rashifal-2026

જાણો માનુષી છિલ્લર કેવી રીતે જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ ...

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (11:59 IST)
ભારતની માનુષી છિલ્લર મિસ વર્લ્ડ-2017 બની છે. ચીનમાં આયોજીત મિસ વર્લ્ડ-2017ની ગ્રૅંડ ફિનાલેમાં ભારત તરફથી ભાગ લઈ રહેલી માનુષી છિલ્લર વિજયી થઈ છે.મિસ વર્લ્ડ 2017 દુનિયાના વિભિન્ન દેશોમાંથી આવેલી 108 જેટલી સુંદરીઓને માત આપીને માનુષીએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
 મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરને ફાઈનલ રાઉન્ડમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે, ક્યા ક્ષેત્રમાં સૌથી વધારે પગાર આપવો જોઈએ અને કેમ ? આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું હતું કે, માતાને સૌથી વધારે પગાર મળવો જોઈએ અને આ પગારમાં રૂપિયાને બદલે સન્માન અને પ્રેમ મળવો જોઈએ.
1. હરિયાણાના સોનીપતમાં રહેતી માનુષીનો જન્મ 14 મે, 1997એ થયો હતો.
 
2. માનુષી ના પિતા મિત્રવાસુ છિલ્લર અને માઁ નીલમ છિલ્લર વ્યવસાયે ડૉક્ટર છે, 
 
3. 20 વર્ષની માનુષી 67મી મિસ વર્લ્ડ બની છે.તે મેડીકલ સ્ટુડન્ટ છે અને કાર્ડિયાક સર્જન બનવા માગે છે.
 
4. મિસ વર્લ્ડ 2017માં આ વખતે વિશ્વના વિવિધ દેશની 118 સુંદરીઓને પછડાટ આપીને માનુષીએ આ ખિતાબ હાંસલ 
 
5. માનુષીની આંખનો રંગ ભૂરો છે. 5.9 ફૂટની હાઈટ ધરાવતી માનુષીને પેરાગ્લાઈડિંગ, બંજી જંપિંગ અને સ્કૂબા ડાઈવિંગ જેવા સ્પોર્ટસ પસંદ છે.
 
6.  મિસ વર્લ્ડ માનુષી સમાજસેવા સાથે પણ જોડાયેલી છે. તેણે મહિલાઓના પિરિયડ્સ દરમિયાન હાઈજિન સંબંધિત એક કેમ્પેનમાં લગભગ 5000 મહિલાઓને જાગૃત કરવાનું કામ કર્યું છે.
 
7. માનુષીએ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ પણ શીખ્યો છે. તે ઉપરાંત સ્કેચિંગ કરે છે અને પેઈન્ટિંગ પણ બનાવે છે. ઘોડે સવારી પણ તેનો શોખ છે. 
 
8. માનુષી ભારતમાંથી છઠ્ઠી મિસ વર્લ્ડ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ICC T20 WC 2026 Semi Final: ભારતની કોની સાથે થશે સેમીફાઈનલ, ક્યા દિવસે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડીયા

સંજૂ સૈમસનને શાનદાર રમત માટે મળ્યો POTM એવોર્ડ, વિરાટ-રોહિત માટે કહી દિલ સ્પર્શી લેનારી વાત

IND vs WI Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments