Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી નિબંધ- 15મી ઓગસ્ટ અથવા સ્વતંત્રતા દિવસ

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (18:00 IST)
ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ  રહેલી છે. આ અહીની સામાજીક સંસ્કૃતિની વિશેષતા રહી છે. 
 
એકતાની આ અનુભૂતિને આપણે સામાજીક રાજનૈતિક જીવનના નિર્માણમાં મદદ કરી છે. આપણા દેશમાં ધર્મ અને મજહબને માનવાની પુર્ણ સ્વતંત્રતા છે. પણ તેનો અયોગ્ય લાભ ન ઉઠાવવો જોઈએ. ધર્મ અને મજહબ ત્યા સુધી છે જ્યા સુધી દેશ સુરક્ષિત છે. 
 
જો દેશની સ્વતંત્રતા જ સંકટમાં પડી જશે તો આપણે અને આપણો ધર્મ ક્યાયના નહી રહે.  આપણે એ વાતોને પ્રોત્સાહિત કરવાની છે જેમા એકતાની ભાવના મજબૂત થાય છે. ભાવનાત્મકતા એકતાની સૌથી મોટી જરૂરિયાત છે. 
 
એ  હ્રદય નહી પત્થર છે. જેમા સ્વદેશનો પ્રેમ નથી 
 
વાસ્તવમાં માતા અને માતૃભૂમિના મોહથી મનુષ્ય મૃત્યુ સુધી મુક્ત નથી થતો. આ બંનેના એટલા ઉપકાર હોય છે કે માનવ તેમાંથી આજીવન ઋણમુક્ત નથી થઈ શકતો. માતૃભૂમીના સન્માનની રક્ષા માટે તે પોતાનુ બલિદાન આપવામાં પરમ આનંદ અનુભવે છે. દેશહિત માટે પોતાનુ સર્વસ્ત્ર બલિદાન કરવામાં જે સુખ શાંતિ મળે છે તેનુ મૂલ્ય કોઈ સાચો દેશ ભક્ત જ સમજી શકે છે. 
 
દેશ સેવા અને પરોપકાર જ તેનો ધર્મ હોય છે. દેશવાસીઓના સુખ દુખમાં જ તેનુ સુખ દુખ રહેલુ હોય છે. તેની અંતરાત્મા સ્વાથરહિત હોય છે દેશની સર્વાગીણ ઉન્નતિ માટે સ્વદેશ પ્રેમ પરમ જરૂરી છે. જે દેશના નિવાસી પોતાના દેશના કલ્યાણમાં પોતાનુ કલ્યાણ પોતાના દેશના અભ્યુદયમાં પોતાનો ઉદય સમજવો જોઈએ.  

ભારતના આગળ ધપતા ડગ...પ્રગતિના પથ પર અગ્રેસર ભારત 
 
ભારત નિરંતર પ્રગતિના પથ પર વિકસિત થતુ જઈ રહ્યુ છે. આઝાદ ભારતે પોતાની એક લાંબી યાત્રા પૂરી કરી લીધી છે. હવે તેની યોજનાઓનો ઉકેલ શરૂ થઈ ગયો છે.   પોતાની સફળતાઓને આપણે મોટાભાગે ઓછી જ આંકીએ છીએ. ગર્વની અનુભૂતિમાં એ તાકત છે જે દેશના લોકોમાં આશાઓની કિરણનો નવો સંચાર કરીને તેમને સામાન્યથી અસામાન્ય ઉંચાઈઓ સુધી પહોંચાડીએ દે છે. 
 
ગર્વની આ અનુભૂતિ તણાવ અને નિરાશાની સૌથી હતાશ ભરેલ આ ક્ષણમાં એક અરબ લોકોના આત્મબળને ઉંચુ ઉઠાવી શકે છે. સ વતંત્ર ભારતની પ્રગતિપર ગર્વ કરવા લાયક.. જય હિંદ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments