Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાહ ક્યા બાત હૈ: પ્રોસેસ કરેલા સ્ટીલના સ્લેગનો ઉપયોગ કરીને જમીનનુ ધોવાણ અટકાવવાનો નવતર પ્રયાસ

Webdunia
મંગળવાર, 17 મે 2022 (23:01 IST)
આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલનુ સંયુક્ત સાહસ અને સ્ટીલ ક્ષેત્રની કંપની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (AM/NS India) કે જે સ્ટીલના ઉત્પાદન વખતે જંગી જથ્થામાં પ્રાપ્ત થતા  પ્રોસેસ કરેલા સ્ટીલના સ્લેગનો  નવતર ઉપયોગ લઈને આવી છે. એએમ/એનએસ ઈન્ડીયાની રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમે પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને કોંક્રીટ પ્રી-કાસ્ટ બ્લોક અને ટેટ્રાપોડ બનાવવાની જાણકારી આપતુ ડેમોન્સ્ટ્રેશન સુરત નજીક તેના હજીરા પ્લાન્ટ ખાતે કર્યુ હતું. સ્લેગ આધારિત ટેટ્રાપોડનુ વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરનાર સુરત આસપાસના ટેટ્રાપોડ ઉત્પાદકોને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
using processed steel slag
આ બ્લોક્સ અને ટેટ્રાપોડ દિવાલોની જાળવણી અને દરીયાકાંઠાના રક્ષણ માટે કામ આવી શકે તેમ છે. પ્રોસેસ કરેલા સ્ટીલના સ્લેગમાં નેચરલ એગ્રીગેટસ કરતાં 16% 
વધુ મજબૂત શક્તિની સાથે સાથે પ્રોસેસ કરેલા સ્ટીલ સ્લેગના બનાવેલા બ્લોક્સ રેતી કે કપચી જેવી કુદરતી વસ્તુઓમાંથી બનાવેલા બ્લોક્સની તુલનામાં વજન સામે કદનો બહેતર ગુણોત્તર અને ટકાઉપણુ ધરાવે છે. આને પરિણામે તેના ઉપયોગમાં ખર્ચ ઓછો આવે છે. આ ઉપરાંત કુદરતી પદાર્થોના બ્લોક્સની સરખામણીમાં સ્ટીલના સ્લેગ બનાવેલા બ્લોક્સ  સમગ્ર વર્ષ દરમ્યાન ઉપલબ્ધ રહે છે.
નેશનલ ટેકનોલોજી ડે પ્રસંગે વાત કરતાં એએમ/એનએસ ઈન્ડીયાના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના હેડ શિરશેનદુ ચટોપાધ્યાય એ જણાવ્યુ હતું કે “હજીરા સ્ટીલ પ્લાન્ટ એક દિવસમાં ૪૦૦૦ થી ૫૦૦૦ ટન જેટલા સ્ટીલ સ્લેગ પેદા કરે છે. અમારો ઉદ્દેશ પર્યાવરણલક્ષી સ્ટીલ ઉત્પાદનનો છે. આથી અમે આ સ્ટીલ સ્લેગનો ફરીથી ઉપયોગ કરવાના માર્ગો વિચારી રહયા છીએ. આ સ્લેગના બનેલા કોંક્રીટ પ્રી-કાસ્ટ બ્લોકસ એ સ્ટીલના સ્લેગમાંથી મૂલ્યવર્ધિત ચીજો બનાવવા માટેના એએમ/એનએસ ઈન્ડીયાના વ્યાપક સંશોધનનુ પરિણામ છે. મહત્વની બાબત એ છે કે પ્રોસેસ કરેલા સ્ટીલના સ્લેગ કુદરતી પદાર્થોના બનેલા બ્લોકસને બદલે બહેતર રીતે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.“
 
વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઈજનેરો ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલા તમામ લોકોને બિરદાવવા માટે દર વર્ષે 11મી મેના રોજ નેશનલ ટેકનોલોજી ડે મનાવવામાં આવે છે. આ વર્ષે નેશનલ ટેકનોલોજી ડેનો થીમ “પર્યાવરણલક્ષી ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સુસંકલિત“ અભિગમ (“Integrated Approach in Science & Technology for Sustainable Future”) રાખવામાં આવ્યો છે.
 
ગુજરાત 1600 કી.મી.નો સાગરકાંઠો ધરાવે છે. દરિયાનાં પાણી જમીન પર ધસી આવવાનો રાજ્ય સામે ખૂબ મોટો પડકાર છે. અનેક નદીઓનાં નીરને કારણે જમીનનુ ધોવાણ થવાની કાયમી સમસ્યા નડી રહી છે. જમીનનુ ધોવાણ અટકાવવા જાડી દિવાલો ઉભી કરવી પડે છે કે કોંક્રીટના બ્લોકથી આ ધોવાણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિવિધ અભ્યાસમાં એવુ જાણવા મળ્યુ છે કે ભારે ઘનતા ધરાવતા  કે મજબૂત માળખુ વહેતા પાણીની અસર નિવારવા માટે કે પાણીનો પ્રવાહ ફંટાય ત્યારે શક્તિશાળી મોજાં સામે ટકી શકે છે. મજબૂત સપાટીને કારણે પાણીનાં મોજાં કે પ્રવાહ સામે જમીનનુ ધોવાણ રોકવામાં ઉપયોગી નિવડી શકે છે.
 
સ્ટીલના સ્લેગમાંથી બનાવેલા બ્લોક્સનો ઉપયોગ સુરતમાં કોમર્શિયલ ધોરણે કેટલાંક સ્થળોએ કરવામાં આવ્યો છે, જેમાં પલસાણાના એક ટેક્સટાઇલ પાર્ક  અને પલસાણાની એક ઔદ્યોગિક સહકારી સોસાયટીનો સમાવેશ થાય છે.
 
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “દિવાલો, બેરેકસ પોર્ટસ વગેરેના નિર્માણમાં સ્ટીલ એગ્રીગેટસના હાઈ ડેન્સીટી કોંક્રીટ બ્લોકનો ઉપયોગ કરી શકાય તેમ છે. તેનાથી ખર્ચમાં ઘટાડો થવાની સાથે સાથે બાંધકામની ગુણવત્તામાં પણ વધારો થાય છે. વધુમાં ગ્રાઉન્ડ ગરેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ (GGBFS) કે જે અન્ય પ્રકારનો સ્લેગ પાવડર છે તેનો  સિમેન્ટને બદલે 50 ટકા ઉપયોગ થઈ શકે તેમ છે. આ પ્રકારે પેટા પેદાશોનો ઉપયોગ કરીને, તેમને પર્યાવરણલક્ષી વિકલ્પ બનાવીને કુદરતી સ્ત્રોતોની બચત કરી શકાય તેમ છે.“
 
એએમ/એનએસ ઈન્ડીયાએ એક અનોખુ સ્ટીલ સ્લેગ હેન્ડલીંગ અને પ્રોસેસિંગ એકમ વિકસાવ્યુ છે. જ્યાં સ્લેગને નિયંત્રિત રીતે ઠંડો પાડવામાં આવે છે. તેમાંનો ધાતુનો ભાગ મેગ્નેટિક સેપરેટર્સની મદદથી છૂટો પાડવામાં આવે છે, અને સ્લેગ એગ્રીગેટસના સ્પેસિફીકેશન પ્રમાણે વિવિધ કદમાં રૂપાંતર કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

ગુજરાતી જોક્સ - નાગ પાંચમ

Meladi maa mandir- દ્વિમુખી મેલડી માતાનું મંદિર રાજકોટ્

કચ્છ રણ ઉત્સવથી માત્ર 150 કિમીની અંદર છે, આ 3 સારા સ્થળો તમે મુલાકાત લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?

Rose Day 2025- Rose Day પરઆ સુંદર ડ્રેસને સ્ટાઇલ કરો, જુઓ ડિઝાઇન

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

આગળનો લેખ
Show comments