Festival Posters

Letter Writing- પત્રલેખન કેવી રીતે કરશો

Webdunia
શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (12:42 IST)
ટપાલ લખવાની રીત. પત્ર/ટપાલ લેખન-પરિચય.
પત્ર લેખન 
પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો. 
પત્રલેખન કેવી રીતે કરશો 
* પત્રલેખનના માળખામાં મુખ્ય ચાર ઘટકોનો સમાવેશ થાય છે 
1. પત્ર લખનારનું સરનામું અને તારીખ
2. સંબોધન 
3. પત્રનો હેતુ અને મુખ્ય વિગત અને 
4. વિદાયવચનો, પૂર્ણાહુતિ અને સહી 
 
* ઉપરોક્ત ચાર ઘટકોમાં પ્રથમ, પત્રની જમણી બાજુ મથાળે પત્ર લખના રે પોતાનું સરનામું તથા તારીખ લખવા, ત્યારબાદ સંબોધનમાં તારીખની નીચની લીટીમાં ડાબી બાજુ હાંસિયા પાસે, જેને પત્ર લખવાનો હોય તેથી સાથેના સંબંધ મુજબ સંબોધન કરવું. 
* યાદ રહે- વ્યવસાયિક કે ધંધાદારી પત્રો અને અરજીઓમાં, જેને ઉદ્દેશીને પત્ર લખવાનો હોય તેનું પૂરૂં સરનામું, સંબોધનનની ઉપર લખવાનું છે. 
યાદ રહે- પત્રની જમણી બાજુએ તમે લખેલી તારીખની નીચેની લીટીમાં સંબિધને લખવું જરૂરી છે. 
 
* સંબોધન પછી પત્રની વિગત, મુદ્દાઓ પ્રમાણે યોગ્ય ફકરાઓ પાડીને લખવાની રહે છે અને પત્રની વિગત પૂરી થાય પછી એ પછીની લીટીમાં, જમણી બાજુએ, પત્રના પ્રકારને અનુરૂપ શિષ્ટાચારસૂચક યોગ્ય વિદાયવચન લખીને નીચે સહી કરવાની રહે છે. 
 
* યાદ રહે- પરીક્ષામાં પત્રલેખનના પ્રાશ્નોત્તરમાં પત્ર લખનારાના કલ્પિર નામ સરનામા લખવા, તમારા પોતાના સાચાં નામ સરનામા લખવા નહિ, સામાન્ય રીતે પશ્નપત્રમાં પત્રલેખનનું નામ તથ સરનામું જો આપ્યું હોય તો પરીક્ષાર્થીએ એ જ સરનામું પ્રેષકના સ્થાને લખવું જોઈએ; પોતાનું નામ કે સરનામું નહિ. 
 
* પત્ર બોલચાલની સરળ ભાષામાં લખવો અને પત્રમાં વધુ પડતી આલંકારિક ભાષાનો પ્રયોગ કરવો નહિ. જોડણીશુદ્ધિ જાળવવી અને જરૂરી હોય ત્યાં વિરામચિહ્નનોનો ઉપયોગ કરવો જોઈએ. 
 
* પત્રની મુખ્ય વિગત ભાવવાહી અને સ્પષ્ટ રીતે રજૂ કરવી. 
 
* ધંધાદારી કે વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહિ...
* વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ. પત્ર પરીક્ષકને વાંચવો ગમે એ રીતે સુવાચ્ય હસ્તાક્ષરે અને યોગ્ય જગ્યા રાખીને લખવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગિરનાર પર્વત પર દુ:ખદ ઘટના, 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાતા 45 વર્ષીય યુવકનુ મોત

બાંગ્લાદેશી ખેલાડીને લઈને એક્શનમાં BCCI, KKR માંથી મુસ્તફિજુર રહેમાનને હટાવવાનો આદેશ

Tirupati News - એક વ્યક્તિ નશાની હાલતમાં મંદિરના શિખર પર ચઢીને દારૂ માંગવા લાગ્યો, પોલીસને 3 કલાક કરવી પડી મહેનત.. જુઓ VIDEO

હિમાચલ પ્રદેશ: મનાલીના પર્વતોમાં તાજી હિમવર્ષા, VIDEO માં જુઓ ખૂબસૂરત દ્રશ્ય

'Grok તાત્કાલિક અશ્લીલ સામગ્રી દૂર કરો '72 કલાકમાં સબમિટ કરો રિપોર્ટ', કેન્દ્ર સરકારે X ને કડક નોટિસ ફટકારી

વધુ જુઓ..

ધર્મ

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

આગળનો લેખ
Show comments