Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચાર : ભારતને લાગુ પડેલો જીવલેણ રોગ

Webdunia
શનિવાર, 5 સપ્ટેમ્બર 2015 (15:43 IST)
ન જોઈએ આ ભ્રષ્ટાચાર / ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેંસર / ભ્રષ્ટાચાર : ભારતને લાગુ પડેલો જીવલેણ રોગ 
[ મુદા- પ્રસ્તાવના 2 ભ્રષ્ટાચાર એટલે શું  ? 3. ભ્રષ્ટાચાર શા માટે ? ભ્રષ્ટાચાર કોણ કરાવે  છે ? 5. ભ્રષ્ટાચારરૂપી મહારોગનો ઉપચાર શો ? 6. ઉપસંહાર  ] 
ભારતેની એકવીસ દિવસની રાજકીય યાત્રાએ આવેલા રશિયાના વડાપ્રધાન ખુશ્ચેવે પાલમ હવાઈમથકે ઉચ્ચારેલાં આ વેણ આજે પણ છાતીમાં તીરની જેમ ખૂંચે છે . જતાં જતાં એમણે કહેલું  અહીં આવ્યો ત્યારે હું  નાસ્તિક હતો ઈશ્વરને માનતો નહોતો . પણ આ એકવીસ દિવસ ભારતમાં ફર્યો ને જે કંઈ  જોયું  સાંભળ્યું તેના પરથી મારી નાસ્તિકના ખતમ થઈ ગઈ . ઈશ્વર છે એવું હવે મને માનવા માંડ્યું છે . નહિતર આવડા મોટા દેશના રાજવહીવટ અને જાવનવ્યવહાર આજે જે રીતે ચાલી રહ્યો છે - ભગવાનના ભરોસે આ દેશ જીવી રહ્યો છે  - તે એક એશવરી ચમત્કાર સિવાય બીજું કાંઈ હોઈ શકે નહિ ... ત્રીસ-ચાળીસ વર્ષ પૂર્વે ભયંકર કટાક્ષ કરી ગયેલા એ રાજપુરૂષ તો આજે આ ધરતી પર નથી . પણ આપણે તો હજી પણ ભ્રષ્ટાચારીઓ , દાણચોરો કાળાબજારિયાઓ  , સંઘરાખોરો શોષણખોરો અને અત્યાચારીઓને હાથે વીંખાઈ-પીંખાઈ જ રહ્યા છીએ ને ? મને પાકી ખાતરી છે કે ભ્રષ્ટાચાર જ તમામ બુરાઈઓની જડ છે. ભ્રષ્ટાચારના દાનવને ખતમ કર્યા વગર કોઈ પણ વિકાસયોજના પાર પડી શકે નહિ અને કોઈ પણ પ્રશ્નનો અસરકારક ઉકેલ આવી શકે નહિ . જ્યાં સુધી દિલ્હીના માથા પરનું આ કલંક કાયમ છે ત્યાં સુધી ભ્રષ્ટાચારનો આ દાનવ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાતો જવાનો. વિકાસના સુફળ તો એ  હજમ કરશે જે પણ છેવટે જતાં લોકશાહી, આઝાદી , ક્રાંતિના તમામ  લાભ અને જેને માટે આપણે ઝૂઝ્યા હતા તે જાવનમૂલ્યો એ બધું એના ઉદરમાં સમાઈ જશે-લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણની આ ચેતવણી ભારતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. એ હકીકત સામે લાલબત્તી ઘરે છે. એક પણ કેત્ર તો એવું બતાવો કે જેમાં ભ્રષ્ટાચાર ન હોય ! કેવળ રાજકરનમાઅં નહિ શિક્ષણમાં , પરીક્ષામાં , વેપારમાં , વ્યવહારમાં વર્તનમાં ભ્રષ્ટાચાર રૂપી દાનવ જ ફેલાઈ ગયો છે અને છતાં હું કે તમે કદી એમ કહેવાની હિંમત કરી શકીએ છીએ કે  "ન જોઈએ આ ભ્રષ્ટાચાર ! હું એકએક ભ્રષ્ટાચારન્ર માયાજાળ ચીરેની જ જંપીશ  ! હું એમને ઉઘાડા પાડીને છડેચોક એમની આબરૂનો ઘજાગરો બાંધીશ ...! ના , આપણો અવાજ દબાઈ ગયો છે. આપણે બધું સહન કરવા ટેવાઈ ગયા છીએ. આપણે આપણા સ્વાર્થ ખાતર પટાવાળાને લાંચ આપતાં કે કારકુનને-ચા પાણીના પૈસા આપતાં જરાપણ અચકાતા નથી. બસન કંડકટરની દાદાગીરી આપણને કોઠે પડી ગઈ છે અને વેપારીઓ દ્વારા ઉઘાડેછોગ આચરાતો ભ્રષ્ટાચાર આપણે સહન કરી લઈએ છીએ. ગજબ છે આપણી નસીબ પરની શ્રદ્ધા અને ધન્ય છે આપણી સહનશક્તિને ....! જેમના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે એવા સત્તાલોભી મહાનુભાવો એ ચૂંટણીને નામે , સેવાને બહાને અને સત્તાને જોરે ભ્રષ્ટાચારરૂપી અજગરને ભારતભરમાં ફેલાવી દીધો છે. આખરે આ બધો ભ્રષ્ટાચાર સરકારની આંખમાં ધૂળ નાખીને થઈ રહ્યો છે કે સરકારની "રહેમનજર" હેઠળ ખેલાઈ રહ્યો છે એ તો કોઈ પૂછો ! ભારતીય સંસ્કૃતિના પૂજકો અને ભારતીય અસ્મિતાના સંરક્ષકો ! તમે કયાં સંતાઈ બેઠા છો  ? સાચા રાજપુરૂષો ક્ષેત્રે સંન્યાસ લઈ લીધો એનું કેવું પરિણામ આવ્યું એ તો જુઓ ! આ દેશ આજે કોના હાથમાં રમે રહ્યો છે અને કઈ દિશામાં જઈ રહ્યો છે  એ શું તમે નથી જાણતા ? પૂજ્ય ગાંધીજીએ પોતાની જાત હોડમાં મૂકી દઈને આપણને જે શીખ્વ્યું તે આપણે સાએઠ જ વરસમાં ખોઈ નાંખ્યું   ? શું આ ભ્રષ્ટાચારને તમારે ફૂલતો ફાલતો જ રાખવો છે  ? શું તમારે દેશદ્રોહી કે દાણચોર બન્યા વિના દેશપ્રેમી બનીને ચીસ પાડીને ક્યારેક નથી પોકારવું કે ભ્રષ્ટાચાર મુર્દાબાદ! .... શિષ્ટાચાર ઝિંદાબાદ !! 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments