Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ : આરોગ્ય માટે ગુણકારી છે લસણ

જાણો લસણના ઘરેલુ ઉપચારો

Webdunia
લસણનો વર્ષોથી સામાન્‍ય માણસ ઔષધ તરીકે ઉપયોગ કરે છે. લસણ કૃમિઓને, કોઢને સફેદ ડાઘનો નાશ કરે છે. તે સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, વીર્યવર્ધક તીખા રસથી યુક્ત ગુરુ ભારે છે. અદ્યતન વૈજ્ઞાનિક મત પ્રમાણે તે કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્‍ફરસ જેવાં ખનિજ તત્‍વો ધરાવે છે. તેમાં આયોડિન અને આલ્‍કોહોલનો પણ અંશ છે. વિટામીન બી, સી અને થોડા પ્રમાણમાં ‘એ‘ પણ છે. લસણ અને ડુંગળી વગર ગરીબ કે ધનાઢ્ય લોકોની વાનગીઓ સાવ ફિકકી લાગે છે. રસોઇ ઉપરાંત સ્વાથ્ય માટે તે સુવાસિત સાબિત થયુ છે. ભારતમાં વર્ષે લગભગ ૮૦થી ૯૦ લાખ ગુણી જેટલુ ઉત્પાદન થાય છે. હૃદયરોગના દર્દી માટે લસણનું સેવન ગુણકારી છે. ટૂંકમાં કહીએ તો આપણા વૈદ્યરાજો લસણને માન્ય ઔષધ ગણાવે, પરંતુ જો દિલને ધબકતુ રાખવા માટે દિવસ-રાત અદ્યતન ઉપકરણો અને નવા નવા સંશોધનોની સાથે પનારો પાડતા ડોક્ટરો રોજિંદા, ઘરગથ્થું ઉપાય તરીકે લસણને પ્રિસ્કાઈબ કરે તે બાબત જ લસણના ગુણ કહી આપે છે.

લસણ હ્રદયના રક્ત પરિભ્રમણ તંત્ર માટે ઘણું જ ફાયદાકારક છે. તે રક્તમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખે છે. જે ડા‍યાબિટીસ માટે ઉપયોગી છે. તેમજ આંતરડાના રોગને મટાડે છે. લસણ શ્વસનતંત્રના રોગો શરદી, કફ, ક્ષય, ઈન્‍ફલ્‍યુએન્‍ઝા વગેરે મટાડવામાં ઉપયોગી છે. એલર્જીથી પીડાતા લોકોને પણ રાહત આપે છે. લસણમાં એસ્‍ટોજેનિક હોર્મોન હોવાથી સ્‍તનપાન કરાવતી માતાને બાળક માટે વધુ દૂધ ઉત્‍પન્ન કરવામાં મદદરૂપ છે.

                                                                              આગળના પેજ પર ....જાણો લસણના ઘરેલુ ઉપચારો

-

-  કાનમાં સણકાં આવતા હોય તો તેલમાં લસણ કઢવી તે કાનમાં ટીપાં નાંખવાં.
-  આધાશીશી થઈ હોય તો લસણનો રસ નાકમાં રેડવો.
-  હડકાયું કૂતરું કરડે તો તેના વિષ ઉપર લસણ વાટીને લેપ કરવો. લસણ ઉકાળીને પીવું અને ખોરાકમાં લસણ ખાવું.
-  દરેક પ્રકારની ઉધરસ ઉપર લસણના ૨૫ ટીપાં દાડમના શરબતમાં નાખી પીવા.
-  હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.
-  ફેફસામાં પાણી ભરાયું હોય તો લસણને વાટીને સહેજ ગરમ કરીને દર્દીની છાતી પર બાંધવાથી દર્દમાં રાહત થાય છે.
-  ઘામાં જીવડાં, કૃમિ થયા હોય તેના પર લસણ વાટી લુગદી કરી લગાડવું.
-  ભાંગેલા હાડકાં જલદી સંધાય માટે લસણની કળીઓ ઘીમાં તળીને ખાવાથી ફાયદો થાય છે.
-  સર્વે પ્રકારના વા ઉપર લસણની છોલેલી કળીઓ ૪તોલા અને શેકેલી હિંગ, જીરુ, સિંધાલૂણ, સંચળ, સૂંઠ, મરી, પીપર એ દરેક એક માસો લઈ તેનું ચૂર્ણ લસણ સાથે ઘૂંટીને તેની પાવલી ભાર વજનની ગોળીઓ કરીને એક કળી ખાઈ તેના ઉપર એરંડાના મૂળનો ઉકાળો પીવો તેથી પક્ષઘાત, કટિશૂળ, પડખાનું શૂળ, પેટના કૃમિ, પેટનો વાયુ તેમજ સર્વ અંગોનો વા મટે છે. 
-  ઉનાળામાં લસણનો ઉપયોગ બહુ ન કરવો જોઈએ તેમજ મોઢામાં કે હોજરીમાં ચાંદા, પેશાબમાં બળતરા હોય કે એવાં બીજા દર્દોમાં લસણનો ઉપયોગ ન કરવો. 
-  અતિસારવાળા, ગર્ભવતી સ્ત્રી, રક્તપિતી, ઊલટીવાળાઓને લસણ ન આપવું જોઈએ. 

આમ, લસણ અત્‍યંત આરોગ્‍યપ્રદ છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments