Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ - રાત્રે જલ્દી ભોજન કરવાના 5 લાભ ,તમે ચોક્કસપણે જાણવા માંગો છો

હેલ્થ ટિપ્સ - રાત્રે જલ્દી ભોજન કરવાના 5 લાભ ,તમે ચોક્કસપણે જાણવા માંગો છો

Webdunia
શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2016 (00:12 IST)
રાતનું  ભોજન કેવુ હોવુ જોઈએ એ સ્વાસ્થ્ય માટે જેટલુ  જરૂરી છે  એટલુ જ ભોજન કયારે લેવુ જોઈએ એ પણ જરૂરી છે.  
 
સામાન્ય રીતે ડૉક્ટર્સનું  કહેવુ  છે કે રાતના ભોજન અને ઊંઘવાના સમય વચ્ચે ઓછામાં ઓછા 2 કલાકનો તફાવત સ્વસ્થ જીવન  માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 
 
જો તમે મોડા ભોજન કરો છો તો જલ્દી ભોજન કરવાના આ 5 લાભ જાણ્યા પછી  તમે પણ જલ્દી ભોજન કરવાનું શરૂ કરશો.  
વજન નિયંત્રણ 
 
જો તમે મોડી રાત્રે ભોજન કરશો તો સવારનો નાસ્તો પ્રભાવિત થશે. ઘણા અભ્યાસોમાં માનવામાં આવ્યું છે  કે  યોગ્ય રીતે બ્રેકફાસ્ટ ન કરવાથી લોકો દિવસભર ઓવર ડાઈટ કરે છે.  
 
રાત્રિનું ભોજન તમારી હેલ્થ ક્લોક વ્યવ્સ્થિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેથી લોકો ઓવરડાઈટ ના કરે અને જાડાપણાથી દૂર રહે. 
 
કબજિયાત સંબંધી સમસ્યાઓનો  નિવારણ 
 
જો તમને કબજિયાત સંબંધી સમસ્યાઓ વધુ રહે છે તો તમે રાત્રે વહેલા ભોજન કરવાની ટેવ પાડી લો. 
 
ખરેખર ,જમ્યા પછી તરત સૂઈ જવાથી ભોજનનું પાચન સારી રીતે થઈ શકતુ નથી.  જેથી હાર્ટબર્ન જેવી સમસ્યાઓનું  જોખમ વધી શકે છે. 
 
સારી ઊંઘ માટે 
 
રાત્રે વહેલા અને તંદુરસ્તીને યોગ્ય ભોજન કરવાથી ઉંઘ ન આવવાની સમસ્યા કેટલાક અંશે ઘટાડી શકાય છે.આ  હેલ્થ ક્લોકને વ્યવસ્થિત રાખવામાં મદદગાર છે. જેથી ઉંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે.  
 
રોગોનું  નિવારણ 
 
કેટલાક અભ્યાસોમાં માનવામાં આવે છે  કે રાત્રે વહેલા ભોજન કરવાથી લોકોને હાર્ટ અટૈક અને સ્ટોક જેવા  હૃદય રોગોનું   જોખમ ઘટાડે છે . 
 
ઊર્જા કાયમ રાખે 
 
મોડી રાત્રે ભોજન કરવાથી તમે નાસ્તો  સારી રીતે નથી કરી શકતા જેથી દિવસભર તમને  ઊર્જાનો અભાવ રહે  છે . રાત્રે વહેલા ભોજન કરવાથી બીજા દિવસે સવારનો નાસ્તો ભરપૂર લઈ શકાય છે . જેથી ઉર્જા જળવાય રહે છે.  

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments