Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્યુટી પ્લસ હેલ્થ ટીપ્સ : શિયાળાની ઋતુ માટે વિશેષ ટીપ્સ

Webdunia
સ્વાસ્થ્ય અને સુંદરતા, બંનેમાં એકસાથે નિખાર આવે તો કેટલું સારું! આવું વાસ્તવમાં સંભવ છે. તમે શિયાળામાં સર્જાતી સુંદરતાને લગતી કેટલીક સમસ્યાઓને યોગ્ય ખાનપાનની મદદથી દૂર કરી શકો છો. 

દરેક મૌસમના પોતાના કેટલાંક ફાયદા હોય છે અને કેટલાંક નુકસાન પણ. ઠંડીમાં પણ કંઇક આવું જ છે. ઠંડીમાં ત્વચા અને વાળને લઇને કેટલી ચોક્કસ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પણ જો ડાયટમાં સિઝનને અનુકૂળ થોડું ધ્યાન આપવામાં આવે તો તમે સુંદરતાથી જોડાયેલી આ સમસ્યાઓને દૂર કરી શકશો.

રુક્ષ ત્વચાથી બચવા માટે...

- પાણીમાં કોબીના પત્તાને ઉકાળો અને તેને રાતભર ઠંડુ થવા દો. સવારે એ પાણીથી ચહેરો ધોઇ લો.
- જો ઠંડીના કારણે ચામડી ઉખડી રહી હોય તો ચહેરા પર ઓલિવ ઓઇલ લગાવો.
- મધની મદદથી ચહેરા પર મસાજ કરો. મધમાં પાણી, તેલ, ગ્લુકોઝ, એન્ઝાઇમ્સ અને ફ્રુક્ટોઝ હોય છે જે પ્રાકૃતિક મોઇશ્ચ્યુરાઇઝરનું કામ કરે છે. મધથી ચહેરાનો મસાજ કર્યા બાદ તેને 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને બાદમાં પાણીથી ધોઇ લો. આનાથી તમારી ચામડી મુલાયમ બનશે.
- દરરોજ એક કપ ક્રશ કરેલા શક્કરિયા કે ગાજરનો જ્યુસ પીઓ. શક્કરિયામાં ગાજર જેટલું જ બીટા કેરોટીન હોય છે. જે ત્વચાને મુલાયમ બનાવે છે.

ચામડી પર ખણ આવે છે...? અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કે બેવાર નહાતી વખતે જવના લોટનો ઉપયોગ કરો. મોટાભાગના લોકો જેઓ ચામડીને લગતી સમસ્યાથી પીડાતા હોય છે તેમને જવના લોટનું ઉબટન લગાવવાની સલાહ આપવામાં આવે છે.

સૂકા હોઠ માટે... : - તમારા ફાટી ગયેલા હોઠ પર નિયમિત મલાઈ લગાવો. મલાઇને પાણીથી ધોઇને ન કાઢશો, તેને રૂ વડે સાફ કરી લો.

કરચલી માટે... : - દરરોજ ઓછામાં ઓછા બે-ત્રણ સંતરા ખાવ કે સંતરાનું એક કપ જ્યુસ પીઓ. એક કપ સંતરાના જ્યુસમાં રહેલ વિટામિન સી ત્વચા પર અકારણે પડી જતી કરચલીઓને દૂર કરે છે.

મજબૂત વાળ માટે... : - - મેથીના દાણાને દહીંમાં નાંખી રાતભર રહેવા દો. બાદમાં સવારે આ દહીને વાળમાં અડધો કલાક માટે લગાડી રાખો અને બાદમાં વાળ ધોઇ લો. ડેન્ડ્રફ ગાયબ થઇ જશે.
- લીંબુનો રસ કે ખાટા દહીને વાળમાં લગાવવાથી પણ ખોડો દૂર થઇ જશે.
-1 /4 કપ અખરોટને પાણીમાં પલાડી રાખો. અખરોટમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ માથઆ પર ખોડાની પોપડી જામવા નથી દેતું.
- પાલક, મેથીનું શાક ખાવ. તેનાથી પણ વાળના વિકાસમાં મદદ મળશે.
- દરરોજ એક ટૂકડો ગોળ ખાવ. ગોળમાં આયર્ન હોય છે જેનાથી વાળને પોષણ મળે છે.

ફાટેલી એડીઓ માટે... : - વધારે પાકી ગયેલા કેળાને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ પગની સુંદરતા વધારવા માટે કરો. ફાટેલી એડીઓ પર મેશ કરેલું કેળું 10થી 15 મિનિટ માટે લગાવેલું રાખો અને બાદમાં પગને હુંફાળા પાણીથી અને પછી ઠંડા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તુરંત જ અસર દેખાશે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments