Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 ટીમોની IPLમાં 12 ગુજરાતી ખેલાડીઓ

Webdunia
NDN.D

18 મી એપ્રિલથી શરૂ થનાર અને ખૂબજ ચર્ચાસ્પદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ગુજરાતના મુખ્ય 12 ખેલાડીઓ જોવા મળશે. ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી મુખ્ય એક ડઝન જેટલા ગુજરાતી ખેલાડીઓ આઇપીએલ ટૂર્નામેન્ટમાં પોતાનો જાદૂ પાથરશે.

ગુજરાત રણજી ટીમના કેપ્ટન તથા વિકેટકિપર પાર્થિવ પટેલ ચેન્નઇ સુપરકિંગમાં રમશે. પાર્થિવ ભારતીય વન-ડે તથા ટ્વેન્ટી-20 ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં છે. ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ સ્પિનર શેન વોર્નના નેતૃત્વવાળી રાજસ્થાન રોયલ્સ ટીમમાં ગુજરાતનો ફાસ્ટ બોલર સિઘ્ઘાર્થ ત્રિવેદી તથા મીડલ ઓર્ડર બેટ્સમેન નીરજ પટેલ જોવા મળશે.

પ્રિતિ ઝિંટાની અને કેપ્ટન યુવરાજસિંહની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં બરોડાનો રહેવાસી અને ટીમ ઇન્ડિયાનો ખેલાડી ઇરફાન પઠાણ રમશે. ઇરફાનની ધોની બાદ આઇપીએલમાં બીજી સૌથી મોંઘી બોલી લગાવવામાં આવી હતી. આ ટીમમાં અન્ડર19 ટીમ વિશ્વ વિજેતા ટીમનો ખેલાડી રહેલો ફાસ્ટ બોલર અજીતેશ અરગલ પણ રમશે. જ્યારે
ઇરફાનનો મોટભાઇ યુસુફ પઠાણ રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમશે.

સચિન તેન્ડુલકરના નેતૃત્વવાળી મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં વિકેટકિપર અને બેટ્સમેન પીનલ શાહ તથા રાજેશ પવાર નજર આવશે.

આઇપીએલમાં સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડીઓ રમતા જોવા મળશે. જેમાં ઓપનિંગ બેટ્સમેન ચેતશ્વર પુજારા સૌરવ ગાંગુલી નેતૃત્વવાળી કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમમાં છે. સૌરાષ્ટ્રની રણજી ટીમના કેપ્ટન તથા બીસીસીઆઇ સચિવ નિરંજન શાહનો પુત્ર જયદેવ શાહ ઉપરાંત અન્ડર19 વર્લ્ડકપ વિજેતા ટીમનો ખેલાડી અને જામનગરનો રહેવાસી રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે. જ્યારે ભરૂચનો રહેવાસી ફાસ્ટ બોલર મુનાફ પટેલ રાજસ્થાન રોયલ્સ તરફથી બોલિંગ કરશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

Mathri - હોળીના એક દિવસ પહેલા બનાવો આ ખાસ નાસ્તા, ખાધા પછી પાડોશીઓ પણ તમારા વખાણ કરશે, રેસિપી પૂછવા લાગશે.

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બુદ્ધિ તેજ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

Show comments