Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર - હાર્ટ એટેકથી ગભરાયા વિના પહેલા હાર્ટ એટેક શુ છે તે સમજો

Webdunia
સોમવાર, 4 ઑગસ્ટ 2014 (15:10 IST)
બગડેલી દિનચર્યા, ખાનપાનની ખોટી આદતો જરૂર કરતા વધુ તણાવ લેવો અને વ્યાયામ ન કરવાને કારણે દિલ સંબંધી રોગોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દિલના સ્વાસ્થય માટે જરૂરી છે કે તમે આ સાથે જોડાયેલ તથ્યો જાણો અને સમય સમય પર ચેકઅપ અને ડોક્ટરની સલાહ દ્વારા ખુદને ફિટ બનાવી રાખો. હાર્ટ એટેક કે દિલ સાથે સંકળાયેલ માહિતી પ્રાપ્ત કરી તેનાથી બચી પણ શકાય છે. 
 
હાર્ટ એટેક શુ છે ? 
 
દિલ માંસપેશીઓથી બનેલ અંગ છે જે શરીરના વિવિધ ભાગોમાં લોહીની પમ્પિંગ કરે છે. દિલની રક્ત પ્રવાહિત કરનારી ધમનીઓ જ્યારે રોકાય જાય છે ત્યારે તે ભાગમાં લોહીનું સંચાર ન થવાથી માંસપેશીઓ મરવા લાગે છે. જેનાથી દિલનું કાર્ય પ્રભાવિત થાય છે. આને જ હાર્ટ એટેક કહે છે.  
 
હાર્ટ એટેકના લક્ષણ 
 
છાતીમાં દુખાવો જે જબડાંથી લઈને પેટના નીચેના ભાગ સુધી ક્યાય પણ થઈ શકે છે. દમ ઘૂંટાવવાનો અનુભવ, પરસેવો આવવો, ચક્કર આવવા, ગભરામણ જેવુ લાગવુ. ધ્યાન રહે કે દુખાવો ગેસને કારણે પણ હોઈ શકે છે. તેથી પહેલા એ ખાતરી કરી લો કે દુ:ખાવો હાર્ટ એટેક જ છે કે નહી.  થોડીક હિલચાલ કરીને ઊંડો શ્વાસ લઈને જોવુ જોઈએ કે દુ:ખાવો ઓછો થાય છે કે નહી.  જો ઓછો થાય તો સમજી લો કે આવુ ગેસ ને કારણે થયુ છે આ કોઈ હાર્ટ એટેક નથી. પણ કોઈપણ પ્રકારના દુ:ખાવાને હળવાશમાં ન લો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.  
 
શુ કરશો.. શુ નહી 
 
સૌ પ્રથમ ખાતરી કરી લો કે આ હાર્ટએટેક છે. ત્યારબાદ પાણીમાં ડિસ્પિન ઓગાળી દર્દીને પીવડાવો. ત્યારબાદ તરત જ તેને વિશેષજ્ઞ પાસે પહોંચાડો જેથી હાર્ટ અટેકના 1-6 કલાકને ખૂબ જ મહત્વપૂર્ણ સમજવામાં આવે છે. જો શરૂઆતમાં યોગ્ય સારવાર મળી જાય છે તો દિલને થનારુ નુકશાન ઘણુ ઓછુ કરી શકાય છે.  રોગીને સપોર્ટ આપો. લોકોની સલાહ પર કોઈ દવા ન આપશો. 
 
કોણે હોય છે વધુ સંકટ 
 
દિલ સંબંધી રોગોની આશંકા એ લોકોને સૌથી વધુ હોય છે જેમને ડાયાબિટીઝ મેલિટસ (લાંબા સમય સુધી શુગર લેવલ વધેલુ રહે) હોય. બ્લડ પ્રેશર અને બ્લડ કોલેસ્ટ્રોલ વધુ હોવુ. જાડાપણુ, પહેલા પણ એટેક આવી ચુક્યો હોય. જેમના પરિવારમાં આ રોગ જન્મજાત હોય. વધુ વયના સ્ત્રી પુરૂષોને, સ્ત્રીઓમા મેનોપોઝ પછી, જે વધુ ધૂમ્રપાન કરતા  હોય અને એવા લોકો જે બિલકુલ વ્યાયામ નથી કરતા.  
 
કયા ટેસ્ટ ઉપયોગી 
 
આ માટે ઈસીજી, બ્લડ ટેસ્ટ, એંજિયોગ્રાફી, ટ્રેડમિલ ટેસ્ટ વગેરે કરાવવામાં આવે છે. 
 
વિધિ જે કારગર સાબિત થાય છે 
 
એંજિયોપ્લાસ્ટીને ખૂબ કારગર અને સરળ ઉપચાર માનવામાં આવે છે. બાયપાસ સર્જરીનો પ્રયોગ ખાસ પરિસ્થિતિઓ જેવી કે ત્રણે ધમનીઓમાં સંપૂર્ણ રીતે બ્લોકેજ હોય અને તેનો ઈલાજ એંજિયોપ્લાસ્ટીથી શક્ય ન હોય ત્યારે જ કરવામાં આવે છે. 
 
આનાથી કેવી રીતે બચશો 
 
તળેલી વસ્તુઓ અને ગરમ વસ્તુઓને ટાળો. નિયમિત કસરત કરો. તણાવથી દૂર રહો. લીલા પાંદડાવાળી શાકભાજી અને ફળ વધુ ખાવ. મેડિટેશન લાફ્ટર થેરેપી વગેરેની મદદ પણ ફાયદાકારક રહેશે.  જે પરિવારોમાં દિલ સંબંધી બીમારીયો હોય ત્યા બાળપણથી જ સાવધાની રાખવી જોઈએ. 30ની વય પછી દર વર્ષે ચેકઅપ કરાવતા રહો.  

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments