Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢું આવે ત્યારે

Webdunia
મોઢું આવવાના કારણો-

- આર્યુવેદના અનુસાર મોઢામાં ચાંદા પેટની ગરમીને કારણે પડે છે.અપચો આનું મૂળ કારણ છે.
- કેટલીકવાર કોઈ વસ્તુ ખાતી વખતે દાંતની વચ્ચે જીભ કે ગાલનો ભાગ આવી જાય છે તો પણ ચાંદા પડી જાય છે. આવા ચાંદા મોઢાની લાળથી તેની જાતે જ સારા થઈ જાય છે.
- એલિયોપેથીક દવાઓની આડઅસરથી પણ મોઢું આવે છે.
- જો આપણાં દાંત આડા-અવળાં હોય કે, નુકીલા કે અડધાં તૂટેલાં હોય જેને કારણે જીભને કે મોઢાંને વારંવાર ખૂંચે છે જેને કારણે મોઢામાં ચાંદા પડે છે.
- નકલી દાંત વ્યવસ્થિત ન બન્યાં હોય તો અને મોઢાંમાં ખૂંચાતા હોય તો પણ ચાંદા પડે છે.
- સોપારી ખાધા પછી કોગળા કર્યા વગર રાતે ઉંઘી જવાને કારણે પણ ચાંદા પડે છે, તંબાકુ,પાન, પડીકી, ધૂમ્રપાનની આદત વગેરેના કારણે પણ મોઢાંમાં ચાંદા પડે છે.
- કોઈપણ પ્રકારનો માનસિક તનાવ હોય તો પણ ચાંદા પડે છે.
- આ ચાંદા કદી કદી કેંસરમાં પણ ફેરવાઈ જાય છે.

ઘરેલુ ઉપાય

- એક કેળું ગાયના દૂધમાં ખાવાથી આરામ મળે છે.
- મોઢું હંમેશા આવતું હોય તો ટામેટાં ભરપૂર ખાવા જોઈએ. ટામેટાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેના કોગળા કરવાથી પણ રાહત મળે છે
- પાનમાં ચણાની દાળ જેટલો કપૂરનો કટકો નાખીને પાન ધીરે ધીરે ચાવવું. થૂંક ગળવું નહીં તેને થૂકતાં રહેવું, છેલ્લા કોગળા કરી લો તરતજ લાભ થશે.
- સૂકુ કોપરું ખૂબ ચાવી ચાવીને ખાવું અને તેનું પેસ્ટ બનાવી મોઢાંમાં થોડીવાર રાખવું પછી ઉતારી જવું આવું દિવસમાં બે-ત્રણ વાર કરવાથી બે દિવસમાં ચાંદા મટી જશે.

ચાંદાનો ઈલાજ

* સામાન્ય ચાંદા વિટામિન 'બે' કોમ્પ્લેક્સ તથા ફોલિક એસિડની ગોળીયો દિવસમાં બે-ત્રણ વાર લેવાથી મટી જાય છે.
*ચાંદા પર લગાવવાનું પીડાનાશક લૉશન પણ બજારમાં મળે છે. આના પ્રયોગથી તરત રાહત મળે છે. પૉટેશિયમ પરમેગનેટને પાણીમાં ભળવી તેના કોગળા કરવાથી પણ ચાંદા મટી જાય છે.
* આવા સમયે ગરમ કોફી,ચા તથા મસાલેદાર વસ્તુઓને ખાવી ન જોઈએ. કારણકે આનાથી તકલીફ વધી શકે છે.
* વધું કડક બ્રશના ઉપયોગથી પણ મસૂડાં છોલાઈ જાય છે જેને કારણે ચાંદા પડે છે, તેથી હંમેશા નરમ બ્રશ જ વાપરવો જોઈએ.
* જો મોઢાંના ચાંદા એક અઠવાડિયામાં સારા ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જો ચાંદા પડવાથી ભોજન કરવામાં તકલીફ પડતી હોય તો બરફના ઠંડા પાણીથી કોગળાં કરવાં જોઈએ, જેનાથી રાહત મળશે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Lal Marcha No Upay:વર્ષના પહેલા શનિવારે કરી લો લાલ મરચાનો આ ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

Mahakumbh 2025: Dome City માં મળશે 5 સ્ટાર હોટલ જેવી સગવડ, ભાડું સાંભળીને ચોંકી જશો તમે !

Mahakumbh 2025- મહાકુંભની મુલાકાત લેવા માટે કેટલો ખર્ચ થશે

Garud Puran: મૃત્યુ પછી કેમ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ ? જાણો નિયમ, કથા અને મહત્વ

Mahakumbh 2025- મહાકુંભ 2025 માટે સાત રાજ્યોમાંથી દોડશે સ્પેશિયલ ટ્રેન, રેલવેએ જાહેર કર્યું ટાઈમ ટેબલ

Show comments