણો મૂજબ હોસ્પિટલમાં સારવાર કરાય છે.
 
-સ્વચ્છતા જાળવો
- પાણીના સંગ્રહના કન્ટેનરોને ખાલી કરવું અને સાફ કરવું
-પાણી સંગ્રહના આઉટડોર કન્ટેનરમાં યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરવો
- મચ્છરો અને ત્વચાના વચ્ચે સંપર્ક ઘટાડવા માટે પુરા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે
-સમાજમાં જાગૃતિ લાવવી પણ જરૂરી છે.
- મચ્છરજન્ય રોગોના જોખમો અંગે સમાજને શિક્ષિત કરવો.
- રોગ નિયંત્રણ માટે સહકાર આપવો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhavnagar Complex Fire: ભાવનગરના એક કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ, ઈમારતમાં 10-15 હોસ્પિટલ

Delhi MCD Bypoll Results: 12 સીટો પર કોણે ક્યાથી નોંધાવી જીત, સૌથી ઓછા-વધુ માર્જીનથી કોણ જીત્યુ, જાણો આખુ લિસ્ટ

ગુજરાતના ભાવનગરમાં એક પેથોલોજી લેબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

દિલ્હી યુનિવર્સિટીના બે મુખ્ય કોલેજોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ એરપોર્ટથી મોટા સમાચાર, ઇન્ડિગો એરલાઇન્સની બધી ફ્લાઇટ્સ મોડી પડી, મુસાફરો ગુસ્સે

વધુ જુઓ..

ધર્મ

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

આગળનો લેખ
Show comments