Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંગુલીની ચિંતા વન-ડેમાં હું જ કેમ નહીં

આટલા સારા પ્રદર્શન છતાં હકાલપટ્ટી પાછળનો તર્ક મારી સમજ બહાર છે-ગાંગુલી

Webdunia
સોમવાર, 10 માર્ચ 2008 (15:48 IST)
PTIPTI

બેંગલોર(ભાષા) સૌરવ ગાંગુલી હજુ પણ વન-ડે ટીમમાંથી પોતાની હકાલપટ્ટીના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી તેમ લાગી રહ્યું છે. હાલમાં આપેલી મુલાકાતમાં ગાંગુલીએ વન-ડે ટીમમાંથી પોતાને પડતો મૂકાવા અંગે ફરી એક વાર હતાશા વ્યક્ત કરી છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે, વન-ડે ટીમમાંથી મારી હકાલપટ્ટી શા માટે કરવામાં આવી તેનું કારણ હું સમજી શકતો નથી. ગયા વર્ષે વન-ડેમાં મેં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. વન-ડેમાં મેં 1300 કરતાં વધુ રન કર્યા હતા અને 2007માં સૌથી વધુ રન કરવામાં સચિન બાદ બીજા ક્રમે હતો. આટલા સારા પ્રદર્શન છતાં હકાલપટ્ટી પાછળનો તર્ક મારી સમજ બહાર છે.

ટીમમાં સ્થાન ટકાવી રાખવા ખેલાડીએ સતત સારું પ્રદર્શન કરવું પડે છે એ વાત હું સ્વીકારું છું. મારું પ્રદર્શન સહેજ પણ ઊતરતી કક્ષાનું રહ્યું નહોતું. મારી હકાલપટ્ટી શા માટે કરાઇ તેનું માત્ર કારણ જાણવા માગું છું. આગામી સાત-આઠ મહિના સુધી વન-ડેમાં રમવાની તેની પ્રબળ ઇચ્છા છે. આમ પણ આ વર્ષે વન-ડે મેચ બહુ રમાવાની નથી. આ સમયગાળા સુધી રમવા નહીં મળે તો હું વન-ડેમાંથી નિવૃત્તિ પણ લઇ શકું છું.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ત્રિકોણીય શ્રેણીની ટીમમાં સૌરવ ગાંગુલીને પડતો મૂકવામાં આવ્યો હતો. ગાંગુલીની હકાલપટ્ટી માટે પસંદગી સમિતિના એક સભ્યે એવું કારણ રજૂ કર્યું હતું કે, અમે હવે 2011 વર્લ્ડકપ માટે ટીમ તૈયાર કરવા માગીએ છીએ. ગાંગુલી, દ્રવિડ જેવા ખેલાડી વધુમાં વધુ દોઢ કે બે વર્ષ સુધી પોતાની કારકિર્દી ખેંચી શકશે. આ સંજોગમાં અમે બને તેટલી યુવા ખેલાડીને જ વધારે તક આપીએ જ વધારે યોગ્ય છે.

યુવા ખેલાડીને અત્યારથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તેની પરિસ્થિતિનો અનુભવ મળશે તો ભારતને ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થવાનો છે. ભારતનું ભાવિ હવે યુવા ક્રિકેટરના જ હાથમાં છે. સૌરવ ગાંગુલી આઇપીએલમાં કોલકાતાની ટીમનો સુકાની છે. આઇપીએલમાં ટ્વેન્ટી-20માં સારું પ્રદર્શન પોતાને વન-ડેમાં પુનરાગમન કરવા મદદરૂપ થશે કે કેમ તે અંગે ગાંગુલીએ જણાવ્યું હતું કે, આ વિષે મેં કોઇ જ વિચારણા કરી નથી. મારા મતે વન-ડે અને ટ્વેન્ટી-20 બંને અલગ-અલગ ફોર્મેટ છે.

ટ્વેન્ટી-20માં સારું પ્રદર્શન વન-ડેમાં પુનરાગમન કરાવી પણ શકે છે. આ બાબતનો સઘળો મદાર તે સમયની પરિસ્થિતિ ઉપર છે. આઇપીએલની ટુર્નામેન્ટથી યુવા ખેલાડીઓને ખૂબ જ ફાયદો થશે. તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે રમવાની તક મળશે. જે આગળ જતાં તેમની કારકિર્દી માટે ઉપયોગી પુરવાર થઇ શકે છે.

ગાંગુલીનું માનવું છે કે સંપૂર્ણ ફિટ હોવા છતાં તેની ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી વન-ડે શ્રેણી માટે પસંદગી કરવામાં આવી ન હતી. તેણે જણાવ્યું હતું કે એક વર્ષમાં 1300 રન બનાવવા છતાં તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મારૂ ફોર્મ સારૂ હતું છતાં મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

18 એપ્રિલથી શરૂ થઈ રહેલી ટ્વેન્ટી 20(આઈપીએલ) ટૂર્નામેન્ટ વિશે ગાંગુલીએ જણાવ્યું હતું કે, ટ્વેન્ટી 20 અને વન-ડે ક્રિકેટ બંને અલગ વસ્તુ છે. હું એવું નથી માનતો કે ટ્વેન્ટી 20માં સારા પ્રદર્શનથી વન-ડેમાં સ્થાન મેળવી શકાય.

નોંધનીય છે કે લાંબા સમય માટે ક્રિકેટમાંથી બહાર રખાયા બાદ ગાંગુલીને ગયા વર્ષે જાન્યુઆરી માસથી ક્રિકેટ ટીમમાં પાછો લેવામાં આવ્યો હતો. આ 15 મહિના દરમિયાન ગાંગુલીએ 32 મેચોમાં 44.28 ટકાની સરેરાશથી 1240 રન બનાવ્યા હતા.

ગાંગુલીએ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું હાલમાં તે દક્ષિણ આફ્રિકા સામે યોજાનાર ત્રણ ટેસ્ટ શ્રેણી ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

Show comments